Trending News
સ્થાનિક સમાચાર

શિક્ષણ એ આપણા સૌની સહિયારી જવાબદારી : જિલ્લા કલેક્ટર

20 February



વિવિધ તંત્રોને સહયોગી બનવા જિલ્લા કલેક્ટરની સૂચના

જિલ્લા માં ૦૩ કેદીઓ પણ પરીક્ષાર્થી



ભુજ - કચ્છઉદય : જિલ્લા સેવા સદન ભુજ ખાતે આગામી બોર્ડની જાહેર પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ નાં અધ્યક્ષ સ્થાને જિલ્લા અને તાલુકાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ હરહંમેશ દરેક કામગીરીમાં અગ્રેસર હોય છે ત્યારે બોર્ડની પરીક્ષાએ તમામ તંત્રોની સંયુક્ત જવાબદારી છે. વિશેષ તકેદારી ધરાવતા કેન્દ્રો પર જિલ્લા અને તાલુકાના વર્ગ ૧ અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. જિલ્લા પુરવઠા તંત્ર, પી. જી. વી. સી. એલ., પશ્ચિમ અને પૂર્વ જિલ્લા પોલીસ તંત્ર, એસ. ટી. વિભાગ, આરોગ્ય વિભાગ ના શીર્ષ અધિકારીઓ હાજર રહ્યા હતા. એસ.ટી. ના નિયામકને જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાંથી ડિમાન્ડ આવે તો તરત જ બસની સેવા પૂરી પાડવી, આરોગ્ય તંત્ર એ દરેક કેન્દ્રો પર ટીમ હાજર રાખવી, એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવી, વીજ પુરવઠો કોઈ પણ અવરોધ વિના જળવાઇ રહે તે સુનિશ્વિત કરવા સૂચના આપી હતી. બેઠક માં નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રી ઓ, બી.આર.સી. કો ઓર્ડીનેટરશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૮૩૨ ૨૫૦૧૫૬ પર કોઈ પણ તકલીફ હોય તો જાણ કરવા કલેકટરશ્રી એ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું. તેમજ ઝોનલ કચેરીના સંપર્ક નંબર પણ જાહેર કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સર્વે તંત્રોના સહકાર બદલ આભાર માન્યો હતો અને જાહેર પરીક્ષા સૌ ના સહકાર થી પૂર્ણ કરવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

 

Comments

COMMENT / REPLY FROM