વિકસીત ગુજરાતના સંકલ્પને સાર્થક કરનારૂં બજેટ : પંકજભાઈ મહેતા
રાપર - કચ્છઉદય : ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બુધવારે રજૂ કરાયેલા વર્ષ ર૦ર૬-ર૭ના રૂા.૪,૦૮,૦પ૩ના બજેટને આવકારતા રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાળવા સુજલામ સુફલામ પાઈપ લાઈન યોજના માટે ૧૨૩૭ કરોડ રૂપિયા, કચ્છ યોજના માટે ૧૩૩૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દુધઈ સબબ્રાન્ચ કેનાલના કામો માટે રૂ.૨૩૦ કરોડની જોગવાઈ, કચ્છના વન વિસ્તારમાં ગાંડા બાવળને દુર કરી તેના સ્થાને બામ્બુ વાસ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છ બન્ની ઘાસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે ૯૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજયના ૧૦ સામૂહિક કેન્દ્રો માટે રૂ. ૨૮ કરોડની જોગવાઈ જેમાં કચ્છનો શમાવેશ. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડવાની જોગવાઈ કરાઈ હોવાનું જણાવ્યું હતું.શિક્ષણ વિભાગ માટે રૂ.૩૧૮૪ કરોડની જોગવાઈ સાથે ૨૦૦૦ હજાર નવી આંગણવાડીના નિર્માણ માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ, સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે રૂ.૧૨૦ કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ માટે રૂ.૭૬૯૦ કરોડની જોગવાઇ, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, લખપતી દીદી અભિયાન માટે રૂ.૪૭ કરોડની જોગવાઈ, નમો લક્ષ્મી યોજના માટે રૂ.૧૨૫૦ કરોડની જોગવાઈ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય માટે રૂ.૨૮૪૮ કરોડની જોગવાઈ, કૃષિ અને સહકાર ક્ષેત્રે વિકાસ માટે ૨૪૦રર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાને લઈ પોષણક્ષમ આહાર માટે ૮૪ર કરોડ તથા એનએફએસ કાર્ડધારકોને અનાજ પૂરૂં પાડવા ૭૦૦ કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ્લ રૂા.રપ૪૦૩ કરોડની જોગવાઈ કરાઈ છે. ૩.૧પ લાખથી વધુ આવાસો માટે રૂા.૪ર૪૭ કરોડની જોગવાઈ, ગાંધીનગર ખાતે શરૂ થનારી દેશની સૌથી મોટી લાયબ્રેરી માટે રૂા.૧૦૦ કરોડની જોગવાઈ, વીબી જી-રામજી માટે રૂા.૧પ૦૦ કરોડ, પાણી પુરવઠા પ્રભાગ માટે રૂા.૬૯૮૪ કરોડ, સિંચાઈ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ કરવા જળસંપત્તિ વિભાગ માટે રૂા.૧૩૯૪૪ કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે રૂા.૪ર૯ કરોડની જોગવાઈ કરીને ગ્રીન ગ્રોથને સરકાર દ્વારા સુદ્રઢ કરવામાં આવશે.આ બજેટ રાજ્યના ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારત ર૦૪૭ના સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસીત ગુજરાતના રોડમેપ તૈયાર કરવા સાથે નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલ આ બજેટથી ગુજરાત આર્થિક અને સમાજિક વિકાસના નવા શિખરો સર કરશે તેવું પંકજભાઈ મહેતાએ વધુમાં ઉમેર્યું હતું.

Comments