Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં મલબા નિકાલમાં મોટા પાયે ‘ગોબાચારી’ના આક્ષેપો ?

19 February


સરકારી ખર્ચે ઉપાડાતો મલબો ખાનગીમાં વેચાતો હોવાનો વેપારીઓનો રોષ : સરકારી ખર્ચ અને ખાનગી સોદાબાજી : વેપારીઓ અને નાગરિકોમાં ઉગ્ર અસંતોષ : શું આ પ્રક્રિયામાં કોઈ ચોક્કસ મિલીભગત કામ કરી રહી છે? :પાલિકાના ચોપડે આ મલબાના નિકાલના આંકડા અને વાસ્તવિકતા વચ્ચે કેટલો તફાવત છે?

ગાંધીધામઃ ગાંધીધામ શહેરમાં હાલ મલબો (બાંધકામનો કચરો) ઉપાડવાની પ્રક્રિયા વિવાદના વમળમાં ફસાઈ છે. નપા દ્વારા જાહેર જનતાના ટેક્સના નાણાંથી મલબો ઉપાડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયામાં પારદર્શકતાના અભાવે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ, નગરપાલિકાના સંસાધનો અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને મલબો ઉપાડવામાં આવે છે. નિયમ મુજબ આ મલબાનો નિકાલ નિર્ધારિત ડમ્પિંગ સાઈટ પર કરવાનો હોય છે, પરંતુ આક્ષેપ છે કે તંત્રના અમુક જવાબદારો દ્વારા આ મલબો ખાનગી આસામીઓને અંદાજે ૬,૦૦૦ ના ભાવે વેચવામાં આવી રહ્યો છે.આ સમગ્ર મામલે સ્થાનિક વેપારી મંડળો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો પ્રશ્ન છે કે જો મલબો ઉપાડવા માટે ટ્રેક્ટર, જેસીબી અને ઈંધણનો ખર્ચ જાહેર નાણાંમાંથી કરવામાં આવે છે, તો તેનો ખાનગી સોદો કઈ રીતે થઈ શકે?આ મામલે પારદર્શકતા લાવવા અને જવાબદારો સામે કડક પગલાં લેવા માટે રજૂઆતો થઈ રહી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ એક સુઆયોજિત કૌભાંડ હોઈ શકે છે, જેમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરી ખાનગી કમાણી કરવામાં આવી રહી છે.હવે જોવાનું એ રહે છે કે ન.પા.કમિશનર આ ગંભીર આક્ષેપોની તટસ્થ તપાસ કરાવશે કે પછી આ ભ્રષ્ટાચાર પર પડદો પાડી દેવામાં આવશે? ગાંધીધામની જનતા હવે તંત્ર પાસેથી આ પ્રશ્નોના લેખિત અને સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખી રહી છે.

Comments

COMMENT / REPLY FROM