ગાંધીધામની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવાનો મામલો મર્ડરનો હોવાનું ખુલ્યું
પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી પુછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયા
ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરમાં મહાદેવ હોટલના રૂમમાંથી ગઈકાલે સાંજે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી. જેમાં આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સાંજના સમયે આ બનાવ બન્યો હતો. કલેક્ટર રોડ પર ખન્ના માર્કેટ નજીક આવેલી મહાદેવ હોટલના રૂમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતે એ-ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ હતભાગી નવી સુંદરપુરી તલાવડી વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય ભાવનાબેન રાજાકુમાર હોવાનું જાણવા મળ્યું હતું. હોટલના રૂમમાં દેહ મળી આવ્યો હતો. જેને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એ-ડિવિઝન પોલીસે હાલ એડી દાખલ કરી છે. આ બનાવમાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ બનાવ હત્યાનો હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે તે દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને કેટલાક શખ્સો શંકાસ્પદ જણાઈ આવતા તેઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. હાલમાં પુછપરછ અને તપાસનો દોર ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમપ્રકરણમાં યુવતીની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. જે બાદ ટુંકા ગાળામાં હત્યાનો બીજો બનાવ સામે
આવ્યો છે.
.......

Comments