Trending News
સ્થાનિક સમાચાર

તો ગાંધીધામ સંકુલમાંથી હજારો કરોડોનું ભાડુઆતી બેંકફ્રોડનું કારસ્તાન ખુલશે..!

18 February

યશ-સિદ્ધાર્થ નો લ્યો બરાબરનો ઉધડો

૮૧ બેંકોમાં ૧૮ર કરોડના કૌભાંડનો ખુલાસો થયો, ચાર શખ્સો દબોચાયા છે, ૪ ફરારને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે તે વેળાએ જાણકારવર્ગનો સુચક ઈશારો

ઝડપાયેલા શખ્સો તો માત્ર મહોરા જ હશે, તેના મુખ્ય આક્કાઓ, સુત્રધારો સુધી તપાસ લંબાય તે ઈચ્છનીય : અન્ય કોની કોની મદદગારીથી કરોડોના પ્રકરણને અપાયો છે અંજામ

વિજયના તટસ્થ કડક રીમાન્ડ લેવાશે તો જયરાજ સુધી રેલો લંબાશે : 
જાણકારો કહે છે કે, વિજય-જયરાજ પાસે પાછલા અમુક સમયથી કાળાના ધોળા કરી દેવા માટેની પણ કઈક પાર્ટીઓનાહતા આંટાફેરા : આ પાર્ટીઓ કઈ કઈ હતી? શેના પેટે બ્લેકને વ્હાઈટ આ પાર્ટીઓ કરાવે છે? કાળી કમાણી શેમાથી આટલી બધી થાય છે? સહિતના કઈક બેનામી ધંધાઓના પર્દાફાશ થશે

આદિપુરના રાજનો પણ કીસ્સો પોલીસ તપાસ હેઠળ પડતર જ છે, આ રાજ તો પોલીસ ચોપડે અગાઉ પણ ક્રીકેટ સટ્ટાના કાંડોમાં સત્તાવાર રીતે ચમકી ચૂકયો છે? રાજ દ્વારા પણ જે ભાડુઆતી બેંક એકાઉન્ડ ખોલાવી અને તેમાં ક્રીકેટ સટ્ટાના નાણાના હવાલાઓ નાખી અને આજે ખુદ દુબઈ સરકી જવા પામ્યો છે, તે સત્તાવાર રીતે થયેલી ફરીયાદની તપાસ કેમ આગળ નથી ધપતી? રાજની સાથે કડી ધરાવતો મુંબઈનો બાબુ નામનો શખ્સ કાણે છે? કેમ ત્યા સુધી તપાસનો રેલો ન લંબાવાયો?



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીના માર્ગદૃશન હેઠળ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા દેશવ્યાપી ફેલાયેલા બેંક ફ્રોડના ૧૮ર કરોડના મસમોટા કૌભાંડનો ગાંધીધામમાથી પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમએ કચ્છમાથી કરોડોના આ કાંડનો ખુલાસો કરતા સ્થાનિકથી લઈ અને દેશવ્યાપવી વિવિધ રાજયોમાં જયાં જયા આ કાંડના તાર જોડાયેલા છે તેવા તત્વોમાં અંતરીક રીતે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો સામે આવી રહ્યો છે. 
નાના લોકોને ભોળવી અને તેમના બેક એકાઉન્ટનો ગેરઉપયોગ કરી અને લોકોના દસ્તાવેજોના નામે બોગસ પેઢીઓ ઉભી કરી સાયબર કૌભાંડના રૂપીયા આ ભાડુઆતી બેંક એકાઉન્ટમાં જમા કરવામા આવતા હતા. પ્રાથમિક રીતે તો ૮૧ બેંક ખાતાઓમાં ૧૮ર કરોડ રૂપીયા આ રીતે જમા થયા હોવાનો ખુલાસો થવા પામ્યો છે અને તે કેસમાં ચાર શખ્સોની ધરપકડ પણ કરાઈ છે અને અન્ય ચાર આરોપીઓને શોધવા માટેની તજવીજ પણ હાથ ધરી દેવામા આવી છે. 
આ સમગ્ર પ્રકરણનો જયારે ખુલાસો થવા પામી ગયો છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, ઝડપાયેલા ચાર શખ્સોમાથી યશ-સિદ્ધાર્થનો તપાસનીશોએ કડક ઉધડો લેવાની જરૂર છે. જો એમ થશે તેની પાછળ રહેલી એક મોટી નેકસસ ટોળકીનો પર્દાફાશ થશે ન માત્ર એટલુ જ બલ્કે હજારો કરોડોના ભાડુઆતી બેંક કૌભાંડનો પણ પર્દાફાશ થશે. ગાંધીધામ સહિતના વિસ્તારોમાથી ઓપરેટ થતા આ કૌભાંડના તાર પશ્ચીમ બંગાલથી માંડી અને દેશના અન્ય રાજયો સુધી તો શરૂઆતી પ્રાથમિક માહીતીઓમાંજ સામે આવી ગયા છે. જેમ જેમ તપાસ થવા પામશે તેમ તેમ આ ગાંધીધામમાથી ઝડપાયેલુ કૌભાંડ છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાનો ખુલાસો થવા પામી શશે તેવી પ્રબળ શકયતાઓ પણ સેવાઈ રહી છે. વિશાલ નામનો શખ્સ જે ફરાર છે તેને દબોચવામા આવશે તો તેની પાસેથી જયરાજ જેવા તત્વોના પણ નામો બહાર આવી શકે છે અને આ જયરાજ દ્વારા પણ કેટકેટલા આવા ગરીબ લોકોના બેક એકાઉન્ટ ભાડે લઈ અને કરોડોના કૌભાંડો આચર્યાનો ખુલાસો થવાની શકયતાઓ પણ નકારી શકાતી નથી.


......................


ગાંધીધામ એ ડીવીઝન મથકે ૧ પડતર ફરીયાદ ની 
ઉલટતપાસ થશે તો પણ ઘણુંબધું આવશે બહાર..!


ગાંધીધામમાંથી ૧૮ર કરોડના મ્યુલ કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ અરજીની પણ કડક અને ઘનિષ્ઠ તપાસ કરો તો ૧૮ર કરોડના ફ્રોડમાં કાયંક ને કયાંક ખુલશે નવા રહસ્યો.!

સાયબર ક્રાઈમ શાખામાં કદાચ અપાયેલી હશે વિગત, અરજી સંદર્ભેની તપાસ કરાવી ચોકકસથી આ બાબતે વેળાસર જ ધોરણસરની કાર્યવાહી કરાવીશું : શ્રી ચૌધરી (પીઆઈ ગાંધીધામ એ ડીવીઝન)


ગાંધીધામ : ગાંધીધામમાથી તાજેતરમાં જ ૧૮ર કરોડના ભાડુઆતી બેંક કૌભાંડ-સાયબર ફ્રોડનો સનસનીખેજ ખુલાસો થયો છે અને તેની તપાસ જયારે ચાલી જ રહી છે તે સમયે ફરીથી ગાંધીધામ એ ડીવીઝન મથકે પણ થયેલી આવી જ એક ફરીયાદ સપાટી પર આવવા પામી રહી છે. આ પડતર રહેલી અરજી બાબતે વિગતે વાત કરીએ તો અરજદાર ભરતભાઈ હીરલાલ મીરાણી ગાંધીધામ કચ્છના રહેવાસી છે અને તેઓએ ગાંધીધામ પોલીસ મથક સાયબર ક્રાઈમ શાખામાં લેખિત ફરીયાદ કરેલી છે અને તેમાં જણાવ્યું છે કે, તેઓ ખુદ નોકરી કરી રહ્યા છે અને તેમના પરીવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. 
તેઓ પાસે જયરાજ રાણા નામના વ્યકિતના સંપર્કમાં લગભગ એકાદ વર્ષ પહેલા આવેલા હતા. અમને નાણાની જરૂરીયાત હોતા તેમને અમોએ નાણાની ર૦ હજાર રૂપીયાનીમાંગણી કરી હતી. અને છ મહીનામા પછી પાછા આપી દેશુ એમ કહેલુ હતુ. તેથી જયરાજ રાણાએ અમને કહેલ કે તેમને બેન્ક એકાઉન્ટની લીમીટ પુરી થઈ ગયેલ છે અને જો અમે તેમને નવો બેંક એકાઉનટ્‌ ખોલાવી દઈએ અને એક સીમ કાર્ડ આપીએ જે મોબાઈલ નંબરથી તે બેંક એકાઉન્ટમાથી વ્યહવાર ઓનલાઈન કરી શકે એવી જયરાજ રાણાએ અમારાથી માંગણી કરેલ અને કહેલ કે તમને દર મહીને પાંચ હજાર કરી ચાર મહીનામાં રૂપીયા ર૦ હજારના જ હપ્તા કરી આપી દેે. ફરીયાદીને નાણાની જરૂરીયાત હોતા તેઓએ તેમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ઝવેરી બજાર શાખામાં ખાતુ ખોલાવી આપેલ જેના ન. ૪ર૭૧૬૪૩૪પપ૮ અને એક સીમકાર્ડ આપેલ જેના ન. ૮૪૪૮૬ર૪૬૧૮ હતા. તે આપેલ હતા. ત્યાર બાદ તેમને અમારૂ ઉપરોકત ખાતુ અને મોબાઈલ ન.  ઓટીપી અમારાથી લઈ લીધેલ અને તેને ઓપરેટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ 
તા. ૧૩મી જુન ર૪ના રોજ દિલ્હી પોલીસ મધુવિહાર ઈસ્ટ દિલ્હીની એક નોટીસ ફરીયાદીને મળવા પામી હતી જેમા એફઆઈઆરન. ૧૪૧/ર૦ર૪ તા. ૭ મે ર૦ર૪ વાળી દાખલ કરવામા આવેલ છે.  અને સીઆરપીસીની સેકસન ૪/એ તળે ઈન્કવાયરી નોટીસ અમાર સામે કાઢવામાં આવેલ હતી. જેથી અમોએ અમારો બેક ખાતુ જોતા તે ફ્રીજ થઈ ગયેલ હતુ. અને તુરંત જયરાજ રાણાનુ પુછતા કે આ બધુ તેમઓ અમારા ખાતા અને મો.ન.થી શું કરેલ છે ત્યારે તેમણે 
કહેલ કે તમારૂ મોબાઈલ સીમ કાર્ડ અમોએ તોડી ફેકી દીધેલ છે અને ખાતુ ફ્રીજ થઈ ગયેલ છેહવે આ તમારૂ ખાતુ છે, તમે જોઈ લેેજો. જેથી ફરીયાદને શંકા જતા તેઓએ તેમનુ ખાતુ ચેક કરતા તેમાં આ જયરાજ રાણાએ પોતાના લાભ માટે મસમોટી રકમ, નાખી અને કાઢી લીધેલ છે અને ઘણા ગેરાયદેસર વ્યહવાર કરેલ છે. ફરીયાદીએ ફરીથી પુછેલ કે અમારી 
સાથે કેમ કરેલ છે? ત્યારે તેમણે જવાબ આપેલ કે તમારૂ ખાતુ હવે જે સીમકાર્ડ અમેઓએ ભાડે લીધેલ હતુ જેના તમને રૂપીયા પાંચ હજાર આપ્યા હતા. હવે તમે જાણો અને તમારૂ કામ જાણે. ફરીયાદીએ ફરીથી દાદ ગુજારી છે કે, તેઓની સાથે વિશ્વાસઘાત કરી સિમકાર્ડ અને બેન્ક ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરેલ છે અને ગુનો કરેલ છે. ત્યારબાદ 
ફ્રીજ થયેલ એકાઉન્ટ ખુલી જતા અને તેમાં રહેલ બેલેન્સમાથી જયરાજ રાણાએ અમારાથી ખાતામા રહેલ ૬પ હજાર પણ કઢાવી લઈ લીધેલ છે. અમેઓ આ રક આપવાી ના પાળતા અમને કહેલ કે જો અમને આ રકમ નહી મળે તો એફઆરઆઈ રદ નહી થાય અને અમે તમને કોઈ પણ મદદ નહી કરીએ જેથી તેમને રૂપીયા ૬પહજાર તેમને એટલે કે જયરાજ રાણાને કાઢી લીધેલ છે. જયરાજ રાણાએ ફરીયાદીને પાંચ હજાર રૂપીયા આપી અને 
તેમનુ ખાતુ અને સીમકાર્ડ ગેરકાયદેસર ઉપયોગ કરી અને તેમનાથી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી તેમની સામે કાયદેસરના પગલા લઈ કાર્યવાહી કરવાની માંગ ભરતભાઈ અરજદારે કરી છે.આ સંદર્ભે ગાંધીધામ એ ડીવીઝનના પીઆઈ શ્રી ચૌધરીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અરજી જુની છે, સાયબર શાખામાં કદાચ આપેલી હશે, ફરીથી તપાસ કરાવી અને આ સંદર્ભે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે.



 

Comments

COMMENT / REPLY FROM