Trending News
સ્થાનિક સમાચાર

ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્યોએ માતાનામઢ માઈન્સની લીધી મુલાકાત

21 February


ભુજ - કચ્છઉદય : ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યોએ માતાનામઢ માઈન્સની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.  થોડા સમયથી માતાનામઢમાં ખરાબ ક્વોલિટીનો લિગ્નાઈટ ભરવામાં આવતો હોવાના કારણે મિલો - ભઠ્ઠાવાળાઓની ઘણી ફરિયાદોને કારણે ડબ્બામાં ચિઠ્ઠીઓ ઘટવા માંડતા અને વપરાશકારો અન્ય ઈંધણ તરફ વળવાની તૈયારી કરતા ટ્રાન્સપોર્ટ એસોસિએશના હોદ્દેદારોએ આ ગંભીરતાને પારખી માલ ગુણવત્તામાં સુધારો કરવા અંગે તેમજ લેપ્સ ક્વોટા બંધ કરેલ તે ચાલુ કરવા તેમજ અન્ય નાના મોટા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને લગતા પ્રશ્નોને લઈને અસરકારક રજૂઆત કરવા માઈન્સ પર ગયા હતા. ડમ્પર દ્વારા માઇન્સમાંથી માલ પ્લોટમાં બહાર કાઢવામાં આવે ત્યારે તરત જ મિલો - ભઠ્ઠાવાળાઓને માલ ભરી આપવામાં આવે તેવી રજૂઆત જીએમડીસીના અધિકારીઓ શ્રી દાણી તેમજ ભરતભાઈ વાળાને કરવામાં આવી હતી. તેમના દ્વારા તરત જ હકારાત્મક વલણ અપનાવીને સ્થળ ઉપર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવામાં આવ્યું  હતું. આ વેળાએ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ સતિષભાઈ મીરાણી, પ્રીતમભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ભીંડે, માવજી ભીમાણી, હાર્દિક ભીંડે, જીગર ઠક્કર, અશ્વિન મહારાજ, માવજી આહીર, હર્ષલ શાહ, ઉમેશ ઠક્કર, ભરત ઠક્કર, વિપુલ ભિંડે, અરવિંદ શાહ, નારણ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
--------- 

Comments

COMMENT / REPLY FROM