Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર કક્ષાએ નવા પ્રભારીઓની નિમણૂક  

25 February


 
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ વેગવંતું બનાવવા અને આગામી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ તાલુકા અને શહેરના પ્રભારીઓની મહત્વની નિમણૂકો જાહેર કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદય ભાનુ ચીબજી અને પ્રદેશ પ્રભારી નિખીલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ અને પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર દ્વારા આ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવનિયુક્ત પ્રભારીઓ સંબંધિત તાલુકા અને શહેરના પ્રમુખો સાથે સંકલન સાધીને પક્ષના કાર્યક્રમો તેમજ આગામી ચૂંટણીઓમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવશે.
નવી નિમણૂકો અનુસાર મુંદ્રા તાલુકા માટે સંજય કેનિયા, વિજય બળિયા અને મીત પી. ગઢવીને જવાબદારી સોંપાઈ છે. માંડવી તાલુકાના પ્રભારી તરીકે જયરાજસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે. ભુજ તાલુકાના સંગઠન માટે દિલીપ મહેશ્વરી અને કાદર કુંભારની નિમણૂક થઈ છે, જ્યારે ભુજ શહેરના પ્રભારી તરીકે મીત બલરાજ જોશી અને વિશાલ ગઢવી કાર્યભાર સંભાળશે. નખત્રાણા તાલુકાની જવાબદારી ફારુક લાંગાય અને મુસ્તાક ચાકીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત લખપત તાલુકા માટે વિજયરાજસિંહ જાડેજા અને જીગર જોશી તેમજ અબડાસા તાલુકા માટે કુલદીપસિંહ જાડેજા અને આરીફ રાઉમાની પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે. 
--------- 

Comments

COMMENT / REPLY FROM