Trending News
સ્થાનિક સમાચાર

માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં ‘યુવા કવિ સંમેલન’

19 February


ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને અભિનવ વિકાસ ટ્રસ્ટનું સંયુક્ત આયોજન
 
ભુજ - કચ્છઉદય : વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને અભિનવ વિકાસ ટ્રસ્ટ, માધાપરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આગામી ૨૧ ફેબ્રુઆરીએ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે ભુજના વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે આયોજિત ‘યુવા કવિ સંમેલન’માં કચ્છના યુવા કવિઓ સિરાજ નોડે, સાગર જોશી અને સાલેહા મેમણ સ્વરચિત રચનાઓ પ્રસ્તુત કરશે. ખ્યાતનામ કવિ મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ તેમજ સુશ્રી કાશ્મીરાબેન મહેતા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે મુખ્ય અતિથી તરીકે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય. સંજયભાઈ ઠાકર અને નરેશભાઈ અંતાણી ઉપસ્થિત રહેશે. માતૃભાષાનું મહિમાગાન કરતા આ કવિ સંમેલનમાં ભુજના સાહિત્ય રસિકો અને યુવામિત્રોને પધારવા જાહેર આમંત્રણ છે તેવું અભિનવ વિકાસ ટ્રસ્ટના નયના ચારણીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે. 
----

Comments

COMMENT / REPLY FROM