Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝ સુરક્ષાના ‘કોઠા’ વિંધાયાઃ ૬ ગાર્ડની હાજરી છતાં લાખોના કેબલની ચોરી, જવાબદારી કોની?

24 February


કંડલા ઇકોનોમિક ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા રામભરોસે? સોપારીકાંડ બાદ હવે કેબલ ચોરીની ઘટનાએ અનેક શંકા-કુશંકાઓ જન્માવી

ખાટલે મોટી ખોટ : સોપારીકાંડ વખતથી અમે જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છીએ તેને સમર્થન મળ્યું છે ને..? આધોઈ સોપારી કેસમાં સોપારી જ નીકળી ગઈ કે અન્ય કંઈ બીજું પણ? આવુ અમે સતત પુછી રહ્યા છીએ..!, જુઓ હવે કેબલ પણ સુરક્ષાગાર્ડની તૈનાતીના નાક નીચેથી નીકળી ગયો, તો બીજું શું અહીથી નહીં નીકળી જતુ હોય..!


હવે સમય આવી ગયો છે કે ઝોન પ્રશાસન અને પોલીસ માત્ર ‘ચોર’ ને જ નહીં, પણ આ ચોરીમાં આડકતરી રીતે મદદગાર બનેલી સુરક્ષા વ્યવસ્થાના જવાબદારોને પણ કઠેડામાં ઉભા કરે. જો અત્યારે કડક પગલાં નહીં લેવાય, તો કાલ ઉઠીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવે તેવી કોઈ ગંભીર ઘટના બનતા વાર નહીં લાગે.



ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જ્યાં સામાન્ય નાગરિક માટે પ્રવેશ કરવો પણ લોઢાના ચણા ચાવવા સમાન છે, ત્યાં તસ્કરો બેરોકટોક હાથફેરો કરી રહ્યા છે. તાજેતરમાં એક યુનિટમાંથી લાખો રૂપિયાના કેબલ ચોરાયાની ફરિયાદ નોંધાતા સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ છે. નવાઈની વાત એ છે કે, જે ગોડાઉનમાંથી ચોરી થઈ ત્યાં શિફ્ટ વાઈઝ કુલ ૬ સિક્યુરિટી ગાર્ડ તૈનાત હતા, છતાં ચોરો આરામથી માલ સામાન લઈ રફુચક્કર થઈ ગયા.કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે એક એવો વિસ્તાર જ્યાં પક્ષી પણ પરવાનગી વગર પર મારી શકતું નથી તેવી છાપ છે. પરંતુ, તાજેતરની ઘટનાઓએ આ ભ્રમને ભાંગીને ભુક્કો કરી નાખ્યો હોય તેવી ચર્ચાઓ શરૂ થવા પામી છે. અગાઉ કરોડોના ‘સોપારીકાંડ’ થી ચર્ચામાં આવેલા આ ઝોનમાં હવે એક યુનિટમાંથી લાખોના કેબલની ચોરી થવી એ માત્ર ગુનો નથી, પણ સુરક્ષા વ્યવસ્થાના નખશીખ પોલાણનું વરવું પ્રદર્શન છે.અહી સૌથી મોટો સવાલ એ છે કે, જે ગોડાઉન પર શિફ્ટ વાઈઝ ૬-૬ સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય, ત્યાંથી લાખોની મત્તાના વાયરો ચોરાઈ જાય અને ગાર્ડને ગંધ પણ ન આવે? શું આ ગાડ્‌ર્સ ફરજ પર ઘસઘસાટ ઊંઘતા હતા કે પછી તસ્કરો સાથે કોઈ ‘અંદરખાને’ ગોઠવણ હતી? સામાન્ય રીતે કાસેઝમાં પ્રવેશવા માટે સામાન્ય નાગરિકોએ સુરક્ષાના અનેક સ્તરોમાંથી પસાર થવું પડે છે, ત્યારે આટલી મોટી ચોરી કરી તસ્કરો હેમખેમ બહાર નીકળી જાય તે ઝોન પ્રશાસન માટે શરમજનક બાબત છે.બીજો અગત્યનો મુદ્દો ઝ્રઝ્ર્‌ફ કેમેરાનો છે. દરેક યુનિટને અગાઉથી જ સીસીટીવી લગાવવાના આદેશો અપાયા હોવા છતાં, આ યુનિટમાં કેમેરા ન હોવાનુ ચર્ચાય છે તો સવાલ છે કે અહી કેમેરા કેમ નહોતા? અને જો નહોતા તો ઝોન પ્રશાસને અત્યાર સુધી કેમ કોઈ તપાસ કે દંડની કાર્યવાહી ન કરી? આ બેદરકારી માત્ર યુનિટ માલિકની જ નહીં, પણ સમગ્ર ઝોનની દેખરેખ રાખતી એજન્સીની પણ છે. સોપારીકાંડ વખતે અમે સતત સવાલો ઉઠાવ્યા હતા કે ઝોનમાંથી માત્ર સોપારી જ નીકળી છે કે બીજું પણ કંઈ ગેરકાયદેસર રવાના થયું છે? કેબલ ચોરીની આ ઘટના એ શંકાને વધુ મજબૂત બનાવે છે કે સુરક્ષામાં મોટા છીંડા’ પડી ગયા છે. શું સુરક્ષા એજન્સીઓ માત્ર કાગળ પર જ સક્ષમ છે?ાસેઝ પ્રશાસન અને પોલીસ તપાસમાં જો સિક્યુરિટી એજન્સીની સંડોવણી સામે આવે તો ઝોનની પ્રતિષ્ઠા પર મોટું લાંછન લાગી શકે છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાધિશો આ મામલે કેવા પગલાં ભરે છે.


.................



કરોડોની સોપારી બાદ હવે કેબલ?

ગાંધીધામ : અગાઉ સોપારીકાંડમાં ઝોનની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા. શું પ્રશાસન માત્ર સોપારી નીકળી છે કે બીજું કંઈ પણ ગેરકાયદેસર બહાર ગયું છે તેની તપાસ કરશે?
સુરક્ષા એજન્સીની બેદરકારીઃ કાસેઝ પ્રશાસન દ્વારા જે એજન્સીને સુરક્ષા સોંપવામાં આવી છે, તેની સામે કડક કાર્યવાહી ક્યારે થશે? શું આ માત્ર બેદરકારી છે કે ‘ભીનું સંકેલવાનો’ ખેલ?


................

કાસેઝના ગોડાઉનમાંથી તસ્કરો 
૧૬ લાખના વાયર ઉઠાવી ગયા



ગાંધીધામ - કચ્છઉદય : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આવેલા ગોડાઉનમાંથી તસ્કરો ૧૬ લાખના વાયરો ઉઠાવી ગયા હતા. આ મામલે ગાંધીધામ બી ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.
આ મામલે જાણવા મળતી વિગતો મુજબ પ્રાંજ ઈન્ડસ્ટ્રીયલ લીમીટેડ કંપની દ્વારા ગોકુલ ઓવરસીઝ નામની કંપનીનું ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે. તેમાં કેબલ વાયરનો સ્ટોક રાખેલો હતો. તસ્કરોએ ગોડાઉનમાં પ્રવેશ કરી પાછળનું શટર ઉચું કરી ૮પ૬૬ ફુટ કેબલ વાયર કિંમત રૂા. ૧પ,૯પ,૭ર૩ ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ ૧ર ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન બન્યો હોવાનું ફરિયાદી મનોજકુમાર ગુપ્તાએ બી ડીવીઝન પોલીસમાં જણાવ્યું છે. સ્ટોક ગણતરી અને હેડ ઓફીસથી ફરિયાદ કરવાનું કહેતા મોડેકથી ગુનો દાખલ કરાયો હતો. 


..........................


ચોરીની ઘટનાના સળગતા સવાલો..!

૧. સુરક્ષાનો સવાલઃ ૬ ગાર્ડની હાજરીમાં ચોરી થવી એ ‘બેદરકારી’ છે કે ‘ષડયંત્ર’? ર. નિયમોનું ઉલ્લંઘનઃ સીસીટીવી વગર યુનિટ કેવી રીતે ધમધમતું હતું? ૩.જવાબદારીઃ સુરક્ષા એજન્સીના લાયસન્સ રદ કેમ ન કરવા જોઈએ? 
૪. તપાસનો વ્યાપઃ શું આ ટોળકીમાં અંદરના જ કોઈ માણસો સામેલ છે?


...............

એક્ઝિટ પોઈન્ટ પર તપાસનું શું?

ગાંધીધમા :  ઝોનમાંથી કોઈ પણ વસ્તુ બહાર કાઢવા માટે કડક ચેકિંગ થાય છે, તો આટલા મોટા જથ્થામાં કેબલ બહાર નીકળી ગયા ત્યાં સુધી કોઈને ગંધ પણ કેમ ન આવી?

 

Comments

COMMENT / REPLY FROM