જો..જો..કાસેઝથી દિલ્હી-લુધીયાણા-મુંબઈ સુધી બોન્ડ ટુ બોન્ડ લીકર પલટી પ્રથા નથી થતી ને?
બોન્ડ ટુ બોન્ડ સીગારેટ દાણચોરીના થોડા સમય પૂર્વે પરવેઝના ખુલેલા પ્રકરણ વખતે સુચક ઈશારો : ઝોનમાં પણ વિવિધ લીકર બોન્ડેડ વેરહાઉસ આવેલા છે, અને બોન્ડ ટુ બોન્ડની પરવાનગીઓ પણ અપાતી હોવાની છે ચર્ચા
મુંદરા-કોલકત્તા બોન્ડ ટુ બોન્ડ પ્રતિબંધિત સિગારેટ પ્રકરણમાંથી ઉઠતા ગંભીર સંકેતો
અગાઉ ભાણજી ગોવિંદજી નામના યુનિટમાથી મોરબી બાજુના રાજકારણીની ઈનોવા કારમાથી બોન્ડેડ લીકરનો મુદામાલ ઝડપાયાના કિસ્સાએ મચાવ્યો હતો હાહાકાર, તો વળી જોની વ્હોકર જેવી વિદેશી બ્રાન્ડની દારૂ ગાંધીધામ-કંડલા સંકુલમાથી પણ મળી હોવાની પોલીસ મથકે નોધાઈ ચુકી છે ફરીયાદો? આ બધો વિદેશી દારૂ ઓપન માર્કેટમાં ઠલવાય છે કયાંથી? : બોન્ડ ટુ બોન્ડના સપ્લાય નેટવર્ક પર ખાસ વોચ રાખવી બની છે અતી જરૂરી, અથવા તો બોન્ડ ટુ બોન્ડ સપ્લાયની પરવાનગી જ કરવી જોઈએ રદ
ગાંધીધામ : થોડા સમય પૂર્વે જ મુંદરામાં વિદેશથી આવેલી પ્રતિબંધિત સીગારેટનો જથ્થો કોલકત્તા સેઝ તરફ બોન્ડ ટુ બેન્ડ જતી હોવાનુ કહી અને પલટીપ્રથા કરાવાવના કાવતરાનો પર્દાફાશ થવા પામી રહ્યો છે. આ કેસની એજન્સી તપાસ કરી રહી છે અને તેમાં ચોકકસથી ઘણા બધા ખુલાસા થવા પામશે તેવા સમયે હવે જાણકારો કહી રહ્યા છે કે, કડલા સપેશ્યલ ઈકોનોમીક ઝોનમાથી પણ આવી જ રીતે બોન્ડ ટુ બોન્ડ લીકર સપ્લાય થઈ રહ્યા હોય અને તેની મંજુરીઓ લેનારા યુનિટ કેટલા અને કયા કયા છે તે પૈકીના કન્સાઈનમેન્ટસ પર પણ બાઝ નજર રાખવાની જરૂર છે અને ચકાસણી કરવી જોઈએ કે કયાંક ને કયાક આ બોન્ડડ લીકર પણ કયાંક ને કયાંક લોકલ માર્કેટમા જ મોટા પ્રમાણમાં ડમ્પ થવા પામી નથી જતો ને? તાજેતરમાં જ ગાંધીધામ શહેરમાં એક ઈકો ગાડીમાં બોન્ડેડ વેરહાઉસમાંથી બીયરના ટીન મળ્યા હતા જે વિદેશી હોવાની જ પ્રાથમિક વિગતો સામે આવી હતી, આવી રીતે બોન્ડેડ લીકર ઠેર ઠેર ઓપન માર્કેટમાં પહોચી જ કેવી રીતે રહ્યો છે? બીયરના ટીનવાળા પ્રકરણમાં તો પડદો પાડી દેવાયો, પરંતુ આવા અનેકવિધ કીસ્સાઓ ગાંધીધામ સંકુલમાં સમયાંતરે સામે આવતા જ રહેતા હેાય છે. મુંદરાથી કોલકત્તા સુધી બોન્ડ ટુ બોન્ડ પ્રતિબંધિત સિગારેટ કૌભાંડના ખુલાસા બાદ હવે બોન્ડેડ લીકર અંગે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે. જો જો કાસેઝ ઝોનમાં વિવિધ બોન્ડેડ વેરહાઉસ કાર્યરત છે અને અહીંથી બોન્ડ ટુ બોન્ડ સપ્લાયની પરવાનગીઓ
અપાતી હોવાની ચર્ચાઓ તેજ બની છે.અગાઉ ભાણજી ગોવિંદજી નામના યુનિટમાંથી નીકળેલા બોન્ડેડ લીકરનો મુદામાલ મોરબી તરફના એક રાજકારણીની ઈનોવા કારમાંથી ઝડપાતા ભારે હાહાકાર મચ્યો હતો. ઉપરાંત જોની વ્હોકર જેવી વિદેશી દારૂની બ્રાન્ડ ગાંધીધામ-કંડલા સંકુલમાંથી મળ્યાની પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદો પણ ચોંકાવનારી છે.પ્રશ્ન એ છે કે આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ખુલ્લા બજારમાં ક્યાંથી અને કેવી રીતે ઠલવાઈ રહ્યો છે? બોન્ડ ટુ બોન્ડ સપ્લાય નેટવર્ક પર કડક નજર રાખવી અતિઆવશ્યક બની છે. નહીં તો આવા દુરુપયોગ અટકાવવા માટે બોન્ડ ટુ બોન્ડ સપ્લાયની પરવાનગી જ રદ કરવાની દિશામાં વિચારવું પડશે, એવી માંગ ઉઠી રહી છે.કયા છે તે પૈકીના કન્સાઈનમેન્ટસ પર પણ બાઝ નજર રાખવાની જરૂર છે અને ચકાસણી કરવી જોઈએ કે કયાંક ને કયાક આ બોન્ડડ લીકર પણ કયાંક ને કયાંક લોકલ માર્કેટમા જ મોટા પ્રમાણમાં ડમ્પ થવા પામી નથી જતો ને? તાજેતરમાં જ ગાંધીધામ શહેરમાં એક ઈકો ગાડીમાં બોન્ડેડ વેરહાઉસમાંથી બીયરના ટીન મળ્યા હતા જે વિદેશી હોવાની જ પ્રાથમિક વિગતો સામે આવી હતી, આવી રીતે બોન્ડેડ લીકર ઠેર ઠેર ઓપન માર્કેટમાં પહોચી જ કેવી રીતે રહ્યો છે? બીયરના ટીનવાળા પ્રકરણમાં તો પડદો પાડી દેવાયો, પરંતુ આવા અનેકવિધ કીસ્સાઓ ગાંધીધામ સંકુલમાં સમયાંતરે સામે આવતા જ રહેતા હેાય છે. મુંદરાથી કોલકત્તા સુધી બોન્ડ ટુ બોન્ડ પ્રતિબંધિત સિગારેટ કૌભાંડના ખુલાસા બાદ હવે બોન્ડેડ લીકર અંગે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે. જો જો કાસેઝ ઝોનમાં વિવિધ બોન્ડેડ વેરહાઉસ કાર્યરત છે અને અહીંથી બોન્ડ ટુ બોન્ડ સપ્લાયની પરવાનગીઓ અપાતી હોવાની ચર્ચાઓ તેજ બની છે.અગાઉ ભાણજી ગોવિંદજી નામના યુનિટમાંથી નીકળેલા બોન્ડેડ લીકરનો મુદામાલ મોરબી તરફના એક રાજકારણીની ઈનોવા કારમાંથી ઝડપાતા ભારે હાહાકાર મચ્યો હતો. ઉપરાંત જોની વ્હોકર જેવી વિદેશી દારૂની બ્રાન્ડ ગાંધીધામ-કંડલા સંકુલમાંથી મળ્યાની પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદો પણ ચોંકાવનારી છે.પ્રશ્ન એ છે કે આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ખુલ્લા બજારમાં ક્યાંથી અને કેવી રીતે ઠલવાઈ રહ્યો છે? બોન્ડ ટુ બોન્ડ સપ્લાય નેટવર્ક પર કડક નજર રાખવી અતિઆવશ્યક બની છે. નહીં તો આવા દુરુપયોગ અટકાવવા માટે બોન્ડ ટુ બોન્ડ સપ્લાયની પરવાનગી જ રદ કરવાની દિશામાં વિચારવું પડશે, એવી માંગ ઉઠી રહી છે.

Comments