ડેપો પરિસર કે એસટીબસમાં ધુમ્રપાન કે ગંદકી કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી
સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ભુજ એસટી તંત્રનો કડક નિર્ણય
ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસ.ટી. બસ ડેપોમાં ગંદકી કરનાર મુસાફરો સામે હવે નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો પરિસર તેમજ બસોમાં ગંદકી ફેલાવતા મુસાફરો સામે ભુજ વિભાગ એસ.ટી. તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે.
રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક બનાવવા હેતુસર ભુજ એસ.ટી. તંત્ર દ્વારા મહત્વપુર્ણ અને કડક પગલું ભર્યું છે. જે અન્વયે બસ સ્ટેશન અને ડેપો પરિસર કે બસની અંદર ગમે તેમ કચરો ફેંકનારાઓ તેમજ પાન મસાલાની પિચકારીઓ મારનાર કે અન્ય રીતે ગંદકી ફેલાવનાર તત્વો સામે તરત જ દંડ વસુલવાની કામગીરી અમલમાં મુકવામાં આવી છે. પ્રશાસન દ્વારા પણ મુસાફરોને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે, કે દરેક વ્યક્તિએ પોતાનો કચરો નિયત કરેલી કચરાપેટીમાં જ નાખવો. જો કોઈ મુસાફર અથવા અન્ય વ્યક્તિ ડેપો પરિસર કે બસની અંદર ગંદકી કરતા જણાશે તો તેઓની સામે કડક દંડાત્મક કરવામાં આવનાર છે. સદર કામગીરી દંડ વસુલ કરવાનો નહિ પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા હેતુ છે. આ ઝુંબેશ ડેપો - બસ સ્ટેશન ખાતે સતત ચાલુ રહેનાર છે.તેમજ મુસાફરોને અપીલ છે. તેવું વિભાગીય નિયામક એસ.ટી ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.
------------

Comments