Trending News
સ્થાનિક સમાચાર

સરહદી કચ્છમાં આ બધું શું ચાલે છે? કરોડોનો દારૂ, કરોડોના સાયબર ફ્રોડ, હવે કરાડોનો ગાંજાના વાવેતરનો પર્દાફાશ..!

25 February



ભીમાસરમાં અઢી એકર જમીનમાં કરોડોના ‘નશા’નું વાવેતર : પોલીસ તપાસનો ધમધમાટ વેગવાન બન્યો : ખેતરના માલિકને શોધો અથવા તો રેેવેન્યુ જમીન હતી તો તેમાં કોણે પેશકદમી કરી અને આટઆટલુ મોટું નશાનું વાવેતર કરી દીધુ? તેના સુધી તપાસ વેળાસર લંબાવવી જ ઘટે


ખાટલે મોટી ખોટ : માત્ર આડીઅવડી બદલીઓ કરી દેવાથી ગુનાહિત આલમ પર નિયંત્રણ નહી આવે, કાર્યદક્ષ અધિકારીઓને મુખ્ય પોલીસ મથકોની જવાબદારીઓ આપવી, એલસીબી-એસઓજી જેવી ટીમોના અધિકારીઓ અને તેમના નેટવર્કને પણ મજબુત બનાવવા જ પડશે : પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં વિક્રમી દારૂ પર એસએમસી ત્રાટકી, પૂર્વ કચ્છમાથી ૧૮ર કરોડનો મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડ-સાયબર ફ્રોડ ખુલ્યો, તે બાદ હવે બિનધાસ્ત અને બેધડક રીતે વાડીમાં ગાંજા જેવા મોટા દુષણનો વેપલો થતો હોવાની ઘટના સીમાવર્તી કચ્છ માટે કહેવાય લાલબત્તીરૂપ


ઉચ્ચ અધિકારીઓ ચેતે-ધ્યાન આપે : કચ્છમાંથી નિષ્ઠાવાન અધિકારી જે ખાખીવાળાઓને જિલ્લા બહાર બદલી દે છે, તે ફરી ફરીને ગોઠવણીઓ કરીને પરત કચ્છમાં ગોઠવાઈ જાય છે? આવા ખાખીધારીઓને જયા સુધી કચ્છથી બહાર નહી કરવામાં આવે ત્યા સુધી કચ્છમાં બેનામી ધંધાઓના સામ્રાજય અટકાવવા કપરા જ બની જશે? : ૧ આઈજીશ્રીએ તો કચ્છમાં પત્ર લખી એસપીશ્રીઓને સુચનાઓ આપી હતી કે યાદીવાળા ખાખીધારીઓને મહત્નવા હોદાઓ ન આપવા, છતા ફરી ફરીને આવા તત્વો ક્રીમ પોસ્ટીંગમાં ગેાઠવાઈ જ જાય છે, 
વિચાર તો કરો કે, આ તત્વો આઈજીશ્રીના ઓર્ડરને પણ નથી ગાઠતા..!



ગાંધીધામ - કચ્છઉદય : કચ્છમાં પાછલા કેટલાક સમયથી ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવવા પામી રહ્યા છે. ટુંક જ સમયમાં પૂર્વ કચ્છ હોય કે પશ્ચીમ કચ્છ બન્ને તરફે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સફળ દરાડેા પાી અને છ કરોડથી વધુનો મુદામાલ સાથે દારૂનો મોટો જથ્થો પકડી પાડયો છે. ખુદ એસએમસી કહી રહી છે કે તેઓન ગુજરાતનો આ સૌથી મોટો દરોડો છે જે ઐતીહાસીક ઘટના તેમના રેકર્ડમાં બની ચુકી છે. બીજીતરફ તેનાથી બે દીવસ પહેલા જ કચ્છમાથી આંતરરાષ્ટ્રીય કક્ષાનુ ૧૮ર કરોડનું મ્યુલ બેંક કૌભાંડ પકડાઈ જવા પામી ગયુ છે. એ બધાની વચ્ચે હવે ગાંજાનુ વાવેતર પકડાઈ જતા અહી સવાલ થાય છે કે, સીમાવર્તી કચ્છમાં આ બધુ ચાલી શુ રહ્યુ છે?આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો તાજેતરમાં એસએમસી દ્વારા કચ્છમાં ઉપરાઉપરી દરોડા પાડી ૭ કરોડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. નશાના વેપલા પર રાજય સ્તરેથી કાર્યવાહી થઈ રહી છે ત્યારે જિલ્લા સ્તરે બોર્ડર રેન્જ પોલીસે વાગડ વિસ્તારમાં નશાનું વાવેતર ઝડપી પાડયું છે. રાપર તાલુકાના આડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભીમાસર ગામની સીમમાં અંદાજે બે થી અઢી એકર જમીનમાં નશાનું વાવેતર થતું હોવાની બાતમી આધારે બોર્ડર રેન્જ પોલીસ દ્વારા સોમવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં પોષડોડા અને અફીણની ખેતી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં નશાનું વાવેતર કરવામાં આવ્યું હોઈ ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લઈ બાદમાં મજુરો બોલાવી પાકની કાપણી શરૂ કરવામાં આવી છે. પોષડોડા, અફીણની કાપણી કરી કોથળામાં ભરી વજન કરાવી કાયદાકીય કાર્યવાહી પુરી કરવામાં આવશે. હાલમાં વીડીયોગ્રાફી, સરકારી પંચોની હાજરીમાં સતત ત્રીજા દિવસે પણ કામગીરી ચાલુમાં છે. આડેસર પોલીસનો સંપર્ક કરતા હજુ સુધી પોલીસ ફરીયાદ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જે પ્રમાણે વાવેતર કરવામાં આવ્યો છે તે જોતા છ મહિના પહેલા વાવણી કરાઈ હોવાનું સુત્રો જણાવે છે. અંદાજે બે કરોડથી વધુનો નશાનો પદાર્થ હોવાનું પણ સુત્રો જણાવે છે. વાગડ વિસ્તારમાં હાલમાં લગ્નની સીઝન હોઈ પોષડોડાનું ધુમ વેંચાણ થતું હોવાના આક્ષેપો છે. ઉપરાંત આ જમીન માલિકીની છે કે પડતર તે મામલે રેવન્યુ વિભાગની મદદ લેવામાં આવી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં નશાનું વાવેતર કરવામાં આવતું હોઈ અને સ્થાનીક પોલીસને ખબર ન હોય તે કેવી રીતે માની શકાય. સ્થાનીક પોલીસની બેદરકારી મામલે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ વધુ હકીકતો સામે આવશે. હાલમાં આ કાર્યવાહીની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. 



...................


ખાખીની અચાનક સક્રીયતા કે લાજ બચાવવાનો હથકંડો?


સાયબર સેલની ટુકડી ત્રાટકી છે તે આવકારદાયક છે, પરંતુ આ વાવેતર રાતોરાત તો થયું જ નહી હોય.?  લાંબા સમયથી ગાંજાના વાવતેરની પ્રક્રીયાઓ ચાલતી રહી હશે? તો પછી આટઆટલો સમય સાયબર ક્રાઈમ સેલ, પૂર્વ કચ્છ એલસીબી તથા ખાસ કરીને ડ્રગ્સ મુકત પૂર્વ્‌ કચ્છ બનાવવાના કેમ્પેઈનની મુહિમ જે ઉપાડે છે તે એસઓજી અને સ્થાનિક પોલીસ સહિતનાઓ કેમ આટઆટલા સમયથી રહી ગયા અંધારામાં?


ગાંધીધામ : કચ્છમાં એસમેઅસીની ટુકડીએ ધડાધડ મોટા દરોડાઓ પાડી અને સ્થાનિક પોલીસને યાતો રીસતરની ઉઘતી જ રાખી દીધી છે અથવા તો કહી શકાય કે સ્થાનિક ખાખીની કુંભકર્ણિ નિદ્રામાં ઝડપી પાડી અને તેના પડઘા ગુજરાત ભરમાં પડતા જાણે કે સ્થાનિકોની ઉંઘ જ હરામ થઈ જવા પામી હોય તેવા સવાલો પાછલા એકાદ અઠવાડીયાથી બનેલી ઘટનાઓથી ઉઠવા પામી રહ્યા છે. તે વચ્ચે જગાંજાનું વાવેતર થયા પામ્યુ હોવાનુ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા પકડી પાડવામા આવ્યુ છે. ત્યારે જાણકાોર સવાલ કહી રહ્યા છે કે, આ વાવેતર કોઈ રાતોરાત તો થઈ જ નહી શકયુ હોય. લાંબા સમયથી આ વાવેતર ચાલતુ હશે. તો પછી આટઆટલા સમયથી વાવેતર કરાયુ, તે વખતે કચ્છમાં સાયબર સેલ, પૂર્વ કચ્છ એલસીબી-એસઓજી સહિતઅી અન્ય એજન્સીઓ પણ કેમ ઉંઘતી રહી ગઈ છે? આ અફીણ અને પોષડોડાનો અગાઉ વેચાણ નહી કરી દેવાયુ હોય તેની શું ખાત્રી? 

 

Comments

COMMENT / REPLY FROM