Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ પોલીસ બેડામાં PI ની બદલીનો મોટો ઘાણવો વછુટયો

23 February


એસપીશ્રી સાગર બાગમારની લાલઆંખ : હાથ ધરી સામુહીક સાફસફાઈ : કંડલાના પીઆઈ એ.એમ.વાળાને કરાયા સાઈડલાઈન(એલઆઈબીમાં મુકાયા, ભચાઉના એ.એમ. જાડેજાને લીવરીર્ઝવમાં મુકી દેવાયા : 
૧પ જેટલા પીઆઈની કરાઈ સામુહીક બદલી

ભચાઉ-સામખીયાળી વિસ્તારમાં એસએમસીના ટુંકાગાળામાં પડેલા બબ્બે દરોડાએ સ્થાનિક ખાખીધારીઓની નિષ્ક્રીયતાઓ છત્તી કરી દેતા મોટા ફેરફારો થયા કે કેમ?


મ્યુલ બેંક એકાઉન્ટના ૧૮ર કરોડના કૌભાંડમાં લલિત જેવાઓને છાવરનારા તત્કાલીન સાયબર ક્રાઈમના અધિકારીને 
ર૦ લાખની રોલેક્ષ ઘડીયાલ ભેટમાં લેવી અંતે મોંગી પડી ગઈ કે કેમ? હવે મુકી દેવાયા છે તદન હાંસીયામાં


ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં એસપીશ્રી સાગર બાગમાર દ્વારા પીઆઈની બદલીનો મોટો આદેશ કરી દેતા સમગ્ર બેડામાં આતંરીક રીતે સોપો જ પડી જવા પામ્યો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં બોર્ડર રેન્જ આઈજીશ્રી તથા બન્ને એસપીશ્રીઓ દ્વારા કડકાઈથી પ્રજાભિમુખ કાર્યવાહી સતત કરવામા આવી રહી છે અને કાયદાની સુરક્ષા માટે ભગીરથ પ્રયાસો પણ થઈ રહ્યા છે ત્યારે બીજીતરફ અમુક વિસ્તારોમાં કેટલાક ભ્રષ્ટતત્વો દ્વારા જાણે કે, સિન્ડીકેટ જ બનાવી દેવામા આવી હોય તેવી રીતે બેનામી ધંધાવાળાઓ સાથે સેટીગ હોય તેમ આ પટ્ટામાં છાશવારે બહરાથી વિજિલન્સ જેવી ટીમો ત્રાટકી રહી છે અને સારી કામગીરી પર પાણી ફેરવાતી સ્થિતી સર્જાતી સતત જોવા મળી આવતી રહી હતી.
દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી સાગર બાગમાાર દ્વારા પણ આજ રોજ સમગ્ર બેડામાં પીઆઈની સામુહીક મોટી બદલીઓ કરવાનો ઘાણવો જ વછુટી દીધો છે. ૧પ જેટલા પીઆઈની સામુહીક બદલીના આદેશ તેમના દ્વારા કરી દેવામા આવ્યા છે. એક ઝાટકે આટલા પીઅઈની ધડાધડ બદલીનો આદેશ વછુટી જતા આંતરીક રીતે પોલીસ બેડામાં પણ હલચલ જ મચેલી જેાવા મળી આવી રહી છે. 
જે બદલીઓ કરવામા આવી છે તેમાં આમ તો રૂટીન બદલીઓ જ હોવાનુ પ્રાથમિક તબકકે કહેવાઈ રહ્યુ છે પરંતુ અહી નોધનીય છે કે, પાછલા ત્રણેક માસના ટુંકાગાળામાં જ ભચાઉ-સામખીયાળી વિસ્તારમાં એસએમસી જેવી ટીમો ત્રાટકી અને સફળ કેસ કરી ગઈ છે. આજે પણ એસએમસીએ અહી તવાઈ બોલાવી અને દારૂનો જથ્થો પકડી પાડયો છે ત્યારે ભચાઉ પો.સ્ટેશનના પીઆઈ શ્રી એ.એમ. જાડેજાને લીવરિર્ઝવમાં મુકી દેવામા આવતા આ કાર્યવાહી સુચક રીતે જ જોવાઈ રહી છે. બીજીતરફ કંડલા જેવા ક્રીમ પોલીસ મથકમાં લાંબા સમયથી રહેલા એવા એ.એમ.વાડાને પણ એલઆઈબી જેવી જગ્યા પર મુકી સાઈડપોસ્ટ જ કરી દેવાયા હોવાનો  વર્તારો જાણકારો જોઈ રહ્યા છે. આજ રોજ થયેલા આ ઓર્ડરથી ખાખીમાં પણ આતંરીક રીતે ભારે ચર્ચાઓ તેજ બની જવા પામી છે. 


..................


કોને કયાંથી કયાં મુકવામાં આવ્યા..!


૧. શ્રી ડી.ડી.ઝાલાને એસઓજીથી ભચાઉ પો.સ્ટે. ર. શ્રી એમ.એન.દવે. ખડીર પો.સ્ટે.થી ગાગોદર પો.સ્ટે. ૩. શ્રીવી.એ.શેંગલને ગાગોર પો.સ્ટે.થી આડેસર પો.સ્ટે. ૪. શ્રી એ.એ.જાડેજાને ભચાઉ પો.સ્ટે.થી લીવરિર્ઝવમાં પ. શ્રી વી.કે. ગઢવીને સામખીયાળી પો.સ્ટેથી આઈયુસીએડબલ્યુમાં ૬. શ્રી વી.પી. આહીરને એ.ડીવી.પો.સ્ટેે.થી લાકડીયા પો.સ્ટે. ૭. શ્રી જે.એમ.વાળા આડેસર પો.સ્ટે. એલસીબીમાં ૮. શ્રી એસ.વી.ચૌધરી રાપર પો.સ્ટે. અડીર પો.સ્ટે. ૯. શ્રીએ.એમ.વાળાને કંડલા મરીન પો.સ્ટે.થી એલઆઈબીમાં ૧૦ શ્રી જે.એમ.ઝાલાને એલઆઈબીમાથી સામખીયાળી પો.સ્ટે. ૧૧ શ્રીબી.જી.ડાંગર અંજાર પો સ્ટે. એસઓજી ૧ર શ્રી જે.એમ.જાડેજા લાકડીયા પો.સ્ટે. આર્થિક ગુના નિવારણ શાખા ૧૩ શ્રીએન.એન.ચુડાસમા એલસીબીથી કંડલા મરીન ૧૪ શ્રીએ.જે.પરમાર. કંડલા એરપોર્ટથી એ.એચ.ટી.યુ. ૧પ શ્રી એસ.ડી.સિસોદીયા એ.એચ.ટી..યુ.માંથી કંડલા એરપોર્ટ


.......................

બદલીમાં ૪ પીએસઆઈનો પણ સમાવેશ


૧. એ.એન. ગોહિલ જિલ્લા ટ્રાફિકથી ભચાઉ પો. સ્ટે. ર. ડી.જે.ઝાલાને ભચાઉ પો.સ્ટે.થી લીવ રીઝર્વ ૩. ડી.જે પ્રજાપતિને સીટી ટ્રાફિકથી જીલ્લા ટ્રાફિક ૪. એમ.જે. આહીરને મહીલા પો.સ્ટે.થી એ ડીવી.. પો.સ્ટે.માં

Comments

COMMENT / REPLY FROM