Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના અપનાનગરમાંથી ૭.૫૫ લાખનો દારૂ પકડાયો

24 February



એ ડીવીઝન પોલીસે દરોડો પાડી દારૂની ૧પ૭૧ બોટલ કબજે કરી : ઘર ભાડે રાખી શરાબનો કરાતો હતો વેપલો 

ગાંધીધામ - કચ્છઉદય : શહેરના અપનાનગર વિસ્તારમાં ઘર ભાડે રાખી દારૂ વેચવાની પ્રવૃતિ પકડાઈ હતી. આ મામલે તપાસ કરી ૭.પપ લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. 
આ મામલે જાણવા મળતી વિગતો મુજબ આરોપી મુળ રાજસ્થાનના હાલે નવી સુંદરપુરીમાં રહેતા બોદુરામ ક્રિષ્નારામ પ્રજાપતિએ દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. બાતમીના આધારે અપનાનગરમાં મકાન નં. ૪૩ - બીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સીડી નીચે ખાચામાં દારૂની પેટીઓ રાખવામાં આવી હતી. રોયલ ચેલેન્જ વ્હિસ્કી, બેગપાઈપર, સુપર જયુબીલી સહિતની બ્રાન્ડની દારૂની નાની મોટી ૧પ૭૧ બોટલ કબજે કરવામાં આવી હતી. જેની કિંમત ૭,પપ,૭રપ આંકવામાં આવી છે. આ સાથે રેડ દરમ્યાન આરોપી બોદુરામ હાજર ન મળી આવતા તેની સામે એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ બે મહિના પહેલા આ મકાન ભાડે રાખ્યું હતું. કેટલા સમયથી દારૂની પ્રવૃતિ કરવામાં આવતી હતી, તે દીશામાં એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એમ. ડી. ચૌધરી સાથે પીએસઆઈ વી. એચ. ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ બાબતે પીઆઈ એમ. ડી. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી બોદુરામની બનાસકાંઠા જિલ્લાના પાંથાવાળા પોલીસ સ્ટેશનના દસ વર્ષ જુના લીસ્ટેડ દારૂના ગુનામાં અટક કરવામાં આવી હતી. તેને પાંથાવાળા પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યાંથી કસ્ટડી લઈ આ કેસમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

 

Comments

COMMENT / REPLY FROM