મુંદરામાં ફાઈટર ડ્રગ્સકાંડ : NIA કરે તપાસ : રાષ્ટ્રીય સુરક્ષા માટે લાલબત્તીરૂપ ઘટના.!
દિલ્હીના ઝડપાયેલા એકસપોર્ટરના લ્યો કડક રીમાન્ડ.!
મુન્દ્રા પોર્ટ પર યુરોપથી પરત ફરેલા કન્ટેનરમાંથી કરોડોની પ્રતિબંધિત દવાઓ ઝડપાતી વેળાએ સુચક ઈશારો : ઝડપાયેલો જથ્થો તો બગાસા ખાતા પત્તાસા સમાન સ્થિતી છે, કોઈ રાષ્ટ્રએ ટ્રોમાડોલ જેવી વિવાદીત પ્રતિબંધિત દવાઓ ન સ્વીકારતા કાર્ગોની ઘરવાપસી થતા કસ્ટમ અને એજન્સી ત્રાટકી છે, પરંતુ આવા કન્સાઈનમેન્ટ આ પહેલા કેટલા નીકળી ગયા?
ટ્રોમાડોલની દવાનો ઉપયોગ સાઉથ આફ્રીકા સહિતના દેશોમાં ફાઈટર ડ્રગ તરીકે થાય છે, એટલે કે ટેરર મોડયુઅલ પણ આ તપાસમાં જોડાય તે જરૂરી છે : દેશની વિવિધ મોટી એજન્સીઓ તપાસમાં વેળાસર જોતરાય તે દેશહિતમાં : પાછલા એકાદ માસથી આ કન્સાઈનમેન્ટ એજન્સીઓના રડારમાં હતુ.!
ગાંધીધામ : દેશના મુંદરા બંદર પર આંતકવાદ વિરોધી દળની ટુકડી ત્રાટકી અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો અહીથી નીકળી ગયા બાદ રીકોલ થયેલ અથવા તો કોઈ પણ દેશમાં તેનો સ્વીકાર ન થવા પામતા પરત આવતા તેને પકડી પાડવામા આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટના કોઈ નાની સુની નથી. આ વાતને હળવાશથી ન લેવી જોઈએ. બંદરીય નગરી મુન્દ્રામાં પ્રતિબંધિત કાર્ગો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં સીબર્ડ સીએફએસ ખાતેથી પ્રતિબંધિત દવાઓના ૩૨ બોક્સ ભરેલું કન્ટેનર ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આ જથ્થો મુન્દ્રાથી રવાના થઈ યુરોપના નિયત રૂટ પર ફરીને પરત મુન્દ્રા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મુંદરામાં દવાઓનો ઝડપાયેલ શંકાસ્પદ જથ્થો પાછલા લાંબા સમયથી એજન્સીના રડારમાં રહેલો હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો આ કન્સાઈનમેન્ટમાં પ્રતિબંધિત દવાઓને ‘અન્ય સામાન્ય કાર્ગો’ તરીકે દર્શાવીને મુન્દ્રા બંદરેથી રવાના કરવામાં આવ્યું હતું. જથ્થો રવાના થયા બાદ કસ્ટમ વિભાગને સચોટ બાતમી મળી હતી, જેના આધારે તાત્કાલિક એલર્ટ જાહેર કરી કન્સાઈનમેન્ટ અટકાવવા સૂચના અપાઈ હતી.કસ્ટમના એલર્ટને કારણે યુરોપ સહિતના કોઈ પણ બંદરગાહે આ શંકાસ્પદ જથ્થાને ઉતારવાની મંજૂરી આપી નહોતી. અંતે, આ કન્ટેનર પરત મુન્દ્રા આવ્યું હતું. સીબર્ડ સીએફએસ ખાતે તપાસ કરતા તેમાંથી ટ્રોમાડોલ જેવી પ્રતિબંધિત દવાઓના ૩૨ બોક્સ મળી આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ જથ્થો દિલ્હીની ‘મુદગલ એક્સપોર્ટ’ નામની પેઢીનો હોવાનું ખુલ્યું છે. કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓએ આ મામલે કડક વલણ અપનાવીને પેઢીના સંચાલકની અટકાયત કરી છે. હકીકતમાં આ એકપોર્ટરના કડકમાં કડક રાહે પુછાણા લેવા જોઈએ. આ રીતે તેણે અગાઉ કેટકેટલી વાર આવી પ્રતિબંધિત દવાઓ નિકાસ કરી દીધી છે? તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે? આખીય સિન્ડીકેટની સામે કડકાઈથી કામ લેવાય તે રાષ્ટ્રીય હિતમાં જરૂરી બન્યુ છે. અને એનઆઈએ જેવી એજન્સી આ કાંડની તપાસમાં આગેવાની લે તે પણ સમયની માંગ છે.
.............................
ડ્રગ્સ-મેન્ડ્રેકસમાં વરસોથી કચ્છ કડી નીકળી જ છે?
અગાઉ બનાસકાંઠામાં ફેકટરીઓ ધમધમતી હતી.!
દાયકા પહેલા પણ એટીએસ જેવી એજન્સીઓ ત્રાટકી મેન્ડ્રેકસના જથ પકડયા ત્યારે પણ પૂર્વ કચ્છના કઈક સફેદ પોશ ચહેરાઓના નામો આ કાંડમાં ચર્ચામાંઆવ્યા હતા..!’
ગાંધીધામ : ડ્રગ્સ અને મેન્ડ્રેકસ જેવી સંવેદનશીલ રાષ્ટ્રીય હિતનેજોખમતી નશાની કડીઓ અથવા તો પરોક્ષ રીતે ટેરર ફડીંગ કે ટેરરમાં ઉપયોગમાં લેવાતી ડ્રગ્સની વસ્તુઓમાં કચ્છ કનેકશન સામે આવતુ જ રહેતુ હોય છે. દરમ્યાન જ ફરીથી મુંદરામાં જયારે આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે ત્યારે જાણકારો ફરીથી યાદ કરે છે કે એકાદ દાયકા પહેલા પણ મેન્ડ્રેકસના મોટા જથ્થા સાથેની ફેકટરીઓ અહી ધમધમતી જ હતી. તે વખતે પણ દરોડા ઓ પડયા અને કચ્છના સફેદ પોશ શખ્સો તે પ્રકરણોમાં પણ ભારે ચકચારમાં આવી ગયા હોવાનુ મનાય છે.
.............................
શું છે આ ‘ટ્રોમાડોલ’ દવા અને કેમ છે પ્રતિબંધ? :
આતંકી સંગઠનો કરે છે આ દવાનો ગેરઉપયોગ
કાયદાકીય સ્થિતિએ ભારતમાં દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ આ દવાના નિકાસ પર કડક નિયંત્રણો અને પ્રતિબંધ છે
ગાંધીધામ : - ટ્રોમાડોલ એક અત્યંત શક્તિશાળી પીડાનાશક (ઁટ્ઠૈહૌઙ્મઙ્મીિ) દવા છે. - સામાન્ય રીતે ગંભીર સર્જરી બાદ દર્દીને પીડામાંથી મુક્તિ આપવા વપરાય છે. - દુરુપયોગઃ આ દવાનો નશા તરીકે વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને અસામાજિક તત્વો અને - આતંકી સંગઠનો (જેમ કે ૈંજીૈંજી) લડાઈ કે મારામારી વખતે ઈજાની પીડા ન થાય તે માટે આનો ઉપયોગ કરતા હોવાનું મનાય છે. આથી જ તેને ‘ફાઈટર ડ્રગ‘ પણ કહેવામાં આવે છે.
..........................
કાસેઝનું પણ એક ફાર્મા કંપનીનું
ટ્રોમાડોલ નિકાસ કાંડ ફરી થયું તાજુ..!
ગાંધીધામ : મુંદરામાથી ટ્રોમાડોલ જેવી પ્રતિબંધિત ફાઈટર ડ્રગ્સના જથ્થો જડપાયો છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આ પહેલા પણ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં પણ દિલ્હીની જ એક કંપનીનું ૬૦૦ કરોડથી વધુની રકમનુ ટ્રોમાડોલ નિકાસનું ભોપાળુ કંડલા એસઆઈઆઈબીની ટીમે પકડી પાડયુ હતુ. આ કન્સાઈનમેન્ટ લાંબા સમય સુધી તપાસ હેઠળ રહેવા પામયુ હતુ. જો કે, બાદમાં કાસેઝની આ કંપનીને એક યા બીજી રીતે આ પ્રકરણમાં કલીનચીટ જ આપી દેવામા આવી હતી પરંતુ આ ખાનગી ફાર્મા કંપનીનું આ પ્રકારનું કન્સાઈનમેન્ટ પણ ભારે ચકચારમાં આવ્યુ હતુ.
..............
તીખા સવાલો..! જવાબો કોણ આપશે?
• આટલો મોટો જથ્થો કોના ઈશારે અને કયા દેશમાં મોકલવામાં આવી રહ્યો હતો? • શું આ અગાઉ પણ આ રીતે કાર્ગો મોકલવામાં આવ્યા છે? • આ રેકેટમાં સ્થાનિક (સીએચએ) એજન્ટોની ભૂમિકા શું છે?

Comments