Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના નવનિયુક્ત મામલતદાર અરૂણકુમાર નિનામાએ ચાર્જ સંભાળ્યો

23 February


નલિયા -કચ્છઉદય : અબડાસાના નવનિયુક્ત મામલતદાર એ.આર.નિનામાએ મામલતદારનો ચાર્જ સંભાળી હાજર થતા અબડાસા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજુભા જાડેજા, હરિસિંહ ચૌહાણ ,જેઠાલાલ ભાનુશાલી, જગદીશસિંહ જાડેજા, શૈલેષભાઈ ભાનુશાલી તથા વેપારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
અબડાસા તાલુકાથી સારી રીતે વાકેફ એવા શ્રી નિનામા અબડાસામાં અગાઉ ઈ - ધરા તથા નાયબ મામલતદાર તરીકે સેવા બજાવી ચૂક્યા છે.અબડાસા પ્રાંત કચેરી, નલિયા ખાતે તેઓ શીરસ્તેદાર તરીકે પણ સેવારત હતા.તેમની નિમણૂકથી સ્થાનિક પ્રશ્નોથી જાણકાર અધિકારીની નિમણૂક થતા નાગરિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. 
-----------------

Comments

COMMENT / REPLY FROM