રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં હિમધી ચૌહાણે એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા
ભુજ-કચ્છઉદય : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ઉપક્રમે રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ભોલેશ્વર સાબર સ્ટેડિયમમાં રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માંથી ૨૫૦થી પણ વધારે બહેનો એ સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માધાપર ગામના શિક્ષક દંપતી ભાવનાબેન અને ગિરીશભાઈની ધોરણ ૧૧ સાયન્સમા અભ્યાસ કરતી પુત્રી હિમધી ગિરીશભાઈ ચૌહાણે ભાગ લઈ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થવા બદલ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના પ્રમુખ સમાજ રત્ન વિનોદભાઈ પી. સોલંકી અને કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઈ પી. સોલંકીએ અભિનંદન પાઠવેલ અને ઉતરોતર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.
-------

Comments