સ્વસ્થ ચિત્ત સફળતાની પાયાની શરત : સંજયભાઈ પરમાર
જિલ્લા શિક્ષણાધિકારીએ માતૃછાયા કન્યા વિદ્યાલય અને માધાપરની મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સાધ્યો પ્રેરણાત્મક સંવાદ
ભુજ - કચ્છઉદય : શહેરની માતૃછાયા કન્યા વિદ્યાલય તેમજ માધાપરની મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવો પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો. માતૃછાયાની ૫૦૦ જેટલી દીકરીઓને તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા ખંડમાં આત્મવિશ્વાસ સાથે એન્ટર થવું, પોત પોતાના આરાધ્યાને મનોમન યાદ કરી ઊંડા શ્વાસ લેવા, ઉત્તરવહીમાં લખાણ એકદમ સ્પષ્ટ રાખવું, માતા-પિતાએ બાળકો ઉપર વધારે અપેક્ષા ન રાખી સંપૂર્ણ સહકાર આપવો, પરીક્ષાને જૂજ દિવસો બાકી છે ત્યારે સવારે વહેલા ઉઠી વાંચવા જણાવ્યું હતું. આચર્યા સુહાસબેન તન્નાએ ૧૦૧થી વધુ દીકરીઓ એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થશે એવી ખાતરી આપી હતી. શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણીએ પણ વિદ્યાર્થીનીઓને શુભકામના પાઠવી હતી.
આ ઉપરાંત મોડેલ સ્કૂલ માધાપર ખાતે સંજયભાઈ પરમારે બોર્ડના વિદ્યાર્થીઓના શુભેચ્છા કાર્યક્રમમાં હાજર રહીને શાળાના બોર્ડ ના ૯૮ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી ગુંસાઈ રાજગર પિયુષગરને વ્યક્તિગત માર્ગદર્શન આપેલ હતું.તેમજ દરેક વિધાર્થીઅને શુભેચ્છા આપી હતી. શાળાના વર્ગ ૨ આચાર્ય વિજયભાઈ કાલરિયાએ આ તકે ટીમ ડીઇઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
-----

Comments