Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખનિજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્ક્વોર્ડનો સપાટો : ૧.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત

25 February




મુંદ્રાના બોરાણામાં નદી વિસ્તારમાંથી ગેરકાયદે ખનન કરતાં વાહનો અને નલીયામાંથી રોયલ્ટી પાસ વગરનું ડમ્પર પકડી પાડતી તપાસટીમ


ભુજ - કચ્છઉદય : કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખનિજ ચોરી અટકાવવા માટે કાર્યરત ફ્લાઈંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા તા. ૨૫/૦૨ના રોજ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટીમ દ્વારા મુંદ્રા તાલુકાના બોરાણા ગામે આવેલ નદી વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા બે ડમ્પર અને એક એસ્કેવેટર મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ ત્રણેય વાહનોને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી અર્થે મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
વધુમાં, ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા અબડાસાના નલીયા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. નલીયામાં મામલતદાર કચેરી પાસેના મેઈન રોડ પરથી સાદી રેતીના જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરી રહેલું એક ડમ્પર ઝડપાયું હતું. આ વાહનને પણ નલીયા પોલીસ સ્ટેશનના હવાલે કરી જપ્ત કરવામાં આવ્યું છે. આમ, આજની આ સમગ્ર કાર્યવાહીમાં ફ્લાઈંગ સ્ક્વોર્ડ-કચ્છ દ્વારા કુલ ૧.૧૩ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ખનિજ ચોરી કરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે.

-------- 

Comments

COMMENT / REPLY FROM