વર્ધમાનનગરે જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો
ભુજ - કચ્છઉદય : જૈનોનાં વર્ધમાનનગર મધ્યે શ્રી વિમલનાથપ્રભુજી જિનાલયની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે તા.૨૩-૨ સુધી દેવ-ગુરુ-ભક્તિ જિન મહોત્સવ પ.પૂ.આ.ભ. યશોવિજયસૂરી મ.સા., પૂ. ગણિવર્ય રાજરત્નસાગરજી મ.સા., પ.પૂ. પ્રવર્તક મલયસાગરજી મ.સા., પૂ. મુનિરાજ પ્રિયંકરસાગરજી મ.સા. તથા શ્રમણ-શ્રમણીવૃંદ તથા મહાસતિજીઓ અને ચર્તુવિધ સંઘની ઉપસ્થિતમાં ઉજવાઇ રહ્યો છે. વિમલનાથ દાદાની ધ્વજારોહણ, ભક્તામર મહાપૂજન, તથા મહોત્સવનો સંપૂર્ણ લાભ સંઘમાતા માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા પરિવાર હસ્તે અ.સૌ. ભક્તિબેન ચિંતલભાઇ વોરા વર્ધમાનગર પરિવારે લીધેલ છે.
પ્રથમ દિવસે પૂજ્યશ્રીઓનો વાજતે-ગાજતે નગર પ્રવેશ તથા બપોરે શ્રી મહાકાળી માતાજીની ભાવના યોજાઇ હતી. દ્વિતિય દિવસે સવારે ૮-૩૦ કલાકે શ્રી ભક્તામર પૂજન કરાયું હતું. રાત્રે પ્રભુ-ભક્તિ ભાવના, તૃતિય દિવસે સવારે ૭-૩૦ કલાકે અઢાર અભિષેક તથા ધ્વજારોહણ સાંજે કુમારપાળ મહારાજાની આરતી તથા રાત્રે પ્રભુ ભક્તિભાવના યોજાયા છે. બે દિવસ સ્વામિવાત્સલ્યનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા પરિવારે લીધેલ છે. વિધિવિધાન પંડિતવર્ય તલકશીંભાઇ વીરા કરાવશે. જયારે સંગીતની રમઝટ શ્રી સંજયભાઇ બારોટ અને મોહિતભાઇ બારોટ, ઇરફાન મીર જમાવશે. પૂજ્યશ્રીઓ વર્ધમાનનગરની પાવનધરા ઉપર પધારતાં વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવેલ. વર્ધમાનનગર સરપંચ રોનીત શાહ, વર્ધમાનનગર પ્રમુખ રાહુલભાઇ મહેતા, દાતા અરવિંદભાઇ વોરા, ચિંતલભાઇ વોરા, વર્ધમાનનગરનાં અગ્રણી વર્ધીલાલ પારેખ, ચેતનભાઇ સંઘવી, ધીરજભાઇ પારેખ, દિપક લાલન, સંદીપ મહેતા, નીમેશ શાહ, ગૌતમ શાહ, પકંજ શાહ, કીરીટ શાહ, અતુલ શાહ, સુંદરજીભાઇ ગડ્ડા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, હીરાચંદ છેડા, દિલીપ મોતા, રોહિત ઝવેરી, ભાવિન શાહ, સહિતનાં આગેવાનો-કાર્યકરો અને શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા. ત્રિદિવસીય કાર્યક્રમને દિપપ્રાગટ્ય કરી વર્ધમાનનગર સરપંચ રોનીત શાહ, વર્ધમાનનગર પ્રમુખ રાહુલ મહેતા, દાતા પરિવારનાં અરવિંદભાઇ વોરા, ધીરજભાઇ પારેખ, ચેતનભાઇ સંઘવી, સુંદરજીભાઇ ગડા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયાએ ખુલ્લો મુક્યો હતો.
માંગલિક શ્રવણ કરાવતાં પ. પૂ. આ. યશોવિજયસૂરી મ.સા. તથા મુનિરાજ પ્રિયંકરસાગરજી મ. સા. એ ધ્વજારોહણનું મહત્વ સમજાવતાં વર્ધમાનનગરની પાવનધરા ઉપર થઇ રહેલ સુકૃત કાર્યોની પ્રશંસા કરી દાતાશ્રી પરિવારની અંતરની ભાવનાઓને બિરદાવી હતી. તપગચ્છ જૈન સંઘ દ્વારા તા. ૨૩ સવારે ૭ વાગે વર્ધમાનનગર મધ્યે વૈયાવચ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરાશે. રાત્રે ભાવના દરમ્યાન ૧૦૮ આંયબીલનાં તપસ્વીઓની અનુમોદના કરવામાં આવશે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા દાતાશ્રી પરિવારો, વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ, યુવક મંડળો, મહિલા મંડળો, ગ્રુપો તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
----------------------

Comments