ગાંધીધામ મહાનગરપાલિકાના સીમાંકન અને બેઠક ફાળવણીનો આખરી આદેશ જાહેર
૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે અનામતનું માળખું નિર્ધારિત : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વસ્તી ગણતરી મુજબ અંતિમ નિર્ણય
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવેલા આ આદેશ મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં હવે કુલ ૧૩ વોર્ડ રહેશે અને તેમાં કુલ ૫૨ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આ અંગેનો પ્રાથમિક આદેશ જાન્યુઆરી માસમાં બહાર પાડવામાં આવ્યો હતો, જેના પર જાહેર જનતાના સૂચનો અને રાજકીય પક્ષો સાથેના પરામર્શ બાદ આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી મુજબ, કુલ ૫૨ બેઠકોમાંથી ૨૬ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. વિગતે જોતા, અનુસૂચિત જાતિ માટે ૧૦ બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી ૫ બેઠકો મહિલા અનામત રહેશે. તેવી જ રીતે, અનુસૂચિત આદિજાતિ માટે ૧ બેઠક અને પછાત વર્ગ માટે કુલ ૧૪ બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં પછાત વર્ગની મહિલાઓ માટે ૭ બેઠકો અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. બાકી રહેતી ૨૭ બેઠકો બિન-અનામત વર્ગ માટે રહેશે, જેમાં પણ ૧૪ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરવામાં આવી છે. આ સીમાંકન અને બેઠક ફાળવણી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે અમલી બનશે, જેનાથી શહેરના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
નવા સીમાંકન અને બેઠક ફાળવણી મુજબ કુલ ૫૨ બેઠકોમાંથી ૨૬ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. વિગતે જોઈએ તો, અનુસૂચિત જાતિ માટે ૧૦ બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી ૫ બેઠકો મહિલા અનામત રહેશે. અનુસૂચિત આદિજાતિ માટે ૧ બેઠક નક્કી કરવામાં આવી છે. પછાત વર્ગ માટે કુલ ૧૪ બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં ૭ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. બાકી રહેતી ૨૭ બેઠકો બિન-અનામત વર્ગ માટે રહેશે, જેમાંથી પણ ૧૪ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે.
આ આદેશ મુજબ વોર્ડ વાઈઝ બેઠકોની ફાળવણી પણ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની બેઠકો વોર્ડ નંબર ૭, ૯, ૧, ૧૦, ૧૩, ૮, ૬, ૩, ૪ અને ૨માં ફાળવવામાં આવી છે. અનુસૂચિત આદિજાતિની એક બેઠક વોર્ડ નંબર ૬માં ફાળવાઈ છે. પછાત વર્ગની બેઠકો વોર્ડ નંબર ૪, ૧, ૬, ૧૩, ૨, ૮, ૩, ૧૨, ૧૦, ૧૧, ૫ અને ૭માં ફાળવવામાં આવી છે. આ નવું માળખું આગામી સામાન્ય ચૂંટણીઓ માટે અમલી બનશે.
------------

Comments