Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ભયાનક અગ્નિકાંડઃ દીપક ઈમ્પેક્સમાં લાગી ભીષણ આગ

20 February


ગાંધીધામ : ગાંધીધામ વિસ્તારમાં આવેલી દીપક ઈમ્પેક્સ ૬ (સિક્સ) ઇન્ડસ્ટ્રીઝમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કુલ ૬ થી વધુ ફાયર ફાઈટરો દ્વારા સતત 
પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, 
પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું 
મનાય છે.


 

Comments

COMMENT / REPLY FROM