Trending News
સ્થાનિક સમાચાર

વર્ધમાનનગરે જિનાલયની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે દેવ-ગુરુ-ભક્તિ ત્રિદિવસીય જિન મહોત્સવ

20 February


ભુજ - કચ્છઉદય : જૈનોનાં વર્ધમાનનગર મધ્યે વિમલનાથપ્રભુજી જિનાલયની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે તા.૨૩-૨ સુધી દેવ-ગુરુ-ભક્તિ જિન મહોત્સવ પ.પૂ.આ.ભ. યશોવિજયસૂરી મ.સા., પૂ. ગણિવર્ય રાજરત્ન સાગરજી મ.સા., પ.પૂ. પ્રવર્તક મલયસાગરજી મ.સા., પૂ. મુનિરાજ પ્રિયંકરસાગરજી મ.સા. તથા શ્રમણ-શ્રમણીવૃંદ તથા મહાસતિજીઓ અને ચર્તુવિધ સંઘની ઉપસ્થિતમાં ઉજવાશે.
વિમલનાથ દાદાની ધ્વજારોહણ, ભક્તામર મહાપૂજન, તથા મહોત્સવનો સંપૂર્ણ લાભ સંઘમાતા માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા પરિવાર હસ્તે અ.સૌ. ભક્તિબેન ચિંતલભાઇ વોરા વર્ધમાનગર પરિવારે લીધેલ છે. પ્રથમ દિવસે પૂજ્યશ્રીઓનો વાજતે-ગાજતે નગર પ્રવેશ તથા બપોરે મહાકાળી માતાજીની ભાવના યોજાઈ હતી. દ્વિતિય દિવસે સવારે ૮-૩૦ કલાકે  ભક્તામર પૂજન તથા રાત્રે પ્રભુ-ભક્તિ ભાવના, તૃતિય દિવસે સવારે ૭-૩૦ કલાકે અઢાર અભિષેક તથા ધ્વજારોહણ સાંજે કુમારપાળ મહારાજાની આરતી તથા રાત્રે પ્રભુ ભક્તિભાવના યોજાયા છે. બે દિવસ સ્વામિવાત્સલ્યનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા પરિવારે લીધેલ છે. વિધિવિધાન પંડિતવર્ય તલકશીંભાઇ વીરા કરાવશે. જયારે સંગીતની રમઝટ સંજયભાઇ બારોટ અને મોહિતભાઇ બારોટ જમાવશે.
તપગચ્છ જૈન સંઘ દ્વારા તા. ૨૩ના સવારે ૭ વાગે વર્ધમાનનગર મધ્યે વૈયાવચ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરાશે. રાત્રે ભાવના દરમ્યાન ૧૦૮ આંયબીલનાં તપસ્વીઓની અનુમોદના કરવામાં આવશે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા દાતા પરિવારો, વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ, યુવક મંડળો, મહિલા મંડળો, ગ્રુપો તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
--------

Comments

COMMENT / REPLY FROM