કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન સોપારી દાણચોરી કાંડ : પોલીસ તંત્રની ઢીલી નીતિ કે પછી છાની ગોઠવણી ?
ઝોન પ્રશાસનની આક્રમક તપાસ સામે પોલીસની ‘પાણીમાં બેસી જવાની’ વૃત્તિથી ઉઠયા અનેક સવાલો
ખાટલે મોટી ખોટ : ઝોન પ્રશાસન એક્શન મોડમાંઃ વિજિલન્સ કમિટીની તપાસ પણ તેજ ગતીએ આગળ ધપી રહી છે પરંતુ તપાસના નામે ‘તપાસ‘ જ ખાખી દ્વારા ન થાય તો જનતાનો વિશ્વાસ કોણ જાળવશે? : તપાસનીશ ટીમ યુપી-કાનપુર જઈ આવી તે પછી શું થયું? કેમ કોઈ આગળની માહીતી બહાર નથી આવતી? કાસેઝના યુનિટધારકો પૈકીના
રાજેશ-મહાદેવ-આનંદ સહિતની ગેંગને ખુલ્લી પાડવી છે કે પછી પડદો પાડી દેવાનો છે?
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માંથી કરોડોની સોપારી બહાર કાઢવાના ‘આધોઈ સોપારી કાંડ’એ અત્યારે વહીવટી પારદર્શકતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આ કોઈ સામાન્ય ચોરીની ઘટના નથી, પરંતુ એક આખી ‘સિન્ડિકેટ’નો પર્દાફાશ કરવાની તક છે.
પરંતુ, દુર્ભાગ્યની વાત એ છે કે જ્યાં તપાસમાં સંકલન હોવું જોઈએ, ત્યાં અત્યારેપોલીસ અને ઝોન પ્રશાસન સામસામે હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.ઝોન પ્રશાસન દ્વારા અમદાવાદ અને સ્થાનિક સ્તરના અધિકારીઓની બનેલી ‘વિજિલન્સ કમિટી’ જે રીતે આક્રમક તપાસ કરી રહી છે, તે આવકારદાયક છે. ઝ્રઝ્ર્ફ ફૂટેજ ચકાસવા, કસ્ટમ અધિકારીઓના કલાકો સુધી નિવેદનો નોંધવા અને કયા યુનિટમાંથી કેટલી વાર માલ બહાર ગયો છે તેની વિગતો મેળવવી - આ બધું જ દિશાસૂચક છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ પોલીસ તંત્રનું વલણ ચિંતાજનક છે. શું પોલીસ તંત્ર ખરેખર ‘પાણીમાં બેસી ગયું’ છે કે પછી જાણીજોઈને પગલાં ધીમા પાડવામાં આવી રહ્યા છે?કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન માંથી કરોડોની કિંમતની સોપારી બહાર કાઢવાના ‘દાણચોરી’ કાંડમાં એક તરફ ઝોન પ્રશાસન આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા મક્કમ જણાય છે, ત્યારે બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા જરૂરી દસ્તાવેજો સોંપવામાં થઈ રહેલો વિલંબ અનેક આશંકાઓને જન્મ આપી રહ્યો છે.આ ઘટનાની ગંભીરતા જોતા કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના ઉચ્ચ અધિકારીઓ મેદાને આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં સત્ય બહાર લાવવા માટે બે અધિકારીઓના નેતૃત્વમાં (એક અમદાવાદના અને એક ઝોનના) ખાસ વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવી છે. આ તપાસની ગતિવિધિઓ તેજ બની છે. કસ્ટમ્સના સંબંધિત અધિકારીઓના નિવેદનો લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક અધિકારીની તો ૨ થી ૪ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી છે.સાથેાસાથ ડેટા એનાલિસિસ પણ કરવામા આવી રહ્યો છે જેમાં સોપારી કયા યુનિટમાંથી નીકળી, કોની સંડોવણી હતી અને અગાઉ કેટલી વાર આવો જથ્થો બહાર ગયો છે તેની વિગતો એકઠી કરાઈ રહી છે. એટલુ માત્ર જ નહી પણ ઝ્રઝ્ર્ફ ફૂટેજની ચકાસણીઓ પણ કરવામાં આવી રહી છે. યુનિટ ધારકો અને સિન્ડિકેટના કરતુતો ખુલ્લા પાડવા માટે ટેકનિકલ પુરાવાઓ તપાસવામાં આવી રહ્યા છે. બીજીતરફ તપાસનીશ પોલીસ તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં જોવાઈ રહી છે. સહકારનો અભાવ?એક તરફ ઝોન પ્રશાસન તપાસમાં દહાડો-રાત એક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તપાસનીશ પોલીસ ટીમનું વલણ ‘ઢીલું’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.મુખ્ય પ્રશ્ન અહી એ છે કે, પોલીસ પાસેથી તપાસ દરમ્યાના દસ્તાવેજી વિગતો, નિવેદનો કસ્ટમવિભાગ દ્વારા માંગવામા આવ્યા છે છતા પણ કેમ અપાતા નથી? કસ્ટમ વિભાગ દ્વારા બે થી ત્રણ વખત લેખિતમાં વિગતો માંગવામાં આવી હોવા છતાં પોલીસ કેમ મૌન સેવી રહી છે? પોલીસ તંત્રનું રટણ છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ માહિતી આપીશું. પરંતુ જાણકારો પૂછી રહ્યા છે કે પકડાયેલા મુખ્ય આરોપી આનંદ સિંહ સહિતના શખ્સોના સ્ટેટમેન્ટની નકલ આપવામાં આટલો વિલંબ શા માટે? જો પોલીસ આ નકલો કસ્ટમ્સને આપે, તો ઝોનમાં બેઠેલા જવાબદારો અને આખેઆખી સિન્ડિકેટને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી શકાય તેમ છે.આધોઈ સોપારી કાંડ એ માત્ર ચોરીનો કેસ નથી, પરંતુ ઝોનની સુરક્ષા અને વ્યવસ્થા સામે મોટો પડકાર છે. જો પોલીસ ખરેખર ન્યાય ઈચ્છતી હોય, તો તેમણે ‘પાણીમાં બેસી જવા’ ને બદલે ઝોનની વિજિલન્સ કમિટીને
પૂરતો દસ્તાવેજી સહયોગ આપવો જોઈએ. ભવિષ્યમાં વધુ પુરાવા આપવાની ખાતરી સાથે અત્યારે જે પ્રાથમિક નિવેદનો છે તે સોંપવા અનિવાર્ય છે.?હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે હસ્તક્ષેપ કરે છે કે
પછી તપાસના નામે માત્ર સમય પસાર કરવામાં આવશે.’
............................
શું આ કૌભાંડમાં મોટા માથાઓને બચાવવાનો છે ખેલ?
ગાંધીધામ : આ કેસમાં જો પોલીસ અને ઝોન પ્રશાસન વચ્ચે યોગ્ય સંકલન નહીં સધાય, તો આખરે ફાયદો બની બેઠલ ગુનેગારોને જ થશે જેઓ દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા સાથે ચેડાં કરી રહ્યા છે. પોલીસ તંત્રએ પોતાની શાખ બચાવવા માટે પારદર્શિતા બતાવવી પડશે. તપાસના અંતની રાહ જોયા વગર, પકડાયેલા શખ્સોના નિવેદનો કસ્ટમ્સને સોંપીને આ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થવું જોઈએ. જો તેમ નહીં થાય, તો એવું માનવાને પૂરેપૂરું કારણ રહેશે કે આ કૌભાંડમાં ક્યાંક ‘મોટા માથાઓ’ને બચાવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે.
......................
અણીયાણા તીખા સવાલો માંગે છે જવાબ.?
ગાંધીધામ : ૧. પુરાવા છુપાવવાનો પ્રયાસ પોલીસ સ્ટેટમેન્ટ આપવા પાછળ વિલંબ કરીને કોને બચાવવા માંગે છે? ૨. સિન્ડિકેટનો ડર? શું પોલીસ તપાસમાં એવું કશુંક છે જે બહાર આવતા મોટા માથાઓના નામ ખુલી શકે તેમ છે? ૩. જો તપાસ કડક અને તટસ્થ જ હોય, તો ઝોન પ્રશાસનને અત્યારના તબક્કે જે પુરાવા ઉપલબ્ધ છે તે આપવામાં વાંધો શું છે? ૪. પોલીસના આ વિલંબથી શું ગુનેગારોને પુરાવા નાશ કરવાની તક નથી મળી રહી?
..................
માહિતી છુપાવવા પાછળનો હેતુ શું?
ગાંધીધામ : કસ્ટમ વિભાગ દ્વારા વારંવાર લેખિતમાં વિગતો અને મુખ્ય આરોપી આનંદ સિંહના સ્ટેટમેન્ટની નકલ માંગવામાં આવી હોવા છતાં, પોલીસ દ્વારા ‘તપાસ પૂર્ણ થયા બાદ માહિતી આપીશું’ તેવું રટણ કરવું ગળે ઉતરતું નથી. તપાસ પ્રક્રિયામાં સહકાર આપવો એ પોલીસની નૈતિક અને કાયદાકીય ફરજ છે. જો મુખ્ય સૂત્રધારોના સ્ટેટમેન્ટ જ કસ્ટમ વિભાગને ન મળે, તો ઝોનમાં બેઠેલા તે ગુનાહિત માનસ ધરાવતા યુનિટ ધારકો સુધી તપાસ કેવી રીતે પહોંચશે?
...................
તપાસની વિશ્વસનીયતા પર કેમ પ્રશ્નાર્થ?
ગાંધીધામ : તપાસમાં વિલંબ એટલે પુરાવાઓ સાથે ચેડાં કરવાની અથવા ગુનેગારોને છટકવાની છૂપી તક આપવા સમાન છે. જાણકારો સેવી રહ્યા છે તેમ જો પોલીસ ખરેખર કડક અને પારદર્શક તપાસ કરવા માંગતી હોય, તો અત્યારના તબક્કે જે પ્રાથમિક પુરાવાઓ છે તે ઝોનને સોંપવા જ જોઈએ. ભવિષ્યની તપાસ તો ચાલુ જ રહેવાની છે, પરંતુ અત્યારે થઈ રહેલો વિલંબ સમગ્ર તપાસની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
.......................
હકીકતમાં કન્ટેઈનરમાં સોપારી જ હતી
કે, બીજું કાંઈ વિવાદસ્પદ નીકળી ગયું.?
ગાંધીધામ : કાસેઝમાંથી સોપારીનું કન્ટેઈનર ગેરકાયદેસર રીતે નીકળી ગયાની ઘટના બાદ હવે તપાસમાં કયાંક ને કયાંક ગોકળ ગતી આવી ગઈ હોવાનુ દર્શાય છે ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, હકીકતમાં આ કન્ટેઈનરમાથી સોપારી જ બહરા નીકળી ગઈ છે કે પછી બીજું કાંઈ વિવાદસ્પદ નીકળી ગયું છે? ઝોનમાથી આ કન્ટેઈનર બહાર કેમ નીકળી ગયુ છે અને કેવી રીતે બહાર પગ ચરી ગયુ તે એક ગંભીર સવાલ છે? આ ઘટના ખુબજ મોટી અને ગંભીર છે, તેને હળવાશથી કોઈ તપાસનીશોએ ન લેવી જોઈએ. કડક અને તટસ્થ તપાસ થશે કે પછી કુલડીમાં ગોળ ભાંગી નાખવાની ચાલી રહી છે વેતરણ?
................
કાસેઝ ડીસી-ઝોન કસ્ટમ ડીસીશ્રી કડકાઈ સરાહનીય :
ધમકી આપનાર ભ્રષ્ટ પ્રદીપ તો ચપ્પલ મુકીને ભાગ્યો..!
તપાસનીશોને ધમકી આપી, મારા સાગરીતોને ફીટ કર્યા તો સારૂ નહીં થાય, તેવુ દારૂના નશામાં કહેનાર ભ્ર્ષ્ટ વહીવટદારનો ખુદનો વારો ચડી જાય, તેવી ભીતી જોતા ગાંધીધામ સંકુલ મુકી સંસ્કારી નગરીમાં ઉંધી પુછડીએ ભાગી છુટયાની ચર્ચા
ગાંધીધામ : આધોઈ સોપારી કાંડની તપાસ તેજ બનેલી છે ત્યારે હવે કંડલા સેઝમાં ઝોન ડીસીશ્રી પાટીલ સાહેબ તથા તેમના નેતૃત્વ હેઠળ કસ્ટમ ડીસીશ્રી ભાનુ જૈન અને તેમની ટીમ કડકાઈથી આ દીશામાં કામ કરી જ રહી છે. જેને જોતા અગાઉ મારૂત મોડેેલવાળા ભ્રષ્ટ વહીવટદાર પ્રદીપ જેવાઓના હોંશકોંશ ઉડી ગયા હતા અને તપાસનીશોને રીતસરની દારૂના નશામાં ધમકી જ આપી દીધી હતી કે, મારા સાગરીતોને ફીટ કર્યા છે તો સારૂં નહી થાય. આવી ગીધડ ધમકીઓથી ડરવાના બદલે તપાસ વધારે સચોટ બની, કમીટીઓના ગઠન થઈ ગયા, તેમને પણ તપાસ શરૂ કરી દીધી છે, હવે આ સ્થિતીને જોતા પ્રદીપ તેના સાગરીતોને તો બચાવતા બચાવશે પણ કયાંક તેના પગ નીચે રેલો ન આવી જાય તેવી સ્થિતી ભાણી જતા અને ઝોન ડીસી તથા કસ્ટમ ડીસીની કડકાઈ જોઈ અને પ્રદીપ તો ગાંધીધામસંકુલમાથી ચપ્પલ મુકીને ઉંધી પુછડીએ ભાગવાની સ્થિતીમાં આવી ગયો હોવાનુ ચર્ચાય છે. ગાંધીધામની હોટલમાં પડયોપાથર્યો રહી, ઝોનમાં કે કસ્ટમમાં કે અન્યત્ર કઈક ફાંફાખોરી પ્રકરણ દબાવવા કરનાર પ્રદીપ કયાંય ન ફાવતા છેલ્લે અધિકારીઓને ધમકાવતા ફોન કરી દીધા હતા, દાદાગીરી કરનાર પ્રદીપ અનેતેની ટોળકી હવે ઝોન ડીસીની કડક કાર્યવાહીથી રીતસરનો ગાંધીધામ સંકુલ મુકી અને પોતાની નોકરીની જગ્યાએ બખોલમં જઈને સંતાઈ જવા પામ્યો હોવાનુ ચર્ચાય છે.

Comments