Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાના ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

19 February


નખત્રાણા તાલુકા વિકાસ અધિકારીને ભુજ ખાતે નિમણૂક અપાઈ 

ભુજ - કચ્છઉદય :   આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પંચાયત અને ગ્રામ ગ્રહ નિર્માણ વિભાગ દ્વારા ૫૯ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાંં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા દીક્ષિતકુમાર ઠક્કરની બદલી કરીને તેમને ભુજ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત મુન્દ્રા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અનિલભાઈ ત્રિવેદીની બદલી કરીને તેમને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણુક આપવામાં આવી છે.  જ્યારે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ આયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા વિભૂતિબેન સેવકની બદલી કરીને તેમને પંચમહાલ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. 
----------

Comments

COMMENT / REPLY FROM