કરોડોના ભાડુઆતી બેંક કૌભાંડના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરનાર પૂર્વ કચ્છ એસપીની ટીમને અભિનંદન
ગાંધીધામ પોલીસની ટેકનિકલ સજ્જતા, શાબાશીનેને પાત્ર છે.!
૧૮૨ કરોડના આંતરરાષ્ટ્રીય બેંકિંગ કૌભાંડનો પર્દાફાશ, ૮૧ બેંક એકાઉન્ટ્સ દ્વારા ખેલાતો હતો ‘બેનામીધંધો’ઃ
પૂર્વ કચ્છ પોલીસની સાયબર ક્રાઈમ ટીમની અત્યાધુનિક ટેકનિકલ તપાસે દેશવ્યાપી નેટવર્કનો ભેદ ઉકેલ્યો છે તે વેળાએ સમગ્ર
પૂર્વ કચ્છ એસપીની ટીમ પર ઠેર-ઠેરથી થઈ રહી છે અભિનંદન વર્ષા
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને પોલીસે આ કેસ ઉકેલીને જે મશાલ સળગાવી છે, તેમાંથી રાજ્યના અન્ય
પોલીસ એકમોએ પણ બોધપાઠ લેવાની છે જરૂર
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસના ઈતિહાસમાં આર્થિક ગુનાખોરી અને સાયબર ફ્રોડનો અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસ વડા (જીઁ) સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઈ વી.કે. પટેલ અને તેમની ટીમે આંતરરાષ્ટ્રીય કક્ષાના એક એવા બેંક કૌભાંડને શોધી કાઢ્યું છે, જેમાં ૧૮૨ કરોડથી વધુનું ટ્રાન્જેક્શન આચરવામાં આવ્યું હતું. આ સફળતા બદલ પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઈ છે અને ઠેર-ઠેરથી પૂર્વક ચ્છ એસપી સાગર બાગમારની સમગ્ર ટીમને અભિનંદન મળી રહ્યા છે.
આજના સમયમાં ગુનાખોરી માત્ર રસ્તાઓ પર નથી રહી, તે સર્વર અને ક્લાઉડ સુધી પહોંચી છે. આવા કિસ્સામાં પરંપરાગત પોલીસિંગ કામ નથી આવતું. જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અને પીઆઈ શ્રીપટેલની ટીમે જે રીતે ટેકનિકલ નિષ્ણાતની જેમ ઝીણવટભરી તપાસ કરી છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. માત્ર ફરિયાદ નોંધીને બેસી રહેવાને બદલે, ડેટાની ગૂંચ ઉકેલીને આરોપીઓના મૂળ સુધી પહોંચવું એ પોલીસ તંત્રની કાર્યક્ષમતાનો વિજય છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી અત્યંત ટેકનિકલ અને સુનિયોજિત પદ્ધતિથી કામ કરતી હતી. કુલ ૮૧ જેટલા વિવિધ બેંક એકાઉન્ટ્સમાં આશરે ૧૮૨ કરોડના સંદિગ્ધ ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ નેટવર્ક માત્ર કચ્છ કે ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના તાર દેશના અન્ય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સરહદો સુધી ફેલાયેલા હોવાના
પુરાવા મળ્યા છે.આ પ્રકારના ગુનાની તપાસ આટલી ઝડપથી પૂર્ણ કરી અને મુખ્ય સુત્રધાર પેકીનાઓને પકડી પાડવા એ કોઈ નાનુ સુનું કામ નથી. પોલીસે આ પ્રકરણમાં સક્રિયતા દાખવી ચાર જેટલા શખ્સોને દબોચી લીધા છે. આ ટોળકીમાં યશ ભાટિયા અને સિદ્ધાર્થ નામના તત્વોની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે. હાલમાં અન્ય ચાર શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.હકીકતમાં આવા કૌભાંડોના પર્દાફાશ કરનાર પૂર્વક ચ્છ પોલીસની ટીમની ઉચ્ચસ્તરે પણ નોંધ લેવી જોઈએ અને અધિકારીઓ તથા સરકાર તબક્કે પણ બિરદાવી ઘટે. પૂર્વ કચ્છ પોલીસની ટેકનિકલ તજજ્ઞતા અને અધિકારીઓની સૂઝબૂઝને આ ગુનાના ઉકેલ માટે સરાહના કરવી જ ઘટે. આ પ્રકારના ‘વ્હાઇટ કોલર’ ક્રાઈમને પકડવો એ કોઈ નાની વાત નથી. માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ આમાં કારગત નીવડતી નથી, પરંતુ ઉચ્ચ કક્ષાની ટેકનિકલ નિપુણતાની જરૂર પડે છે. પીઆઈ વી.કે. પટેલ અને તેમની ટીમે ડેટા એનાલિસિસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આ જટિલ કેસ ઉકેલીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. પૂર્વ કચ્છ પોલીસની આ કાર્યવાહી અન્ય જિલ્લાની પોલીસ અને તપાસનીશ એજન્સીઓ માટે એક માર્ગદર્શક બની રહેશે. જે રીતે સાગર બાગમારની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી આ નેટવર્કને તોડ્યું છે, તેવી જ સક્રિયતા જો અન્ય સ્થળે પણ દાખવવામાં આવે તો આંતરરાષ્ટ્રીય લેવલે ચાલતા આવા આર્થિક કૌભાંડોને નાબૂદ કરી શકાય તેમ છે.પૂર્વ કચ્છ પોલીસે આ કેસ ઉકેલીને જે મશાલ સળગાવી છે, તેમાંથી રાજ્યના અન્ય પોલીસ એકમોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. આ માત્ર એક કેસની સફળતા નથી, પણ જનતા માટે ચેતવણી પણ છે કે પોતાના દસ્તાવેજો કે બેંક વિગતો કોઈને આપતા પહેલા સો વાર વિચાર કરવો. જો તંત્ર અને જનતા બંને સજાગ રહેશે, તો જ આવા ‘સફેદ કોલર’ ગુનેગારોના નેટવર્કને તોડી શકાશે.
........................
.
આ કૌભાંડની સૌથી દુઃખદ બાબત એ છે
જો કે, હવે તે ભોગગ્રસ્તોમાં જાગી છે આશા.!
ગાંધીધામ : આ કૌભાંડની સૌથી દુઃખદ બાબત એ છે કે તેમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ચપટીક રૂપિયાની લાલચ આપીને નિર્દોષ લોકોના નામે એકાઉન્ટ ખોલાવવા અને પછી તે એકાઉન્ટને ‘ભાડે’ રાખીને તેમાં કરોડો રૂપિયા ફેરવવા એ એક ગંભીર ગુનાહિત માનસિકતા છે. આ કિસ્સામાં યશ ભાટિયા અને સિદ્ધાર્થ જેવા તત્વોએ જે રીતે પદ્ધતિસરનું નેટવર્ક ગોઠવ્યું હતું, તે જોતા સ્પષ્ટ જણાય છે કે આ કોઈ છૂટાછવાયા ગુનેગારોનું કામ નથી, પણ એક સુનિયોજિત આર્થિક આતંકવાદ છે. જેનો પર્દાફાશ કરવાની શરૂઆત પૂર્વ્ કચ્છ એસપી અને પીઆઈ પટેલની ટીમે કરી દીધો છે જેના થકી જે ગરીબ લોકોના દસ્તાવેજોનો ગેરઉપયોગ થયો છે અને ભાડુઆતી ખાતાઓ તેમની જાણ બહાર ઉપયોગમાં લેવાયા છે તે બધાયને ન્યાય મળવાની એક આશા જાગી છે.
...................
સવાલ એ પણ થાય છે કે,?
ગાંધીધામ : સવાલ એ પણ થાય છે કે, એકાઉન્ટ ખોલતી વખતે બેંકો દ્વારા કરવામાં આવતા ‘દ્ભરૂઝ્ર’ અને નિયમોનું શું? જ્યારે એકાઉન્ટમાં અચાનક કરોડોના વ્યવહાર થાય ત્યારે બેંકિંગ સિસ્ટમની ‘એલર્ટ’ કેમ મોડી જાગે છે. આ કૌભાંડમાં ક્યાંકને ક્યાંક બેંકિંગ પ્રક્રિયાની શિથિલતા પણ જવાબદાર હોઈ શકે છે જેનો લાભ આવા શખ્સો ઉઠાવે છે.

Comments