ગાંધીધામ-આદિપુરમાં કરોડોની ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચારના ગાબડા? નપાણીયા તંત્રના લીધે સંકુલ તરસ્યું
કમિશ્નરશ્રી ગુરવાણી ધ્યાને ન લે..!
નગરપાલિકાના ગટરને રોડના કામો થાય છે, ત્યાં ખાડા ખોદતા ખાલી પાથરેલી લાઈનો નીકળે છે, આથી વધારે બેદરકારી અને ભ્રષ્ટાચાર શું હોય?
કોઈ રાજકારણી કેમ આ બાબતે અવાજ
નથી ઉઠાવતો? કેમ બધાના મોઢે તાણાં લાગી જવા પામ્યા છે..? શા માટે ચુપ છે?
જોડીયાનગરની પાણીની જરૂરીયાત સામે ૪૦ ટકા ઓછા જળ ફાળવણી વચ્ચે પાણીની લાઈનોમાં થતા મોટા મેાટા લીકેજથી અનેક લીટર જથ્થાનો થઈ રહ્યો છે વેડફાટ : સરકારની સારી છબી પર કયા તત્વો થકી ફેરવાઈ રહ્યુ છે પાણી?
ગાંધીધામ શહેરમાં હાલમાં પણ અનેક જગ્યાએ ખાડાઓ ખોદાયેલા છે, માત્ર ત્યાં જઈ અને ક્રોસ વેરીફીકેશન કરાશે તો પણ ખાલી પાઈપ લટકતા જોવા મળી આવશે, જો મુખ્ય વાલ્વથી જોડાણ દીધેલા હોય તો પાઈપ માત્ર નહી પાણી લીકેજ આવે, આવા અડધાઅધુરા કામો કરનાર લાપરવાહોને નશ્યત કરવા જરૂરી : સેકટર વન-એ સહિતના કઈક વિસ્તારોમાં નળ સે જળની કામગીરી નળ સે છળ રૂપ જ બની રહી છે..!
કમિશ્નરશ્રીએ કેટલાક વિસ્તારોમાં ડેડલાઈન ઘોષિત કરેલી હતી, અહી પાણી આવવાની વાત તો દુરની રહી, પણ ટેસ્ટીંગમાં લાઈનો થઈ રહી છે ઠેર-ઠેર લીકેજ.પ્રજા પુછી રહી છે સાહેબ, આ વિસ્તારોના ઘરોમાં નળમાથી પાણી આવશે કયારે? : લાઈન ટેસ્ટીગ વખતે જ કેમ તુટટી રહી છે? શું આ નબળી કામગીરી પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર છે? : કમિશ્નરશ્રી ગુરવાણીની પરીણામલક્ષી કામગીરી પર કયા તત્વો થકી થઈ રહ્યુ છે પાણીઢોળ..?
ગાંધીધામ : એકતરફ મહાનગરપાલિકા દરરોજ પૂરતું પાણી વિતરણ કરવાની ગુલબાંગો પોકારી રહી છે, ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગાંધીધામ અને આદિપુરના રહીશો હાલ પાણીના ટીપે-ટીપા માટે તરસી રહ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, શહેરને તેની જરૂરિયાત કરતા લગભગ ૪૦% ઓછું પાણી મળી રહ્યું છે. એક બાજુ જનતા તરસથી વ્યાકુળ છે, તો બીજી બાજુ તંત્રની ઘોર બેદરકારીને કારણે પાઈપલાઈન લીકેજ થતાં લાખો લિટર કિંમતી જળ ગટરોમાં વહી રહ્યું છે. અહી સવાલો ઉઠી રહ્યા છે કે, જ્યારે ટેસ્ટિંગ થાય છે ત્યારે જ લાઈનો કેમ તૂટે છે? ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (ય્ેંડ્ઢઝ્ર) દ્વારા રૂ. ૧૨૦ કરોડના ખર્ચે ‘નલ સે જલ’ પ્રોજેક્ટ અમલી છે. આ યોજના હેઠળ ૭ પાણીના ટાંકા બનાવવાના હતા, જેમાંથી મોટાભાગની કામગીરી પૂર્ણતાના આરે હોવા છતાં, નવી નખાયેલી લાઈનો ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી રહી છે. શું આ નબળી કામગીરી પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર છે?જાણકારો પુછી રહ્યા છે કે શહેરના કમિશનરશ્રીની ડેડલાઈનનું શું થયું? મ્યુનિસિપલ કમિશનરે ૧૫ જાન્યુઆરી સુધીમાં ભારતનગર ૯-બી, લીલાશાહ વિસ્તાર, સેક્ટર-૫, સથવારા અને સપના નગર જેવા વિસ્તારોમાં નવી લાઈનો કાર્યરત કરવાની ખાતરી આપી હતી. પરંતુ ટેસ્ટિંગમાં ક્ષતિઓ નીકળતા આ લાઈનો હજુ શોભાના ગાંઠિયા સમાન પડી છે. જનતા પૂછી રહી છે કે આ વિસ્તારોમાં નળમાં પાણી ક્યારે આવશે? સવાલ તો એવો પણ થવા પામી રહ્યો છે કે, અમૃત યોજના પછી હવે ય્ેંડ્ઢઝ્ર માં પણ ભ્રષ્ટાચાર? અગાઉ ૩૧ કરોડની ‘અમૃત યોજના’ હેઠળ નખાયેલી લાઈનોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. હવે ૧૨૦ કરોડના ‘નલ સે જલ’ પ્રોજેક્ટમાં પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ જણાય છે. શું રાજ્ય સરકાર આ બંને એજન્સીઓએ કરેલી કામગીરીની ઝીણવટભરી તપાસ કરાવશે? સુંદરપુરી, ભારતનગર અને આદિપુર સહિતની પાંચ જગ્યાએ ટાંકાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હજુ કામ ચાલુ છે. પરંતુ શહેરના મહત્વના એવા રામલીલા મેદાનમાં ટાંકો બનાવવાની કામગીરી લાંબા સમયથી અટવાયેલી પડી છે. મનપા કમિશનરે જોકે એવી જાહેરાત કરી છે કે લાઈન તૂટવાનો ખર્ચ એજન્સીએ ભોગવવો પડશે, પરંતુ જનતાને પૈસા નહીં, પાણીની જરૂર છે. શહેરના જાગૃત નાગરિકોની માંગ છે કે જો આ બંને યોજનાઓ
(અમૃત અને ય્ેંડ્ઢઝ્ર) હેઠળ નખાયેલી લાઈનોની વિસ્તારવાર તપાસ કરવામાં આવે, તો મોટું સત્ય બહાર આવી શકે તેમ છે. માત્ર કાગળ પરની જાહેરાતો કરવાને બદલે તંત્ર જો ગંભીરતાથી કામ નહીં કરે, તો આગામી ઉનાળામાં ગાંધીધામ-
આદિપુરની સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. જાણકારો કહી રહ્યા છે કે, ઔદોગીક સંકુલની પાણીની દૈનિક જરૂરિયાત ૪૫ એમએલડી, હાલમાં થતો સરેરાશ સપ્લાય ૨૫ થી ૨૭ એમએલડી થઈ રહ્યુે છે, મનપાની સ્ટોરેજ ક્ષમતા ૩૯ એમએલડીની છે એટલે અંદાજીત રોજની પાણીની ર૦ એમએલડીની અછત જણાઈ રહી છે તો તેની પૂર્તતા માટે કેમ કોઈ જ પ્રયાસ થતા દેખાતા નથી.

Comments