Trending News
સ્થાનિક સમાચાર

ડીજીશ્રી રાવ કરે કડક તપાસ : ગાંધીધામના મ્યુલ કૌભાંડમાં લલિત ઉપરાંતના કઈક મોટા માથાઓને બચાવાવના પેંતરા શરૂ : કરોડોના કોથરા ખુલ્યાની ચર્ચા.!

21 February



ઝડપાયેલા શખ્સ યશ ભાટીયા તથા સિદ્ધાર્થના મોબાઈલ ચેટની ચકાસણીઓ થશે તો તેમાંથી લલિત ઉપરાંતના કઈક બની બેઠલા અન્ય મોટા માથાઓની ભુંડી ભુમિકા સામે આવી જશે : પરંતુ આ નામો ન ખુલે તે માટે મોટી મોટી રકમોની ઓફરો થઈ ગયુ શરૂ : મોટામાથાઓને ભુર્ગભમાં ઉતારી દેવાયા હોવાની ચર્ચા


ડીજીપીશ્રી રાવ ગૌર ફરમાવે : આજે સાંજે આ પ્રકરણમાં મોટા માથાઓના નામો કાઢી નાખવા મોટી ડીલ થવાની તૈયારીઓ પુરજોશમાં હોવાની ચર્ચા

હકીકતમાં ગાંધીધામમાથી ૧૮ર કરોડના મ્યુલ એકાઉન્ટનો જે પર્દાફાશ થયો છે તેની તપાસ એટીએસ(આતંકવાદ વિરોધી દળ)ને સોપવી જોઈએ



ગાંધીધામ : પૂવ્ર્‌ કચ્છ પોલીસ તંત્ર દ્વારા તાજેતરમાં જ ગાંધીધામમાંથી ભાડુઆતી બેંક કૌભાંડના મસમોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી દેખાડયો છે. જેમાં ૮૧ જેટલા બેક એકાઉન્ટસમા ૧૮ર કરોડની ગેરકાયદેસર હેરફેર કરનારા શખ્સો સામે ગુનો નોધાયો છે. પાંચ જેટલા શખ્સો પકડાયા છે અને ત્રણ ફરાર છે. આ સમયે જાણકારોકહી રહ્યા છે કે, જો હકીકતમાં આ કેસમા કડક અને તટસ્થ તપાસ કરવામા આવશે તો આ કૌભાંડનો આંક ૧૮ર કરોડની નહી ૧૦૦૦ કરોડના આંકને પણ વટાવી જઈ શકે છે તેટલો મોટો છે.
દરમ્યાન જ ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી રાવ આજથી કચ્છમાં પધાર્યા છે. તેઓ કચ્છમાં કામગીરીની સમીક્ષાઓ પણ કરી રહ્યા છે. જો તેઓ ગાંધીધામમાથી પકડાયેલા ૧૮ર કરોડના આ મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડની તપાસને લઈને પણ જાત પુછાણા લેશે તો કેઈક નવા ફણગા આ કેસમાં નીકળી શકે છે તેમ મનાય છે. કહેવાય છે કે, જો ઝડપાયેલ યશની તપાસ કરવામા આવશે તો તેના મોબાઈલમાથી લલિત તથા અન્ય કેટલાય બીજા બની બેઠલા મોટામાથાઓ સુધી રેલો સીધો જ લંબાઈ જશે. પરંતુ આ મોટા માથાઓ આબાદ બચી જાય તે માટે હવે ઓફરો આપવા રૂપીયાના કોથળાઓ ખુલી ચુકયા હોવાનુ ચર્ચાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ લલીત સહિતના મોટા માથાઓને ભુર્ગભમાં પણ ઉતારી દેવાયા છે. હકીકતમાં ઝડપાયેલા શખ્સો તો માત્ર સાપોલીયા છે અને ૧૮ર કરોડની રકમ છે તે પણ હિમશીલાની ટોંચ માત્ર પુરતી છે હકીકતમાં આ કૌભાંડ ૧૦૦૦ કરોડને પાર કરી જાય તેમ છે.

Comments

COMMENT / REPLY FROM