Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.માં કોમર્સ વિભાગ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સમાપન

24 February



ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન તથા ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનાં કોમર્સ વિભાગ દ્વારા “ રિસર્ચ મેથડોલોજી ઇન કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોન્સેપ્ટ, ટુલ્સ એન્ડ એપ્લિકેશન” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનું ઉદ્દઘાટન કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં ચેરપર્સન પ્રોફેસર. ડૉ. એસ. જે. પરમાર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરના આ વર્કશોપમાં નિષ્ણાત તરીકે પ્રોફે. ડૉ. એસ. જે. પરમાર, પ્રોફે. ડૉ.અશ્વિન સોલંકી, પ્રોફે.ડૉ. ચિંતન રાજાણી, પ્રોફે. ડૉ. ભાવેશ વણપરિયા,  પ્રોફે. ડૉ. નોયલ દલીવાલા, ડો. ચેતન મેવાડા દ્વારા સંશોધનનાં મહત્વપૂર્ણ ટોપિક-સંશોધન ડિઝાઇન, સંશોધનનાં વિવિધ મોડેલ, આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ દ્વારા કોમર્સ તથા સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોને સંશોધનના મૂળભૂત સિદ્ધાંતો, આધુનિક સાધનો અને પ્રયોગાત્મક પદ્ધતિઓ અંગે વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. સંશોધન પેપર લેખન, પ્રકાશન અને ગુણવત્તાસભર સંશોધન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ બે દિવસીય વર્કશોપમાં કોમર્સ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સ સહિત વિધાશાખાના રાજ્ય તેમજ રાજ્ય બહારની વિવિધ યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ પ્રોફે. ડૉ. ભાવેશ વણપરીયા ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપનાં તમામ સેશનને આવરી લેતા રેપોચિયર રિપોર્ટ ડો. રૂપલ દેસાઈ અને સાહિલ ગોર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં વર્કશોપના ડિરેક્ટર ડો.પી.એસ હિરાણી તેમજ કો-ઓર્ડીનેટર તરીકે ડો.મનિષાબેન બારડ અને ડો.કૌશિક આર. દળવીની મહત્વની ભૂમિકા રહી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM