Trending News
સ્થાનિક સમાચાર

અંતે ટાગોર રોડ પર દબાણકારો સામે મનપાતંત્રએ કામગીરી આદરી

21 February


ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય ટાગોર રોડ પર મોટા પ્રમાણે દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માત ના બનાવ બનતા હોઇ છે તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યા વધતી જતા આ રોડ પરના દબાણકર્તાઓને આરહ્યબી વિભાગ દ્વારા નોટીસ 
પાઠવવામાં આવેલ ત્યારબાદ મહાનગરપાલિકા તથા આરશ્બી વિભાગ દ્વારા રીક્ષાના માધ્યમ થી દબાણ સ્વેચ્છાએ દુર કરવા સુચના આપવામાં આવેલ જેના અનુસંધાને મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દુર કરેલ છે, બાકી રહેતા દબાણો મહાનગરપાલિકા અને આરબી વિભાગ ની સંયુક્ત કાર્યવાહી થી અંદાજે ૩૦૦ થી વધારે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે દબાણ હટાવ ઝુંબેશમાં 
મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજય રામાનુજ, આરશ્બી ડેપ્યુટી ઈજનેર પ્રવિણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેકટરશ્રી ગાયત્રીપ્રસાદ જોષી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહી ને આગળ ધપાવવામાં આવેલ છે, તેવું મહાનગરપાલિકાની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા આજ રીતે સલગ્ન વિભાગ સાથે સંકલન કરીને દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર 
આપવા લોકો ને અપીલ કરવામાં 
આવે છે.

...................

બે દિવસ પહેલા અને.....આજનું ટાગોરરોડનું ચિત્ર..!


ટાગોર રોડ પર આજથી બે દીવસ પહેલા દબાણોના ઘોડાપુર હતા જયારે આજરોજ નાના-મોટા દબાણો દુર થતા સાફ-ખુલ્લો વિસ્તાર ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.


........................

કચ્છઉદયના ધારદાર અહેવાલોએ નિર્ભર તંત્રને જગાડયું હવે કાયમી રીતે દબાણો દુર થાય તે ખુબ જરૂરી..!


શહેરના ટાગોર રોડ પર બન્ને બાજુએ પાથરણાવાળાઓ તથા અન્ય દબાણકારો ફરી ફરીને સતત ગોઠવાઈ રહ્યા છે. જેના લીધે પારાવાર ટ્રાફીક જામની સમસ્યા થાય છે, ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ થાય છે. તાજેતરમાં જ બે યુવાનોના પણ આ જ રોડ પર મૃત્યુ થવા પામી ગયા છે . છતા તંત્રના પેટનુ પાણી દબાણ હટાવવા હાલતું જ નથી તેવી માર્મિક ટકોર સરકાર-પ્રજાના હીતમાં આ પ્લેટફોર્મ પરથી તા.૦૯-૦૨-૨૦૨૬ તા.૧૯-૦૨-૨૦૨૬ નારોજ અહેવાલો ઉજાગર કરવામા આવ્યા બાદ અંતે આજ રાજે હવે ટાગોર રોડ પરથી દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાથી કચ્છઉદયના અહેવાલોએ વધુ એક વખત નિર્ભર તંત્રને કુંભકર્ણિ નિંદ્રામાથી જગાડયું છે. આશા રાખીએ હવે જે દબાણો હટશે તે કાયમી ધોરણે હશે અને ફરીથી આ દબાણકારો અહી નહી ગોઠવાય.

Comments

COMMENT / REPLY FROM