Trending News
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામનું ભાડુઆતી બેંક કૌભાંડ  ૧૮ર કરોડ નહીં ૧૮ર૦ કરોડનો હોવાનો થશે ધડાકો

22 February

એટીએસ-સ્ટેટ મોનીટરીંગ સેલને સોપો આ કાંડની તપાસ




પૂર્વ કચ્છ એસપીની ટીમે પ્રાથમીક તબક્કે ૧૮ર કરોડના ન માત્ર દેશવ્યાપી બલ્કે આંતરરાષ્ટ્રીય તાર ધરાવતા પ્રકરણનો પર્દાફાશ કરી દીધો છે, હવે જે રીતે આ હાઈપ્રોફાઈલ કાંડ બન્યું છે તે જોતા એટીએસ-અથવા શ્રી નિર્લિપ્ત રાયના નેતૃત્વ વાળી એસએમસીને તપાસ આપવી જરૂરી : જેમ જેમ તપાસ આગળ ધપશે તે અન્ય રાજયમાં સંકલન સાધવુ પડશે, અન્ય રાષ્ટ્ર સુધી રેલો લંબાશે તો એ કક્ષાએ પણ તાલમેલ સાધવા પડશે, જેમાં ગાંધીધામ પોલીસની ટીમ પડશે ઘણી ટુંકી, સ્ટેટ મોનીટરીંગ સેલે તાજેતરમાં જ લીકર કીંગ વિનોદ સીંધી અને અનિલ પંડીયા જેવા શખ્સોને દુબઈથી ભારત તાણી લાવવાની તાજેતરની જ કરેલી કાર્યવાહી છે દાખલારૂપ, આવી એજન્સીને આ તપાસ સોપાશે તો જ ઝડપથી દુધનું દુધ અને પાણીનું પાણી થશે 


 નહી તો લલિત ટોળકીથી સંકળાયેલા સાયબર માફીયાઓ સ્થાનિક પોલીસ પર તો શામ-દામ-દંડ-ભેદ વાળી કરી અને મામલો મરજી અનુસારનો રફેદફે જ કરાવી જશે : મ્યુલ બેંક કાંડથી જ તો આ ગેંગ કરોડોના આસામી બની ગયા છે, તેઓ પૈસા ફેંક તમાશા દેખ વાળી કરતા પણ વાર નહી કરે.!


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તેમની ટીમ દ્વારા ગાંધીધામમાથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું સાયબર ફ્રોડ, ભાડુઆતી બેંક કૌભાંડનો ખુલાસો કરી દીધો છે. આ પ્રકરણમાં પ્રાથમિક તબક્કે ૮૧ જેટલા બેક એકાઉન્ટ, ૧૮ર કરોડના ગેરકાયદેસર હેરફેર તથા તેમાં સંડોવાયેલા આઠ જેટલા શખ્સોના નામો બહાર લાવી પાંચ શખ્સોે પકડી અને ત્રણને પકડવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. તે દરમ્યાન જ ચર્ચા એવી પણ આવી રહી છે કે, હવે આ કેસમાં કઈક મોટા ખુલાસા થાય તેમ છે, કેટલાય મોટા માથાઓ ફસાઈ શકે છે, ગાંધીધામ સંકુલમાંથી પણ આ ઝડપાયેલા શખ્સોના આક્કાઓના નામો પણ રેકર્ડ પર આવી જાય તેવી સ્થિતી છે, હવે આ બધું જ ડામી દેવા માટે સ્થાનિકની કડક અને તટસ્થ પોલીસ પર સાયબર ક્રાઈમ આચરીને ફાટીને ફુલેકે ગયેલા આ શખ્સો તમામ પ્રકારનુ દબાણ કરાવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. એટલે હકીકતમાં ગાંધીધામના આ મ્યુલ બેંક કૌભાંડના ૧૮ર કરોડના પ્રકરણની તટસ્થ તપાસ કરવી કરાવવી હોય તો કોઈ મોટી,વ્યાપક સત્તા ધરાવતી સ્વતંત્ર એટીએસ અથવા તો સ્ટેટ મોનીટરીંગ સેલ જેવી એજન્સીને વીના વિલંબે સોપવી જોઈએ તેમ જાણકારો કહી રહ્યા છે. 
આ મામલે જ સહેજ વિગતે વાત કરીએ તો જાણકારો કહે છે કે જો એટીએસ અથવા તો પછી સ્ટેટ મોનીટરીંગ સેલ જેવી ટીમોને આ ૧૮ર કરોડના કૌભાંડની તપાસ સોપવામા આવશે તો આ આખયુ પ્રકરણ ૧૮ર૦ કરોડનું હોવાનુ ખુલવા પામી શકે છે. કારણ કે, ગાંધીધામ માત્રમાં જ લલિત જેવા શખ્સો પાછલા લાંબા સમયથી આ રીતે આવા કાંડને અંજામ આપી રહ્યા છે. જેમ જેમ આ તપાસનો ગ્રાફ ઉચકાશે તેમ તેમ તેનો દાયરો વધશે. આ કેસ માત્ર ગાંધીધામ-કચ્છ પુરતો સમીતી નથી, ગુજરાતભરમાં, અને ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયો સુધી ન માત્ર બલ્કે આંતરરાષ્ટ્રીય તાર ધરાવતો કેસ છે. તપાસમાં જયારે અન્ય રાજયો સુધી કે અન્ય રાષ્ટ્ર સુધી જવાનીવાત આવશે ત્યારે ગાંધીધામ પોલીસ અન્ય એજન્સીઓના પ્રમાણમાં ચોકકસથી ટુંકી જ પડશે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના સૌથી મોટા લીકર માફીયા એવા વિનોદ સીંધી તથા અનિલ પંડયાના કેસમાં દુબઈ સુધી જઈ અને તેને ઉઠાવી લાવવાની કાબીલેદાદ કામગીર કરી હોવાનો હાલમાં તાજો દાખલો મોજુદ જ છે. માટે આવી એજન્સીને ગાંધીધામના ૧૮ર કરોડના મ્યુલ બેક એકાઉનટ્‌ કૌભાંડની તપાસ સોપાય તે સમયનીમાગ બની રહી છે. 

.........


હવાલાકાંડ છે, ઈડી પણ આ કેસમાં માથું મારે.!


ઝડપાયેલ વિશાલના પણ કડક રીમાન્ડ મેળવવા જરૂરી : વિશાલ કયા બની બેઠલા જયરાજની સાથે ધરાવી રહયો છે કડી? આ જયરાજનુ નામ ખુલશે તો તેની પાસે કોણ-કોણ બ્લેકના વ્હાઈટ કરવા આવતા હતા, કઈ રીતે વ્હાઈટના બ્લેક થતા હતા, કઈ કઈ પાર્ટીઓએ કેટલા નાણા હવાલાથી વ્હાઈટ કરી લીધા? તે સહિતનો ખુબજ મોટો આંક ગાંધીધામ સંકુલથી લઈ અને ભચાઉ સુધી ખુલવા પામી શકે છે..!



ગાંધીધામઃ ગાંધીધામમાથી ઝડપાયેલા ભાડુઆતી બેંક કૌભાડના કેસમાં હકીકતમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટર એટલે કે ઈડીએ પણ ત્રાટકવાની જરૂર છે. ઈડીએ પણ આ કેસમાં માથુ મારવુ જ ઘટે. કારણ કે, ભાડુઆતી બેંક કૌભાંડમાં હેરફેર થયેલી કરાડેોની રકમ હવાલાકાંડ તરફ જ ઈશારો કરી રહી છે. એટલુ માત્ર જ નહી પણ કાળાનાણા ધોળા કરવામાં આવ્યા હોવાનો પણ સંકેત આવી રહ્યો છે. વિશાલ જે પકડાયો છે તે અને સિદ્ધાર્થ તથા મુખ્ય સુત્રધાર એવો યશ ભાટીયા નામના શખ્સના જ કડક પુછાણા લેવાય, ટેકનિકલી તેના મોબાઈલની ડીટેલ્સ બધી જ ચકાસવામા આવે તો લલિત તથા બની બેઠલા જયરાજ સુધી રેલો લંબાવવાની શકયતાઓ સેવાઈ રહી છે. અને આ જયરાજ કાયદાની ગિરફતમાં આવશે તો આપોઆપ કચ્છમાથી જ વિદેશ કાળાનાણાને વ્હાઈટ કરવાના મોટા કૌભાંડનો પણ ખુલાસો થવા પામી જશે.

....

 

Comments

COMMENT / REPLY FROM