મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ્સનો સપાટોઃ ૨૦૦ કન્ટેનર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોલ્ડશું દેશની સુરક્ષા સાથે થઈ રહ્યું છે ચેડાં?ઃ અમિત ટોળકીનું જ હશે કૌભાંડ?
નફાખોર ટોળકી સામે કસ્ટમ કમિશ્નર શ્રી શૈનીનીતપાસનો ગાળિયો!
ફ્લેક્સી બેગમાં ઓઈલની આયાત પર પ્રતિબંધ હોવા છતાં નિયમોના ધજાગરાઃ જો કે ર૦૦ કન્ટેઈનરો અટકાવાતા કૌભાંડ અમુક આયાતકારોમાં ફેલાયો છે ફફડાટ
કસ્ટમના કમિશ્નરશ્રી નીતીન શૈની, આ અટકાવેલ કન્ટેઈનરો બાબતે નાગપુર બેઠેલા પેસોના ચીફ કન્ટ્રોલરશ્રીને પણ જાણ કરે અને આવા તત્વોની સામે નશ્યત થતી કડકમાં કડક કાર્યવાહી કરાવે તે જ સમયતો તકાજો
ખાટલે મોટી ખોટ : મુન્દ્રા પોર્ટ પર ‘તેલ’ની રમત અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ : નફાખોરીનો લોભ જ્યારે નિયમોને નેવે મૂકે, ત્યારે તે માત્ર આર્થિક ગુનો નથી રહેતો, પણ રાષ્ટ્રદ્રોહ સમાન બની જાય છે. : ર૦૦ અટકાવાયા પરંતુ એથી પહેલા નીકળી ગયેલા કન્ટેઈનરોનો આંક કેટલો હશે?
ગાંધીધામ : મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ્સ વિભાગની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા શુક્રવારે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા કન્ટેનર, જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઇન્ડસ્ટ્રિયલ ઓઇલ અને મિક્સ્ડ હાઈડ્રોકાર્બન ઓઇલ ભરેલું હતું, તેને કસ્ટમ્સ દ્વારા ‘હોલ્ડ’ (સ્થગિત) કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી આયાતકારો અને ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
નિયમ મુજબ, પેટ્રોલિયમ ક્લાસ A, B અને X પ્રોડક્ટ્સની આયાત માત્ર ISO ટેન્ક કન્ટેનર’માં જ કરી શકાય છે.
પરંતુ, મુન્દ્રામાં અમુક આયાતકારો દ્વારા આર્થિક ફાયદા અને ખોટી જાહેરાત કરવા માટે ‘ફ્લેક્સી બેગ્સ‘ (પરિવર્તનશીલ થેલા) નો
ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલિયમ કાયદા ૨૦૦૨ અને PESO (Petroleum and Explosives Safety Organisation) ની સ્પષ્ટતા મુજબ, આ પ્રકારની બેગમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું પરિવહન જોખમી અને પ્રતિબંધિત છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ્સ વિભાગની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા ૨૦૦ જેટલા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના કન્ટેનરોને હોલ્ડ પર મૂકવાની કાર્યવાહીએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ માત્ર એક આયાત-નિકાસનો સામાન્ય મામલો નથી, પરંતુ તેની પાછળ એક આખું ‘સિન્ડિકેટ’ કામ કરી રહ્યું હોવાની બૂ આવી રહી છે. ખાસ કરીને ‘અમિત ટોળકી’ જેવા તત્વો, જેમના પરવાના રદ થઈ ચૂક્યા હોવા છતાં અન્યના નામે દેશની સલામતીને જોખમમાં મૂકી રહ્યા છે, તે બાબત અત્યંત ચિંતાજનક છે.કસ્ટમ કમિશનર શ્રી નીતિન સૈની દ્વારા આ કન્ટેનરો અટકાવીને પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે.
પરંતુ હવે જોવાનું એ રહે છે કે, શું તપાસનો રેલો આ કૌભાંડના મૂળ સુધી પહોંચશે? શું દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલો રી-એક્સપોર્ટના નામે રફેદફે કરી દેવાશે? જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે જપ્તીની શક્યતાઓ ઘણી મજબૂત છે.
..........................
તંત્ર સામે ઊભા થતા વેધક સવાલો
• આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ અને સરકાર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છેઃ • સુરક્ષા સામે જોખમઃ પ્રતિબંધિત ફ્લેક્સી બેગમાં જ્વલનશીલ પદાર્થો લાવીને શું અમિત ટોળકી જેવા તત્વો દેશની સુરક્ષાને નેવે મૂકી રહ્યા છે?• આ ટોળકીએ સરકારની તિજોરીને અત્યાર સુધી કેટલા કરોડનો ચૂનો ચોપડ્યો હશે? • શું કસ્ટમ્સના અમુક ભ્રષ્ટ અધિકારીઓની છત્રછાયા હેઠળ આ કૌભાંડ ધમધમી રહ્યું છે? જે તત્વોના પરવાના રદ થઈ ચૂક્યા છે, તેઓ અન્યના નામે કેવી રીતે આટલો મોટો વેપાર કરી રહ્યા છે? તે પણ જો ચર્ચા સાચી હોય તો તપાસ થવી જોઈએ.
...................
નિયમોના ધજાગરા અને ફ્લેક્સી બેગ્સનું કૌભાંડ
પેટ્રોલિયમ કાયદા ૨૦૦૨ અને PESO (Petroleum and Explosives Safety Organisation) ના સ્પષ્ટ દિશાનિર્દેશો છે કે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થો માત્ર ISO ટેન્ક કન્ટેનર’માં જ લાવી શકાય. આમ છતાં, આ ‘ડીઝલચોર ટોળકી’ દ્વારા આર્થિક ફાયદા માટે જોખમી ફ્લેક્સી બેગ્સ
(પરિવર્તનશીલ થેલા) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિ ન માત્ર પર્યાવરણ માટે જોખમી છે, પરંતુ જો પોર્ટ પર કોઈ દુર્ઘટના ઘટે, તો તેની જવાબદારી કોની?

Comments