નવાનગર પાન્ધ્રો ખાતે પશુરોગ નિદાન - સારવાર કેમ્પ યોજાયો
દયાપર - કચ્છઉદય : લખપત તાલુકાના નવાનગર પાન્ધ્રો ખાતે પશુરોગ નિદાન સારવાર કેમ્પ જીએમડીસી અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા યોજાયો હતો.
આ પ્રસંગ જીએમડીસી લખપત પુનરાજપર પ્રોજેક્ટના દિનેશસિંહ પાનવર, પાન્ધ્રો પ્રોજેક્ટના એચ.જી. દવે, સીએસઆર હેડ એમ.કે. માણેક, પાન્ધ્રો પૂર્વ સરપંચ વિક્રમસિંહ સોઢા, પાન્ધ્રો પૂર્વ ઉપસરપંચ કુલદિપસિંહ ચાવડા, જવારાજી હેડાઉ, ગીરીરાજસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડોક્ટર નીકુંજ પીપલીયા, ડોક્ટર દિપ સોજીત્રા, ડોક્ટર રવીભાઈ માલવીયા સાથે એલઆઈની ટીમે સેવા આપી હતી તેમજ આજુબાજુના વિસ્તાર કોરીયાણી, કપુરાશી, ફુલરા, મિઠીયારી, પાન્ધ્રો, નવાનગર, સોનલનગર, મુડીયાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પશુઓની સારવાર માટે ૨૦૦ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે લમ્પી તા, ગર્ભાશયના ઇન્ફેક્શન, થર્મલ તાવ, દુધમાં ચેપને લગતી સારવાર કરવામાં આવી હતી. પાન્ધ્રો, નવાનગર, સોનલનગર, કોરીયાણી, કપુરાશી ગૌ સેવા સમિતિના સભ્યોને સન્માનિત કરાયા હતા
કાર્યક્રમના અધ્યક્ષ પાન્ધ્રો જીએમડીસી પ્રોજેક્ટના જનરલ મેનેજર એચ.જી. દવેએ પશુઓની સારવાર માટે જીએમડીસી દ્વારા સાથ સહકાર આપવા જણાવ્યું હતું . વિક્રમસિંહ સોઢાએ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જીએમડીસીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુઓની સંખ્યા છે ત્યારે પશુપાલનનેે પશુ સારવાર માટે આ મેગા કેમ્પ ખુબ ઉપયોગી છે. નવાનગર ગૌ સેવા સમિતિના ગણપતભાઈ રાવલે ગૌ સેવા માટે નવાનગરના ગ્રામજનોનો મોટાપાયે ફાળો છ. છેલ્લા ૧૦ વર્ષથી આ સેવા ચાલુ છે ત્યારે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ તેમજ જીએમડીસી દ્વારા સેવા મળી રહી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિર્મલસિંહ સરદારે ગૌ શાળા માટે ઘારચારાની જરૂર હોય તો પોતે ટોકન ચાર્જથી ઘાસ આપવાની જાહેરાત કરી હતી. કાર્યકમને સફળ બનાવવા નવાનગર ગૌ સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અશોકભાઈ હિંડોચાએ કર્યું હતું. આભારવિધિ ગણપતભાઈ રાવલે કરી હતી.
-------

Comments