Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ૧૮ર કરોડ ના મ્યુલ બેંક કૌભાંડમાં નવા ફણગાં સુત્રધાર લલિત દુબઈ સરકી ગયો કે ભગાડી દેવાયો? ચકચાર..!

24 February

અંજારની મોટી કચેરીનો વહીવટદાર દેવરાજ કેમ ભુર્ગભમાં!


સિદ્ધાર્થ કયા બની બેઠેલા ચોપાનીયાવાળાની કરતો હતો ચમચાગીરી? યશ-સિદ્ધાર્થની ચેટમાં લલિતનું નામ ખુલી જ ગયાની છે ચર્ચા : લલિત જેવા મોટામાથાઓને પકડવાનો ગાળીયો લંબાવવાના બદલે અન્ડરગ્રાઉન્ડ કરાવી દેવાયો હોવાની સંકુલમાં જામી છે ચકચાર, જેના ભાગરૂપે જ લલિત દુબઈ ભાગી ગયો છે, લલિત ઝડપાશે તો ખાખીનો બની બેઠલા વહીવટદાર દેવરાજ અને તેની પણ અનેકવિધ નાની-મોટી અન્ય કડીઓ આવી શકે છે બહાર



પૂર્વ કચ્છ પોલસે પકડેલા ૧૮ર કરોડના મ્યુલ કૌભાંડમાં જો યશ-સિદ્ધાર્થના કડક પુછાણા લેવાશે તો મોટો આક્કા લલિત અને તેનો મુખ્ય સાગરીત વિશાલ ચીબા જેવાઓની પણ ખુલશે મોટી સંડોવણી : સાથે સાથ જ અંજારની મોટી કચેરીનો ખાખીનો બની બેઠેલા વહીવટદાર દેવરાજનો પણ ભ્રષ્ટ રોલ આવી શકે છે બહાર?



ક્રીકેટ સટ્ટા, હવાલાકાંડ, કાળાના ધોળા કરવાના કારનારાઓ લલિત, વિશાલ ચીબાની ટોળકી ગાંધીધામ સંકુલમાં લાંબા સમયથી ચલાવતા હોવાની છે ચર્ચા : મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ જ ક્રીકેટ સટ્ટાના કાળા નાળા-હવાલા કરવા, તથા બ્લેકમની વ્હાઈટ  કરવા માટે મોટા  પ્રમાણમાં થયો હોવાની છે ચર્ચા


ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાંથી ઝડપાયેલા ૧૮ર કરોડના મ્યુલ બેંક એકાઉન્ટના મુખ્ય સૂત્રધારો અને તેમની ભુમિકાઓ મામલે પણ કડક તપાસ કરવી જોઈએ. જો પકડાયેલ યશ તથા સિદ્ધાર્થ જેવાઓના કડક રીમાન્ડ લઈ પુછતાછ આકરી રીતે કરવામા આવશે તો આ સમગ્ર નેટવર્કમાં લલિત મુખ્ય વ્યક્તિ હોવાનુ સામે આવી જશે. તો વળી બીજીતરફ  વિશાલ કે જે તેનો જમણો હાથ ગણાય છે તેની પણ બેનામી સામ્રાજયની હકીકતો સામે આવી શકે તેમ છે. એટલુ માત્ર જ નહી પરંતુ મ્યુલ બેંક એકાઉન્ટના આ કૌભાંડો ક્રીકેટ સટ્ટાના કાળા નાળાઓને હવાલાથી વિદેશ મોકલવા ઉપરાંત કાળા નાણાને ધોળા કરવાના આયોજનબદ્ધ ચાલતા એક મોટા નેટવર્કનો ખુલાસો થવા પામી જશે તેમ કહેવાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ લલિત-વિશાલ ચીબા જેવાઓની આ ટોળકીઓની સાથે ખાખીનો વહીવટદાર બની અને પૂર્વ્‌ કચ્છનો કયો ભ્રષ્ટ દેવરાજ ભુમિકા ભજવતો હતો? તેના સુધી પણ તપાસના રેલા પહોચવાની સંભાવનાઓ સામે આવવા પામી રહી છે. કહેવાય છે કે, પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જે કેસ ખોલવામા આવ્યો છે, પદાફાશ કર્યો છે તેમાં યશ અને સિદ્ધાર્થ જેવાઓની ચેટની ચકાસણીઓ કરતા તેમાં લલિત સહિતનાઓના કાચા ચીઠ્ઠાઓ સામે આવી ગયા છે. હવે લલિતને જો પકડાય તો આખાય ફેલાયેલા સૌથી મોટા નેટવર્કનો ખુલાસો થવાની ભીતી હોવાથી આ લલિત હાલમાં દુબઈ સરકી જવા પામ્ય હોવાનુ મનાય છે. આ વેળાએ પણ સવાલ ઉઠી રહ્યો છે કે, આ લલિત દુબઈ સરકી ગયો છે કે તેને દુબઈ ભગાડી દેવામા આવ્યો છે? તે ઉપરાંત લલિતનો જમણો હાથ તરીકે જે મનાય છે અને તેના બેનામી આ આખાય નેટવર્કનો દોરીસંચાર જે સંભાળતો ફરે છે તે વિશાલ ચીબો છે. મ્યુલ બેંક એકાઉન્ટ, ક્રીકેટ સટ્ટા, હવાલાકાંડ, કાળાના ધોળા કરવાના બેનામી ધંધામાં વિશાલ હાલમાં ૧૦૦થી ૧પ૦ કરોડનો આસામી બની ગયો હોવાનુ પણ ચર્ચાવવા પામી રહ્યુ છે. એટલુ માત્ર જ નહી પણ લલિત પોતાના પુત્ર સાથે અને વિશાલને પણ દુબઈ નશાડી ગયો હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. મોટાભાગે આ લલિત તેના બેનામી ધંધામાથી વિકસાવેલ કાળા સામ્રાજયના બેનામી નાણાથી દુબઈ, 
બેગ્કોક તથા ગોવામાં જ પડયોપાથર્યો રહેતો હોવાનુ ચર્ચાય છે. એટલુ જ નહી પણ કહેવાય છે કે, આ ટોળકીની સાથે અંજારની એક મોટી કચેરીનો વહીવટદાર બની બેઠલ દેવરાજ પણ આ ગેંગમાં સામેલ છે. તાજેતરમાં જ આ દેવરાજ લલિતના ગોવામાં આવેલા આલીશન વિલામાં મહેમાનગતિઓ માણી આવ્યો હોવાનુ ચર્ચાય છે. હાલમાં આ બની બેઠેલ વહીવટદાર દેવરાજ પણ ભુર્ગભમાં જ ઉતરી ગયો હોવાની ચર્ચા છે. જો પૂર્વ્‌ કચ્છ પોલીસ ૧૮ર કરોડના આ પ્રકરણની તટસ્થા સાથે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરશે તો મ્યુલ બેંક એકાઉન્ટમાં લલિત, વિશાલ(ચીબો), યશ-સિદ્રાર્થ, સહિતની ટોળકી દ્વારા ક્રીકેટ સટ્ટા, હવાલાકાંડ, કાળાના ધોળા કરવા સહિતના મોટા કારનામાઓ અને તેની મોટી ચેઈન ખુલી શકે તેવી શકયતાઓ જાણકારો દર્શાવી રહ્યા છે.


......................

કોર્ટમાંથી કેમ ન કરાવાયા ઓર્ડર..!


હીસ્ટ્રીશીટર-બુટલેગરોની સંપત્તી પર બુલડોજર ફરે છે,
તો લલિત-વિશાલ ટોળકીની બેનામી સંપત્તી કેમ આબાદ?

બુટલેગરો કે હીસ્ટ્રીશીટર કાયદાને નુકસાન પહોચાડતા હશે, પણ લલિત-વિશાલ જેવા શખ્સો તો દેશની આર્થિક તિજોરીને જ પાડે છે અબજોના ફટકા, દેશની સાથે ગદ્વારી કરીરહ્યા છે, તેમની મિલ્કતો કેમ નથી લેવાતી ટાંચમાં? કમસેકમ આવી સંપત્તીઓ ટાંચમાં લઈ, તેની લીલામી કરી અને તે રકમને લલિત ટોળકીએ જે નિદોર્ષ લોકોના બેંક ખાતા ઉપયોગ કર્યા છે, છેતર્યા છે તેવાઓને સરકારે આપવી જોઈએ પરત

બુટલેગરો કે હીસ્ટ્રીશીટર કાયદાને નુકસાન પહોચાડતા હશે, પણ લલિત-વિશાલ જેવા શખ્સો તો દેશની આર્થિક તિજોરીને જ પાડે છે અબજોના ફટકા, દેશની સાથે ગદ્વારી કરીરહ્યા છે, તેમની મિલ્કતો કેમ નથી લેવાતી ટાંચમાં? કમસેકમ આવી સંપત્તીઓ ટાંચમાં લઈ, તેની લીલામી કરી અને તે રકમને લલિત ટોળકીએ જે નિદોર્ષ લોકોના બેંક ખાતા ઉપયોગ કર્યા છે, છેતર્યા છે તેવાઓને સરકારે આપવી જોઈએ પરત


ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ગુનેગારોની કમર તોડી નાખવા માટે તેઓએ બેનામ ધંધામાથી વસવોલી ગેરકાયદેસર સંપત્તી પર જ ઘણ ફટકારી રહી છે, બુલડોઝર ફેરવી રહી છે. રાજયભરમાં કઈક આવા હીસ્ટ્રીશીટર ગુનેગારો,બુટલેગરોની સંપત્તી તોડી પડાઈ છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આ તત્વો તો કદાચ કાયદાને લલકારી રહ્યા છે છતા તેમની સંપત્તીઓ તોડી પાડવામા આવી રહી છે તો લલિત ગેગ જેવા તત્વો તો દેશની તિજોરીને મોટુ નુકસાન પહોચાડી રહ્યા છે. દેશની સાથે દ્રોહ કરી રહયા છે, તેમની સામે કેમ આ પગલા નથી લેવાતા? લલિત ભલે દુબઈ સરકી ગયો હોય પણ તેની સંપત્તીનો બ્યુરો આખો કાઢવામા આવે, તેના સાગરીતોની સંપત્તીની પણ યાદી તૈયાર કરવામાં આવે, આ સંપત્તી વસાવાના સ્ત્રોત શું રહ્યા છે? મ્યુલ બેંક કૌભાંડ, ક્રીકેટ સટ્ટાકાંડ, હવાલા કૌભાડ જ હોય તો લલિતની ગેંગની સામે ભારે કડકાઈથી તેની સંપત્તીઓ જ સિઝ કરવાની કાર્યવાહી કરી દેવી જોઈએ. લલિત અને તેના પરીવારજનોના નામે પણ જે સંપત્તી હોય તેની પણ માહીતીઓ એકત્રીત કરવી જોઈએ.કેમ આ બાબતે કંઈ કાર્યવાહી નથીકરવામા આવતી?


...........................


લલિત-વિશાલ ચીબા પાસે શું હતુ? અને આજે શું છે?
વૈભવી જીવનશૈલી-મોંઘીદાટ કારો આવી કયાંથી.?



આદિપુરના પોસ વિસ્તારમાં લલિત-ચીબાની કરોડની કીમંતના બંગલાઓ કઈ અવકમાથી આવ્યા?


કાળા-નાણાને ધોળા દેખાડવા માટે વડોદરામાં એક ડમી કંપની ઉભી કરી હોવાની છે ચર્ચા



ગાંધીધામ : લલિત-વિશાલ ચીબા જેવા તત્વો પાસે એક-દાયકા પહેલા હતુ શુ? આજે એકાએક વૈભવી જીવનશૈલી કેવી રીતે જીવતા થઈ ગયા? લલિત વર્ષના છ મહીના દુબઈ, ચાર મહીના બેંગ્કોક થાઈલેન્ડ અને બાકીના બે મહીના ગોવામાં જ પડયોપાથર્યો રહે છે. બન્નેના આદિપુરમાં મોંઘાદાટ વિશાળ ભવ્ય બંગલાઓ-હવેલીઓ આવેલી છે. એકાદ-બે કરોડની મોંઘીદાટ એકથી વધુ ગાડીઓ ચલાવી રહયા છે.  કરેાડની કીમંતી લકઝરી ગાડીઓના કાફલા આ શખ્સો પાસે આવ્યા કયાથી??વિદેશ પ્રવાસઃ તે વર્ષમાં સરેરાશ ૧૦ વાર દુબઈ અને 
૫ વાર બેંગકોકની મુલાકાત લે છે. બાકીનો મોટાભાગનો સમય તે ગોવાના વૈભવી રિસોટ્‌ર્સમાં વિતાવે છે. એટલુ માત્ર જ નહી પરતુ પોતાના ગેરકાયદેસર નાણાંને કાયદેસર બતાવવા માટે તેઓએ વડોદરા આસપાસમાં એક કોસ્મેટિક કંપની શરૂ કરી છે. આ કંપનીનો ઉપયોગ મુખ્યત્વે ‘બ્લેક મની’ ને ‘વ્હાઈટ’ કરવા માટેના એક સાધન  તરીકે કરવામાં આવી 
રહ્યો છે.

....................

- તો લલિત ટોળકીના રીયલ એસ્ટેટમાં પણ
નીકળશે બેનામી રકમોના મોટા રોકાણ.?

દુર્ગામાંના આર્શીવાદથી કઈ સોસાયટીમાં લલિત-વિશાલે કરોડોની રકમોના કર્યા છે રોકાણ?


ગાંધીધામ : ક્રીકેટ સટ્ટોડીયા તરીકે પંકાયેલ લલિત અને તેની ટોળકી આ બેનામી ધંધાઓમાંથી એટલી ફાટીને ફુલેકે ગયેલ છે કે, તેઓએ ગાંધીધામ સંકુલમાં આસપાસમાં આલીશાન સોસાયટીમાં કરોડોનું રોકાણ કર્યુ છે. ક્રીકેટ સટ્ટા, મ્યુલ બેંક કૌભાંડમા હેરફેર કરેલી હવાલાની રકમથી લલિત આણી ટોળકી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મોટું રોકાણ ધરાવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. કાળાનાળાને છુપાવવા માટે પણ રીયલ એસટેટમાં રોકાણ ધરાવી રહ્યા હોવાનુ ચર્ચાય છે.

Comments

COMMENT / REPLY FROM