ગોરસીયા પરિવાર દ્વારા માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું
ભુજ - કચ્છઉદય : માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતા અ.ને. માતુશ્રી અમરબાઇ માવજીભાઇ ગોરસીયા પરિવાર ભુજ દ્વારા નવું છ સીટર ઇકો વાહન ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે ભુજ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી દેવપ્રકાશ સ્વામિ, કોઠારી ગૌલોકવિહારી સ્વામી, સદગુરુ પાર્ષદવર્ય જાદવજી ભગતની ઉપસ્થિતિ અને આશિર્વાદ સાથે અર્પણ કરાયું હતું.
આ પ્રસંગે દાતા પરિવારનાં ગોવિંદભાઇ માવજી ગોરસીયા તથા જીતેશ ગોપાલભાઇ ગોરસીયાની અંતરની ભાવનાંઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રેષ્ઠીવર્ય ગોપાલભાઇ ગોરસીયા પરિવારનો સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિહ જાડેજા, આનંદ રાયસોની, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, નિતીન ઠક્કર, પ્રવિણ ભદ્રા, ભરતભાઇ વી. સોની, મૌલિક માંકડે વ્યવસ્થા સંભાળી હતી.
------

Comments