ભચાઉના વાડી વિસ્તારમાં શોર્ટ સર્કિટથી દાડમની ખેતીમાં આગ
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ શહેરના વાડી વિસ્તારમાં મંગળવારે બપોરે આશરે અઢી વાગ્યાના અરસામાં આકસ્મિક આગની ઘટના બની હતી. વાડી વિસ્તારમાંથી પસાર થતી ભારે દબાણવાળી વીજ લાઈનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા તેના તણખા નીચે રહેલા દાડમના બગીચામાં પડ્યા હતા, જેના કારણે જોતજોતામાં ખેતીમાં આગ ફેલાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતા જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત એક કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું. આ સફળ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
------

Comments