Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ ખાતે એક દિવસીય ઈન્ડક્શન તાલીમ કાર્યક્રમ યોજાયો

23 February


ભચાઉ - કચ્છઉદય : વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યુ.,ભચાઉ તથા રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર, સ.દા.કૃ.યુ.,  સરદાર કૃષિનગરના સંયુક્ત ઉપક્રમે વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે “ગ્રામીણ કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટ-અપ પ્રારંભ અને નવીનતા વિકાસ કાર્યક્રમ” વિષયક એક દિવસીય ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન યશ જે. પઢિયાર, વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડો. આર. એમ. જાડેજા તથા ડો.એન. આર. બુંબડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વિવિધ વિષય નિષ્ણાતો તરી કેડો. રવિકુમાર વાણીયા, ડો.વારીસ અલી, ડો. ભવ્યરાજસિંહ વાઘેલા,ડો. અતુલ નીનામા, ડો. જીગર જોષી, ડો. સોનલ વાજા, તન્વીબેન પટેલ સહિત અન્ય સ્ટાફ સભ્યો, ખેડૂત લાભાર્થીઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ ખાતે અભ્યાસરત પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત ડો. આર. એમ. જાડેજા દ્વારા કરવામાં કરી હતી, જેમાં તેમણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટરની પ્રવૃત્તિઓ, ઉદ્દેશ્યો તથા તેમના મિશન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ યશ જે. પઢિયારે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન સંભાળ્યું હતું. તે દરમિયાન તેમણે ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા, પ્રોત્સાહન અને નવીન કૃષિ આધારિત સ્ટાર્ટ-અપને સંસ્થાગત સહાય પૂરી પાડવામાં ઇન્ક્યુબેશન સેન્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તે ઉપરાંત સ્ટાર્ટ-અપ અને પરંપરાગત વ્યવસાય મોડેલ વચ્ચેના માળખાકીય, કાર્યપદ્ધતિ અને વૃદ્ધિ અભિગમના મૂળભૂત તફાવતોને સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા. 
પ્રતિભાગીઓએ કાર્યક્રમમાં પ્રાપ્ત થયેલ પ્રાયોગિક માર્ગદર્શન અને વ્યવહારુ માહિતી બદલ સંતોષ અને આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર તાલીમ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, સ્ટાફ સભ્યો અને ખેડુતો માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને કાર્યક્ષમ સાબિત થયો હતો તેમજ ગ્રામિણ કૃષિ ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ વિકાસ પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને પ્રેરણામાં નોંધપાત્ર વધારો કર્યો હતો. 
---------

Comments

COMMENT / REPLY FROM