અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યૂટીના ૪.૬૩ કરોડના કામોને બહાલી
નલિયા : અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યૂટીના કામોને બહાલી સાથે આગામી વર્ષના બજેટને બહાલી અપાઈ હતી. પ્રમુખ મહાવીર સિંહ જુવાનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ખાસ સામાન્ય સભાની શરૂઆતમાં રાષ્ટ્રગીત બાદ એજન્ડા મુજબ કામકાજ ચલાવવામાં આવેલ હતા.
સભામાં તમામ સદસ્યઓનું સ્વાગત વિસ્તરણ અધિકારી ભણજીભા સોઢાએ કરી સૌને આવકાર આપ્યો હતો.સભામાં અબડાસા તાલુકા પંચાયતના અને ૨૦૨૫/૨૬ ના વર્ષના સુધારેલ અંદાજપત્રક તથા આગામી ૨૦૨૬/૨૭ ના વર્ષના અંદાજપત્રને આખરી બહાલી આપવામાં આવી હતી. કમ્પ્યુટરને લગતી કામગીરી કરવા માટે હંગામી ધોરણે કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવામાં આવેલ.તાલુકા સ્ટેમ્પ ડયુટીના કામોની ગ્રાન્ટ રકમ ૪,૬૩,૯૬,૨૫૦ (ચાર કરોડ ત્રેસઠ લાખ છનું હજાર બસો પચાસ) ના તાલુકાના વિવિધ કામોમાં સ્ટેમ્પ ડયુટીના કામોનું આયોજન કરવામાં આવ્યું.આજની સભામાં તલાટીઓની તાલુકાના વિવિધ ગામોમાં ઘટ અંગેની, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટ ઉપર તકતીઓ લગાડવાની, રેલડીયા મંજલ ગામે ગ્રામ પંચાયત ઘર બનાવવા અંગે, વિકાસ કામોના બાકી પેમેન્ટ સત્વરે કરવા અંગેના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી.સભામાં ઉપપ્રમુખશ્રી દ્વારા તમામ સદસ્યશ્રીઓની ગત પાંચ વર્ષમાં થયેલ કામગીરી બદલ આભાર માનવામાં આવ્યો હતો વિપક્ષ નેતા શ્રી દાદાભાઈ જત દ્વારા પણ તમામ બોડીનો આભાર માનવામાં આવેલ હતું. આ સભામાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોતમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા, ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્યો ચેતનાબા જયેન્દ્રસિંહ જાડેજા, સંગીતાબેન ગુંસાઈ, ઇબ્રાહીમભાઇ વાઘેર, શાંતાબેન શંકરલાલ પટેલ, મહાવીર સિંહ રમુભા જાડેજા, જાફરભાઈ હિંગોરા, મોકાજી સોઢા, વિપક્ષી નેતા દાદાભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ બાદ આ સભા પૂર્ણ કરવામાં આવી હતી.
--------

Comments