Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ચાઈનાક્લે એસોસિએેશન દ્વારા સિલિકાને એચએસએન કોડ મળે તે માટે નાણાં મંત્રાલયમાં રજૂઆત

18 February

ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લાના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન ચાઈનાક્લે ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે આ ઉદ્યોગમાં સિલિકાના નિકાસ માટે અલગ એમએસએન કોડ પ્રાપ્ત થાય તે હેતુથી કચ્છ ચાઈનાક્લે એસોસિએશન દ્વારા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને એસોસિએશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની સીધી આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી મધ્યે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ અનુપમ પ્રકાશ સાથે મુલાકાત કરીને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત દરમિયાન કચ્છમાં ચાઈનાક્લેના શુદ્ધિકરણ બાદ પ્રાપ્ત થતી સિલિકાના નિકાસમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ અને એચએસએન કોડના અભાવે થતી અડચણો અંગે સચિવને માહિતગાર કરવામાં આવ્યા હતા જેને પ્રતિસાદ આપતા સંયુક્ત સચિવે સમગ્ર બાબતે સકારાત્મક વલણ દાખવી જરૂરી કાર્યવાહીની ખાતરી આપી હતી. જો આ માંગણી સંતોષાય તો આગામી દિવસોમાં કચ્છના ચાઇનાલે ઉદ્યોગ માટે નિકાસના દ્વાર વધુ સરળતાથી ખુલશે તથા દેશની રેવન્યુ આવક પણ વધશે જેનો ફાયદો દેશના અર્થતંત્ર માં થશે અને સ્થાનિક રોજગારી સહિતના આર્થિક પાસાઓમાં મોટો ઉછાળો જોવા મળી શકે તેમ છે. દિલ્હી મધ્યે રજુવાતમાં એસોસિએશનના ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, ભરતભાઈ ડાંગર, સહમંત્રી દીપક ડાંગર, શિવજીભાઈ પટેલ, રમેશભાઈ ડાંગર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારિકભાઈ મેમણ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 
 

Comments

COMMENT / REPLY FROM