Trending News
સ્થાનિક સમાચાર

કોઠારાની શાળામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું

18 February

કોઠારા - કચ્છઉદય : ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત મા. શા. વિ. મ. ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ભાનુશાલી ઇંગ્લિશ  હાઈસ્કૂલ, ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ કોઠારા મધ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવ તથા ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. નલિયા એરફોર્સથી વિંગ કમાન્ડર ઈશા ગીલ અને તેમની ટીમ , સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખશ્રી ઇકબાલભાઈ મંધરા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન  પુરુષોત્તમભાઈ ગોરડિયા, તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય જયદેવસિંહ જાડેજા, કિશોરસિંહ વખતસિંહ જાડેજા (માજી ચેરમેન જિ.પં),  લગ્ધીરસિંહ જાડેજા (બીઆરસીઅબડાસા), ઓસમાણભાઈ મંધરા, સામજીભાઈ ફુફલ, વાલી મંડળના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, શાળાના આચાયર્શ્રી મહેશભાઈ ફુફલ,કોઠારા ગામનાં સરપંચ ત્રિકમભાઈ પરગડુ  તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 
કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ  વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, શિક્ષણ  થીમ, મોબાઈલ થીમ, નારી સશક્તિકરણ વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. નર્સરી વિભાગથી ધો. ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ  વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ધો. ૧૦ અને ૧૨ ના વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓનું પણ કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ સમિતિ-રાતા તળાવ તરફથી  પ્રોત્સાહિત ઈનામો અપાયા હતા. કાર્યક્રમ દરમ્યાન નેપ્કિનના દાતા પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ વતી ખોડુભા જાડેજા રહ્યા હતા. ભોજનના મહાદાતા ઇકબાલભાઈ મંધરા રહ્યા હતા . નલિયા એરફોર્સથી પધારેલ ટીમ દ્વારા   ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ડો. સોકતભાઈ સુમરા, રસિકભાઈ ભગત, હિતેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, કૈલાશગીરી , નવીનભાઈ ભાનુશાલી, સુરેશસિંહ જાડેજા,  મહિપતસિંહ જાડેજા, ડોલુભા જાડેજા, અભાસભાઈ બકાલી, ચાંપશીભાઈ પરગડુ , મામદભાઈ સુમરા (સરપંચ ખીરસરા), અરવિંદભાઈ ભાનુશાલી (સરપંચ નુંધાતળ), પીરજાદા અસલમછા (સરપંચ વરાડિયા), ખુમાનસિંહ જાડેજા (સરપંચ બીટીયારી), અભુભાઇ હિંગોરા, કપિલભાઈ ભાનુશાલી, મયુરભાઈ ગોર, શ્રી ડાંગર, દિલાવરસિંહ જાડેજા, જનકસિંહ સોઢા, સરબજીતસિંઘ શીખ, ઈશ્વરસિંઘ ચૌધરી, ડાઘા પંકજભાઈ, હીરજીદાદા માતંગ તથા બહોળી સંખ્યામાં વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખશ્રી ભીમજીભાઈ વડોર સાહેબ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો તેમજ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની સ્નેહાબા હરેન્દ્રસિંહ જાડેજા તથા શાળાના આચાર્ય મહેશભાઈ ફુફલ દ્વારા કરવામાં આવ્યું. ધોરણ- ૧૦ તથા ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓની સાથે કાર્યક્રમની આભારવિધિ શાળાના આચાયર્ય મહેશભાઈ ફુફલે કરી હતી.

 

Comments

COMMENT / REPLY FROM