Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ૧૧૭ વૃદ્ધ વડીલો ટીફીન સેવા દ્વારા ઘેરબેઠાં જમી રહ્યા છે ભોજન 

24 February



ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં રહેતા એકલા-અટુલા નિરાધાર અને ૭૦ ની વય વટાવી ચૂકેલા ૧૧૭ વૃદ્ધ વડીલોને ઘેર બેઠાં ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. જેઓ ઘરથી બહારે નીકળી શકતા નથી. રસોઇ બનાવી શકતા નથી, એકલા-અટુલા-નિરાધાર છે તેવા વૃદ્ધોને દરરોજ તેમનાં ઘર સુધી ટીફીન દ્વારા ભોજન ભુજની માનવજ્યોત સંસ્થા પહોંચાડે છે. નાત-જાતના ભેદભાવ વિના દરરોજ ૧૧૭ વૃદ્ધોને નિઃશુલ્ક ભોજન ટીફીન દ્વારા પહોંચાડાય છે.
માનવસેવાની આ પ્રવૃત્તિમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર, મહાવીર-કબીર-સાઇ સત્સંગ મંડળ-ભુજ, ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર ભુજ તથા અન્ય સહયોગી દાતાઓનો સહયોગ મળતો રહે છે. સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, પરેશ માહેશ્ર્‌વરી, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, નરશીંભાઇ પટેલ તથા રફીક બાવા સંભાળી રહ્યા છે.
------

Comments

COMMENT / REPLY FROM