Trending News
સ્થાનિક સમાચાર

કરોડોનો દારૂ ઝડપ્યો ડીજીપીના આગમનના ૧ દિવસ પહેલા પશ્ચિમ કચ્છમાં SMC નો મેગા સપાટો ભ્રષ્ટ ખાખીના તત્વોમાં ફફડાટ...!

20 February

ગુજરાતના ઈતિહાસમાં એસએમસી નો સૌથી મોટો દરોડો..!




પશ્ચિમ કચ્છમાં જીસ્ઝ્રનો મેગા સપાટોઃ કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર લોબીમાં ભારે દેાડધામ : 
૬ થી ૮ કરોડનો મુદ્દામાલ હોવાની શક્યતા, ૨ શખ્સો સાથે ટ્રકો અને કાર કબજે : કાયદેસરની કાર્યવાહીનો ધમધમાટ તેજ


મુંદરામાં કરોડોના દારૂના કેસમાં ઝડપાયા બાદ પાસા તળે ફેંકાયેલ અનોપ ફરી સક્રીય થયો અને એસએમસીના રવાડે ચડી ગયો : કચ્છ આખાયમાં અનોપની જ લાઈનને લીલીઝંડી મળી હોવાની છે ચકચાર

પંજાબથી મુંદરા રેલ માર્ગે આવી અને કન્ટેઈનરોમાં ૩૦ કરોડથી વધુનો દારૂ ગુજરાતભરમાં ઠલવાયો હોવાના મહા વિક્રમી ઘટનાક્રમની તપાસ હજુ પૂર્ણ નથી થવા પામી, ત્યાં એસએમસીએ ફરીથી મોટો દરોડો પાડી દેતા મચી ગયો છે હડકંપ


આ દારૂકાંડની તપાસ SMC  પોતા પાસે જ રાખે, સ્થાનિકે ન સોંપે તે જરૂરી : અનોપને ફરીથી  ઉપાડી તેના મોબાઈલ કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરશે તો ખ્યાલ આવશે કે અનોપની સિન્ડીકેટમાં કયા કયા ભ્રષ્ટ ખાખીધારીઓની હતી મીલીભગત?

અનોપ-નવગણ સહિતની ટોળકીને છાવરનારા મોટા માથા સમાન ભ્રષ્ટ ખાખીધારીને પાંચ જીલ્લા સરહદ પાર દુર નહી ફંગોળાય ત્યા સુધી દારૂબંધીની કડક અમલવારી નહી બને કચ્છમાં શકય?


ઝડપાયેલા શખ્સોમાં સગીર વયના કિશોરના લ્યો બરાબર પુછાણા : તો આખીય સિન્ડીકેટના ચહેરાઓ આવી જશે બહાર : પુના-અનોપ-ગોપાલ-નવગણ સહિતનાઓની પણ આપોઆપ ખુલી શકે છે સંડોવણી


આઈજીશ્રી તપાસ કરાવે..? સાયબર ક્રાઈમ પીઆઈશ્રી શું કરી રહ્યા છે? તેઓને કાયદાને નુકસાન કરતી રજેરજની માહીતીઓ મળી જતી હોય છે, તો પછી કરોડોના દારૂની માહીતી કેમ મળી નહી કે પછી આંખમીચામણા થઈ રહ્યા છે?


જે વિસ્તારમાથી દારૂ પકડાય છે તે વિસ્તારના ડી સ્ટાફની જવાબદારી કેમ ન થાય ફીટ? કરોડોનો દારૂ ઠલવાય અને સ્થાનિક ડી સ્ટાફ અંધારામાં હોય તે બને ખરૂ? ડી સ્ટાફની મંજુરી વગર એ વિસ્તારમાં ચકલુ પાંખ પણ ન ફડફડાવી શકે, તો કરોડોનો દારૂ ઠાલવવાની તો વાત જ કયાં આવે? ડી સ્ટાફના મોબાઈલ નંબરની કરો ચકાસણી




ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ એ પશ્ચિમ કચ્છના વિસ્તારમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને મોટો ધડાકો કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં વિદેશી દારૂનો એટલો વિશાળ જથ્થો મળી આવ્યો છે કે જેનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચવાની આશંકા સેવાઈ રહી છે.જાણકારો કહી રહ્યા છે કે, એસએમસીની ટીમ દ્વારા પાડવામા આવેલા આ દરોડો તેઓનો ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હેાવાનુ મનાય છે. એસએમસીએ પાડેલા દરોડામાં રપ૦૦ જેટલી દારૂની પેટી અને બે ટ્રકો સહિત નાના મોટા બીજા ત્રણથી ચાર વાહનો હોવાનુ પણ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.  સ્થળ પરથી પોલીસે બે શખ્સોને દબોચી લીધા છે, જેમની પૂછપરછમાં રાજ્યના મોટા ગજાના બુટલેગરોના નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે. આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા પશ્ચિમ કચ્છની બુટલેગર લોબીમાં સોંપો પડી ગયો છે. ગાંધીનગરથી આવેલી ટીમની આ સીધી કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.?હાલમાં જીસ્ઝ્ર દ્વારા દારૂની પેટીઓની ગણતરી અને પકડાયેલા વાહનોની કિંમત આંકવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કચ્છના ઇતિહાસના સૌથી મોટા દારૂના કેસોમાંનો એક સાબિત થઈ શકે છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કયા મોટા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો, તે દિશામાં સઘન તપાસ તેજ કરવામાં આવી છે.


...................................


છાશવારે એસએમસીનું ત્રાટકવું, કચ્છ પોલીસ માટે વોર્નિંગ બેલ સમાન : જો જો મોટા તપેલા ન ચડીજાય !


ગાંધીધામ : કચ્છના પ્રવેશદ્વાર સમાન ભચાઉથી લઈને સરહદી વિસ્તારો સુધી દારૂના કટીંગની બૂમો ઉઠી રહી છે. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC ) ની ટીમ જ્યારે પણ કચ્છમાં ત્રાટકે છે, ત્યારે મસમોટો મુદ્દામાલ ઝડપાય છે. સ્થાનિક પોલીસના નાક નીચે આટલો મોટો વ્યવહાર કેવી રીતે ચાલે છે તે સૌથી મોટો સવાલ છે. જો આ જ રીતે છાશવારે SMC ના દરોડા પડતા રહેશે, તો આગામી દિવસોમાં સ્થાનિક પોલીસના ‘મોટા તપેલા’ (ઉચ્ચ અધિકારીઓ) ની જવાબદારી નક્કી થાય અને ગાજ પડે તો નવાઈ નહીં!



.........................


એસએમસી ત્રાટકયાના તાજા દાખલા
અને સ્થાનિકની કુંભકર્ણિ નિંદ્રા..!



ભચાઉ બાદ તાજેતરમાં જ અંજાર પટ્ટામાં પાર્કિંગ વિસ્તારમાંથી એસએમસીએ બે કરોડથી વધુનો દારૂ ઝડપ્યાનો છે તાજો દાખલો : સ્થાનિક પોલીસ સહિતનાઓની ભૂમિકા આવી જાય છે શંકાના દાયરામાં.


ગાંધીધામ : તાજેતરમાં જ અંજારના એક ખાનગી પાર્કિંગ પ્લોટમાંથી એસએમસીએ ૨ કરોડથી પણ વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે અથવા બીટ વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો ઉતરે અને સ્થાનિક પોલીસ ‘અજાણ’ રહે તે વાત ગળે ઉતરતી નથી. આ ઘટના બાદ પોલીસ અને બુટલેગરોની મીલીભગતની આશંકા વધુ પ્રબળ બની છે.
’

......................


અનોપ-નવઘણ સિન્ડિકેટ અને ખાખીની ઓથ? :
જેલમાંથી ચલાવી ચુંકયા છે દારૂનું સામ્રાજય..!



ગાંધીધામ : કચ્છમાં દારૂના નેટવર્ક પર નજર કરીએ તો પુનો, રામો, અનોપ અને નવગણ જેવા નામો અવારનવાર ચર્ચામાં રહે છે. આ આખી સિન્ડિકેટ કયા પોલીસ અધિકારી કે કર્મચારીના આશીર્વાદથી ફૂલીફાલી રહી છે? સૂત્રોનું માનીએ તો, કેટલાક ભ્રષ્ટ ખાખીધારીઓ હપ્તાખોરીના મોહમાં આ બુટલેગરોને ‘ગ્રીન સિગ્નલ’ આપી રહ્યા છે. આઈજી ભલે ગમે તેટલા કડક હોય, પરંતુ નીચેનું તંત્ર જો ભ્રષ્ટ હોય તો કચ્છને દારૂમુક્ત બનાવવું અશક્ય છે.

 

Comments

COMMENT / REPLY FROM