ભુજના રોટરી હોલ ખાતે મહાશિવરાત્રિનો કાર્યક્રમ યોજાયો
રોટરી ક્લબ ઓફ ભુજ, રોટરી આરસીસી, કલાવૃંદ ક્લબ તથા કરાઓકે ધી મ્યુઝિકલ જર્નીના ઉપક્રમે કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : રોટરી ક્લબ ઓફ ભુજ, રોટરી આરસીસી, કલાવૃંદ ક્લબ તથા કરાઓકે ધી મ્યુઝિકલ જર્નીના ઉપક્રમે ભુજના રોટરી હોલ ખાતે મહાશિવરાત્રીનો કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં શીવ ઉપરના ગીતો ભજન રજૂ કરવામાં આવ્યા હતાં. ટીઆના માંડલિયા, ભાવિકાબેન બોસમીયા, પ્રેમ બહાદૂર હમાલ, હંસરાજભાઈ પવાણી, ગીરધરભાઇ ગઢવી, નીતાબેન વ્યાસ, હેમાલીબેન માંડલિયા, દર્શનાબેન મુનશી, ઇન્દુબેન ઠાકર, હેમાબેન તેજવાણી, જયાબેન ઠક્કર, વિણાબેન માંડલિયા, કલ્પનાબેન ગોસ્વામી તથા અશોકભાઈ માંડલિયાએ ગીતો રજૂ કર્યા હતા. આ પૂર્વે પ્રાર્થના ગીત બાદ સ્વાગત પ્રવચન ત્રણે સંસ્થાના પ્રમુખ અશોકભાઈ માંડલિયાએ કર્યું હતું. મુખ્ય મહેમાન શંકરભાઈ સચદેએ દિપ પ્રાગટય કર્યું હતું. તેમની સાથે પ્રમુખ અશોકભાઈ માંડલિયા, ડો.દેવજયોતિ શર્મા, રોટરી ક્લબ ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાધેલા, અજીતભાઈ માનસતા, રસિકભાઈ મકવાણા, ઝવેરીલાલ સોનેજી, હરીભાઇ ગોર તથા નીતિનભાઈ દાવડાએ કર્યું હતું.
મહેમાનોનું સન્માન સાલથી અશોકભાઈ માંડલિયા, પ્રિયંકાબેન પવાણી, હેમાલીબેન માંડલિયા, ગીરધરભાઇ ગઢવી, પ્રેમ બહાદુર, નીતિનભાઈ હરશીયાણી, દર્શનાબેન મુન્શી, ભગીરથભાઈ ધોળકિયા, રોહિતભાઈ મકવાણા તેમજ નીતાબેન વ્યાસે કર્યું હતું. નીતિનભાઈ હરશીયાણી, ભગીરથભાઈ ધોળકિયા, રોહિતભાઈ મકવાણા, પુરુષોત્તમભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ ડુડિયા, ઈશ્વરભાઈ દેશાઈ, મમતાબેન ઠક્કર, બીજલબેન ઠકકર, જયોતીબેન પવાણી,જયંતી ભાનુશાલી, રઘુવીરસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા હેમાલીબેન માંડલિયા, નીતિનભાઈ હરશીયાણી, પ્રેમ બહાદુર હમાલ, દર્શનાબેન મુન્શી, ટીઆના માંડલિયા, મમતાબેન ઠક્કર, વૈભવ તથા વિજય ઠકકરે જહેમત ઉઠાવી હતી. શ્રીહરિ સાઉન્ડ સેવા આપી હતી. સંચાલન પ્રિયંકાબેન પવાણીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ મહામંત્રી હેમાલીબેન માંડલિયાએ કરી હતી.

Comments