Trending News
સ્થાનિક સમાચાર

- તો કચ્છમાં પણ મંડળી સંચાલિત અમુક પેટ્રોલપંપોમાંથી  ડિઝલની ગેરરીતીનો થાય ખુલાસો : બાયોડિઝલ ઝડપાય?

20 February

વિજિલન્સ-કલેકટરશ્રી, ડીએસઓશ્રી સરપ્રાઇઝ તવાઈ બોલાવે



બાયોડિઝલ!-બેઝઓઈલ-મિક્ષ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ-એમએચઓની આડમાં ઈંધણનો બેફામ ગેરકાયદેસર બેનામી ધંધો ધમધમી રહ્યો છે, મોટી મોટી ટોળકીઓ બની ગઈ છે, વિદેશથી માલની આયાત અગાઉ તો કન્ટેઈનરોની કરાતી હતી હવે તો જહાજના જહાજ અમિત અને ભ્રષ્ટ પીઆઈ આણી ટોળકી ડિજલ દાણચોરી યુકત મંગાવી અને ઠાલવી રહ્યા છે, આવા ડયુટીચોરીવાળા ઈંધણનો જથ્થો અમુક મંડળીવાળા પંપોમાં પણ મોટા પ્રમાણમાં સંગ્રહાતો હોવાની છે ચકચાર



ગાંધીધામ : કચ્છના બંદરે પર અનેકવીધ પ્રકારના દેશની સંપત્તી સમાન કેમીકલ-ઓઈલની આયાત કરવામા આવી રહી છે. જેમાં સરકારી સાહસ મારફતે જ નિયમ અનુસાર ઈંધણની આયાત કરી શકાતી હોવાના નીતી નિયમોના ધજાગરા ઉડાળી અને અમુક મોટી ભેજાબાજ ટોળકીઓ દ્વારા વિદેશથી મોટા પ્રમાણમાં મિસડીકલેરશન મારફતે જ ઈંધણની ગેરકાયદેસર આયાત કરાઈ છે અને તેના સંગ્રહ માટે કચ્છમાં કાર્યરત અમુક મંડળીવાળા પંપો પણ બની રહ્યા હોવાની એક સર્વાસામાન્ય ફરીયાદ ઉઠતી રહેવા પામી છે. હવે જો ગુજરાત સરકારની વિજિલન્સની પુરવઠા વિભાગની ટુકડી, ખુદ ડીએસઓશ્રી અથવા તો કલેકટરશ્રી આ બાબતે ગંભીર બને અને ઈચ્છાશકિત દર્શાવે તો અમુક મંડળીવાળાઓ દ્વારા ચાલી રહેલા આ પ્રકારના મોટા કૌભાંડનો ખુલાસો થવા પામી શકે તેવી ભીતી સ્પષ્ટ સેવાય છે. 
જાણકારો કહી રહ્યા છે કે, મંડળીઓ જે મંજુર કરવામાં આવી છે તેમાં સરકારને જો ક્રોસ તપાસ કરાવશે તો કઈક ગાલમેલ સામે આવવા પામી શકે તેમ છે. કારણ કે, મંડળીઓ મંજુર કરવાનુ કારણ છે કે, જેની પાસે વધારે વાહનો છે તે પોતે મંડળી મંજુર કરાવે, અને તેની નજર સામે જ ડિજલ  ભરાય તો ચોરીનો ભય ન રહે, આ ઉપરાંત દુર દરાજ સુધી કયાંય જવુ ન પડે એટલે સમય અને ખર્ચ બન્નેમાં બચત થવા પામી શકે. હવે માની લ્યો કે જેની પાસે પ૦ ગાડીઓ છે અને તેણે મંડળી મંજુર કરાવી તો તે પ૦ ગાડીઓથી વધુ ડીઝલ અન્ય કોઈને સપ્લાય કરી શકતા નથી. પરંતુ કચ્છમાં જો પુરવઠા વિભાગ હોય કે પછી સરકાર તબક્કેથી વિજિલન્સની ટુકડી ત્રાટકીને અહી કાર્યરત મંડળીઓની સરપ્રાઇજ ચેકીંગ કરશે તો તેના વાહનોના રજીસ્ટ્રેશનથી વધીને કઈક મોટો ઈંધણનો જથ્થો આવા અમુક મંડળી સંચાલિત પંપો પરથી મળી જ આવવા પામશે? તેવી સચોટ ભીતી જાણકારો દર્શાવી રહ્યા છે.  જયા ર૦ હજાર લીટરની જરૂરીયાત સાથે મંડળી ચાલુ કરવામા આવી હશે ત્યાં ૬૦હજાર લીટરનો જથ્થા સંગ્રહલો પડયો મળી આવવા પામશે? 
જો સરકાર અને અધિકારીઓની ઈચ્છાશકિત હોય અને આ પ્રકારની સરપ્રાઈઝ ચકાસણીઓ કરશે તો વધારાનો ડિઝલનો જથ્થો કયાં જાય છે? આવ્યો કયાંથી? સરકારને તેના પેટે કેટલી ટેક્ષની ચોરીનો ફટકો પડે છે? આ બધું જ મોટા પાયે બહાર આવવા પામી શકશે. આ ઉપરાંત જો ખરેખર સરકારને મંડળીના ચાલી રહેલા પંપોની ગેરરીતી પકડવી જ હોય તો આ પંપો પર જયારે અગાઉ જે-તે ગાડીઓ ચાલતી હતી ત્યારે તેમના માસીક ડીઝલના  બીલો કેટલા બનતા હતા? અને હાલમાં મંડળીમાથી કેટલા બની રહ્યા છે? તેનુ ક્રોસ વેરીફીકેશન કરવામા આવશે તો પણ દુધનું દધુ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. મિક્ષ ઓઈલ-બાયોડીઝલનો જે જથ્થો મોટાપાયે વિદેશથી આયાત કરવામા આવે છે તે જ મંડળીના આવા અમુક પંપો પર વાપરવામાં આવી રહ્યો છે. જેના લીધે સરકારને નુકસાન અને આવા મંડળી સંચાલકને ડબલ ફાયદો થવા પામી જાય છે. કારણ કે ડીજલ જે બારોબાર આવે છે તે ખર્ચ ખાતે ચડી જાય અને વધારાનુ બારોબાર ડીઝલ આવે છે તે બેનંબરમાં વહેંચાઈ જાય એટલે આવા તત્વોને તો બે હાથમાં લાગુનો જ તાલ થવા પામી જાય છે. બેનંબરમાં ડીજલ વહેચી નાખે, ખર્ચ તરીકે રજુ કરી દે એટલે બીલ બની જાય તો 
ઈન્કમટેક્ષમાં પણ આવા ડીઝલચોરો બચી જવા પામતા હોય છે. હકીકતમાં ઈંધણ ૩૦ ટકાના સરકારના સ્લેબમાં મુકાયેલ છે અને તે પરથી જ આંક અંદાજી શકાય કે કેટલા પ્રમાણમાં સરકારની ટેક્ષની રકમની ચોરી આવા અમુક મંડળીવાળા પંપ ધરાવનારાઓ કહી રહ્યા છે?’


................

આવા અમુક લેભાગુને કોઈક તો પુછો..?

ગાંધીધામ :મંડળીના પંપ સંચાલકની પાસે માની લઈએ કે પ૦ ગાડી છે. તેમાંથી ૧ ગાડી એવરેજ કેટલી ચાલે? માનીએ કે ૧ ગાડી ૮ હજાર કીમી ચાલે.  તેની એવરેજ પાંચની ગણીએ તો ૪૦૦ લીટર એક ટ્રીપમાં લાગે તો મહીનાનું એક ટ્રક ડીઝલ જોઈએ તેના બદલે અઢળક બાયોડીઝલ-મિક્ષ ઓઈલનો ખડકલો આવા અમુક મંડળીના પંપો પર જોવા મળતો રહે છે. આવા અમુક તત્વોના કોઈક તો ઓચીંતી તપાસ તવાઈ બોલાવીને કાન આમળો ખરા?


.................

તંત્ર-અધિકારી અગાઉના અને હાલના બીલ ક્રોસ વેરીફીકેશન કરે..!

ગાંધીધામ : મંડળીના પંપો જે ચાલી રહ્યા છે તે ગાડીઓવાળા સંચાલકને ડીએસઓ, કલકેટર અથવા વિજિલન્સની ટીમ સ્થળ પર જઈ અને માત્ર અગાઉના તેના માસીક બીલો અને હાલના બીલોની ચકાસણી કરે તો પણ ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે. મંડળી વાળો પંપ ચાલુ કર્યો તે પહેલા ડીઝલ આ સંચાલક કયાંથી ભરાવતો હતો? પ૦ ગાડી પેટે બીલો-વપરાશ કેટલો હતો? અને હવે મંડળીવાળા પંપમાથી તે ડીઝલ ભરી રહ્યો છે તેના બીલોની રકમ કયાં પહોચે છે? બીલ ક્રોેસ વેરીફીકેશન કરશે તો દુધનું દધુ અને પાણીનું પાણી થવા પામી જશે. 

Comments

COMMENT / REPLY FROM