Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની એકમોની ચૂંટણી કામગીરી માટે કચ્છમા જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સની નિમણૂંક

23 February

ગાંધીનગરઃરાજ્યમાં  યોજાનાર આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે તાત્કાલિક તાલીમ આપવામાં આવી શકે તે હેતુથી જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.  આ અંગે સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા રજૂ કરાયેલા દરખાસ્તોને ધ્યાનમાં લઈ શ્રી એ.એસ.હાશમી(જિલ્લા પુરવઠા અધિકારી), શ્રી સી.એમ. પ્રજાપતિ, પ્રાંત અધિકારી અબડાસા, કુ.જયોતિ ગોહીલ પ્રાંત અધિકારી ભચાઉની અધિકારીઓને જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.
 

Comments

COMMENT / REPLY FROM