Trending News
સ્થાનિક સમાચાર

નાના કપાયાના પાણીના હોજમાં ડૂબી જતા યુવાનનું મોત 

19 February



કુંજીસરની કંપનીમાં છત પરથી પટકાતાં યુવાનનો જીવ ગયો : અજાપરમાં મહિલાનો આપઘાત 


ગાંધીધામ- કચ્છ ઉદય : જિલ્લામાં આપઘાતના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં પાણીના હોજમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થયું હતું, જ્યારે ભચાઉ તાલુકાના કુંજીસરમાં છત પરથી પટકાતાં યુવાને જીવ ગુમાવ્યો હતો, જ્યારે અંજાર તાલુકાના અજાપર ગામે મહિલાએ આપઘાત કરી લીધો હતો. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે રામદેવ હોટલની પાછળ આવેલા ન્હાવાના પાણીના હોજમાં આ બનાવ બન્યો હતો. મૂળ રાજસ્થાનના ૩૪ વર્ષિય ડ્રાઈવર કૈલાશ કહાર રામનિવાસ કહાર પાણીના હોજમાં પડી જતા ડૂબી જવાના કારણે મોત થયું હતું. જેથી મુન્દ્રા પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ ભચાઉ તાલુકાના કુંજીસર ગામે કરમતારા કંપનીમાં છત પર કામ કરતા યુવાનનું છત પરથી પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. ભચાઉ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ર૪ વર્ષિય શારુકીબ નામના યુવાનનું આ બનાવમાં મોત થયું હતું. 
ભચાઉ પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ અંજાર તાલુકાના અજાપર ગામે મૂળ યુપીના પૂજાબેન દશરથભાઈ ગોંઢ નામના ર૪ વર્ષિય પરીણીતાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હતભાગી તેમના બે સંતાનોને લઈને ૧પ તારીખે ઘરેથી નીકળી ગયા હતા. ૧૭ તારીખે સાંજ સુધી પરત આવ્યા ન હતા અને ૧૮ તારીખે સવારે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. હાલ અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે. 


 

Comments

COMMENT / REPLY FROM