કારાઘોઘા ગામે સફાઈ અભિયાન અને ચબુતરાનું ભૂમિપૂજન કરાયું
મુંદરા - કચ્છઉદય : તાલુકાના કારાઘોઘા ગામે અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઇ છેડા અને એક સદગૃહસ્થ પરિવારના ઉદાર દાનથી ઝેરી બાવળ, પાણીના નાળાની સફાઈ અભિયાન અને પક્ષીઓ માટે ચબુતરાના ભૂમિપૂજનના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
સફાઈ અભિયાનની શરૂઆત દાતા પરિવારના સભ્ય અને ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડાના હસ્તે કરવામાં આવી હતી. જયારે ચબુતરાનું ભૂમિપૂજન દાતા સ્વ.જયોત્સનાબા હરેન્દ્રસિંહ જાડેજાની પુણ્ય સ્મૃતિમાં હસ્તે કનુભા આમરજી સમા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંદરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, કારાઘોઘા ગામના સરપંચ મુકેશભાઈ શેઠીયા અને ગામના સામાજિક તથા રાજકીય આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------

Comments