અંતે ગાંધીધામમાંથી દેશવ્યાપી મ્યુલ એકાઉન્ટના પ્રકરણનો થયો પર્દાફાશ : યશ-સિદ્ધાર્થ ના લ્યો પુછાણા : વિકીને દબોચો
શાબાશ છે પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમારની ટીમ સાયબર ક્રાઈમને..!
ભાડાની દુકાનો અને ખોટા દસ્તાવેજોના આધારે ઉદ્યમ સર્ટિફિકેટ અને બેંક ખાતા ખોલાવી ઠગાઈના ગેરકાયદે નાણાની કરાતી હતી હેરફેર : મુખ્ય આરોપી સહિત ચારને ઝડપી લેવાયા : દેશભરમાં ૭૪ જેટલી સાયબર ઠગાઈની નોંધાયેલી છે ફરિયાદ
ગાંધીધામ - કચ્છ ઉદય : ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં સાયબર માફિયાઓએ આચરેલા મસમોટા કૌભાંડનો પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. લોકોની મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી ૧૮૨ કરોડથી વધુની રકમની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. આ ટોળકી ગરીબ અને જરૂરતમંદ લોકોને લાલચ આપી તેમના નામે ખોટી પેઢીઓ અને બેંક ખાતાઓ ખોલાવી દેશભરમાં સાયબર ફ્રોડ આચરતા ગુનેગારોને રૂપિયાની હેરફેર કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે આઠ લોકો સામે ગંભીર કલમો તળે ગુનો દાખલ કર્યા બાદ મુખ્ય ચાર આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ, સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના હેઠળ સાયબર ક્રાઈમ પીઆઈ ડી.જી. પટેલની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ એક સુઆયોજિત કાવતરું રચી ગાંધીધામ અને આદિપુરમાં ભાડે દુકાનો રાખી હતી. આ દુકાનોના આધારે રાપર, આડેસર અને ભુજ, વાંકાનેર જેવા વિસ્તારોના ભોળા લોકોને વિશ્વાસમાં લઈ તેમને જાણ કર્યા વગર જ પ્રોપરાઈટર બનાવી દેવાયા હતા. આરોપી ટેક્સ કન્સલ્ટન્ટની મદદથી ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી ખોટા ઇનવોઇસ બિલો બનાવી બેંકમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સ ખોલાવવામાં આવતા હતા. આ એકાઉન્ટ્સની કિટો અને નવા સિમકાર્ડ આરોપીઓ પોતાની પાસે જ રાખતા હતા.પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે આ રીતે કુલ ૮૧ જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૧૮૨, ૩૭, ૬૮, ૮૬૨
રૂપિયા જેટલી માતબર રકમ જમા થઈ હતી. આ રકમમાંથી ૫ લાખથી વધુની રકમ ચેક મારફતે ઉપાડી લેવામાં આવી હતી. આ એકાઉન્ટ્સને જ્યારે કેન્દ્રીય સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વિગત બહાર આવી કે આ ખાતાઓ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, મુંબઈ, દિલ્હી, પંજાબ, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, તેલંગાણામાં કુલ ૭૪ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.
આરોપીઓ દરેક એકાઉન્ટ દીઠ મોટું કમિશન મેળવીને આ નાણાકીય હેરાફેરીમાં વચેટિયા તરીકે કામ કરતા હતા.
આ ગુનામાં પોલીસે આદિપુરના યશ મુલચંદભાઈ ભાટીયા, ગળપાદરના સિધ્ધાર્થ સુનિલભાઈ સોની, આદિપુરના સાહિલ દિનેશભાઈ શર્મા અને ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા અલ્પેશ સુરેશભાઈ લુહારની ધરપકડ કરી છે. તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાપરના ઈલુભા જાડેજા, મોટી રવના વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુભા બાલુભા જાડેજા, સણવાના હાર્દિક હરેશભાઈ રાજગોર અને આદિપુરના વિજય રાણા નામના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે. એલસીબી અને સાયબર ક્રાઈમની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ મસમોટા રેકેટને તોડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમા, સાયબર ક્રાઈમ પીઆઈ ડી.જી.પટેલ, પીએસઆઈ એચ.બી. કોવાડિયા તથા સ્ટાફના માણસો જોડાયા હતા.
...................
તો ગાંધીધામમાં ચોપાનીયાની આડમાં ક્રીકેટ સટ્ટાના
કરોડોના કૌભાંડો કરનારાઓના પણ રહસ્યો ખુલશે?
આ ચોપાનીયાવાળા ક્રીકેટ સટ્ટાના કાળા નાળાથી એટલા ફાવી ગયા હતા કે એક પીઆઈને તેઓએ
ર૦ લાખની રોલેક્ષ ઘડીયાલ આપી હતી ભેટમાં : ક્રીકેટ સટ્ટાથી આવેલી કરોડોની બેનામી રકમો આ સટ્ટોડીયાઓ શિણાય અને માથક પટ્ટામાં ર૦૦ કરોડની આલીશાન સોસાયટી ઉભી કરી અને રીયલ એસ્ટેટમાં કરી રહ્યા છે રોકાણ
આદિપુરની કયા બની બેઠેલા હોટેલીયરના સબંધીની પણ મ્યુલ એકાઉન્ટના મસમોટા કૌભાંડમાં ખુલી છે સંડોવણી?
પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમની ટીમને એસપીશ્રી આ કેસની તપાસમાં સતત આપે સધીયારો-માર્ગદર્શન : આ પ્રકરણ કોઈ નાનુ સુનુ નથી? કચ્છ પોલસે ખુબ મોટી સિદ્ધી મેળવવા સમાન કાર્યવાહી કરી છે, પરંતુ માત્ર આરંભે સુરા થઈને છેાડી દેવાશે તો હજારો કરોડોના મોટા પ્રકરણ પર પડદો જ પડી જશે..
ગાંધીધામના બની બેઠેલા (ટુડે)ચોપાનીયાવાળાઓની દુકાન બંધ થવી જરૂરી : ચોપાનીયું તો નામ પુરતું જ છે, ધંધાઓ ક્રીકેટ સટ્ટાકાંડ, હવાલાકૌભાંડ અને મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડોના જ રહેલા હોવાનુ ચર્ચાય છે : નાના અને અમુક ગરીબ માણસો કે જેઓના દસ્તાવેજો તેમને અંધારામાં રાખીને ઉપયોગ આવા ફ્રોડ આચરવા કરાયા છે તેઓ તો ગરીબ અને નાના વર્ગ હોવાથી મોટા અને માથાભારે તત્વો સામે ફરીયાદ પણ કરી શકે તેમ નથી, તેમને તો ફરીયાદ માટે પોલીસ મથકના પગથીયા જ ચડવા નથી દેવાતા..!
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે મ્યુલ એકાઉન્ટના એક મોટા કૌભાંડનો ખુલાસો કરી દીધો છે. ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, જીણવટભરી તપાસ હાથ ધરે તો સિદ્ધાર્થ- વિકીના કઈક મદદગારો તથા તેના આક્કાઓના નામો આવે સામે તેવી સંભાવનાઓ સેવામાં આવીર હી છે. બેંકોમાં ભાડેથી ખાતાઓ ખોલી દેશભરમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનનું માયાજાળની ક્રિકેટ સટ્ટાકાંડ સાથે પણ ખુલ્લે સંડોવણી, ક્રીકેટના કરોડોના સટ્ટા, બેનામી રકમોની મ્યુલ એકાન્ટસથી નાણાની હેરફેર કરનારાઓ પોલીસ-કાયદાની કાર્યવાહીથી બચવા ચોપાનીયાના પણ આશરા લઈ રહ્યા હોવાની ચર્ચા છે. ઝડપાયેલ શખ્સ સિદ્ધાર્થ ગાંધીધામના કયા બની બેઠેલા ચોપાનીયાની ધરાવતો હતો ઓથ? આ દીશામં તપાસ આગળ ધપાવી જરૂરી બની રહછે. આ ચોપાનીયાની ઓથવાળા ક્રીકેટ સટ્ટા તથા બોગસ બેંક ખાતાઓથી વિદેશથી નાણાહેરફેર કરીને એટલા ફાટીને ફુલેકે ગયા હતા કે, ખાખીના વહીવટદારોને -અધીકારીઓને પણ ગજવામાં ફેરવતા રહેતા હતા, પૂર્વ કચ્છમાં તો એક પીઆઈએ આ ક્રીકેટ સટ્ટાકાંડાવાળાઓ પાસેથી ર૦ લાખની મોંઘીદાટ રોલેક્ષ કાંડા ઘડિયાલ લીધી હતી ભેટમાં, આજે પણ આ અધીકારી ખુલ્લેઆમ ક્રીકેટ સટ્ટોડીયાઓએ આપેલી ઘડિયાલ રોફથી જાહેરમાં પહેરતા ફરી રહયા હોવાની ચર્ચા છે.
.............
મ્યુલ બેંક એકાઉન્ટકાંડમાં ગુનાહિત તત્વોના
નેટવર્કને ખુલ્લો પાડીશું : શ્રી સાગર બાગમાર
સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ પ્રકરણમાં નોધેલી ફરીયાદની પૂર્વ કચ્છ એસપીશ્રીએ મીડીયાને આપી માહીતી
ગાંધીધામ : આજ રોજ પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા પ્રેસ યોજી અને મીડીયાની સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા એક ગુનો દાખલ કરવામા આવ્યો છે જેમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી અને સાયબર ફ્રોડના ગુનાને અંજમ આપવાની જે ઘટના બની હતી તેની ફરીયાદ દાખલ થઈ છે. આ આખીય ગેંગનું ક્રાઈમ છે તેની અરજી તપાસ દરમ્યાન સાયબર ક્રાઈમ પોલીસને વિગતો ધ્યાન આવી તે બાદ આઈજીશ્રી તરફથી તપાસની સુચના મળી હતી અને તે અનુસંધાન આખી ગેગનું જે ઓપરેશન હતુ તેમાં ૮૧ જેટલા બેક એકાઉન્ટ હતા તેમાં જે ગરીબ લોકો હોય તેમને લાલચ આપી અને બેંક એકાઉન્ટ ખોલાવાઈ હતી તેની વિગતો ધ્યાને આવી અને તે બેક એકાઉન્ટસની તપાસ કરવામાં આવી, તેમા સમન્વય પોર્ટલમાંથી વિગતો મળી હતી અને તે વખતે ખબર પડી કે આખાય ભારતમાં આ સંદર્ભની ૭૩ ફરીયાદ દાખલ કરાઈ છે.
આખીય ટોળકીના એમઓની વાત કરીએ તો મુખ્ય આરોપી યશ ભાટીયા છે. તેના દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા ફ્રોડ પેઢી ઉભી કરવામા આવતી, તે બાદ બેંક ખાતા ખોલવામા આવતા, તે ખાતાની વિગતો બીજાને આપવામા આવતી હતી અને તેમાથી પૈસા વિથડ્રો થતા તો તેના કમિશન સહિતનું વિતરણ કરવામાં આવતુ હતુ. જયાંથી ક્રાઈમ થતુ હતુ તેમા ભારતના અલગ અલગ રાજયોમાથી આ નેટવર્ક ચાલતુ હત. પ.બંગાલ, યુપી, હરીયાણા, ઉત્તરપ્રદેશમાંથી પણ આ ટોળકી દ્વારા બીજા તત્વોને સાથે રાખી ક્રાઈમ કરવામા આવતી હતી. આ કેસની તપાસ સાયબર ક્રાઈમના પીઆઈ દ્વારા કરવામા આવી રહી છે અને આગળની કાર્યવાહી રીમાન્ડ સહિતની ચાલુમાં હોવાનુ શ્રી સાગર બાગમાર દ્વારા જણાવાયું છે.
..................
કચ્છઉદયના અહેવાલને સચોટ સમર્થન
મ્યુલ બેંક એકાઉન્ટના કૌભાંડની હલચલ વખતે જ આ પ્લેટફોર્મ પરથી સિદ્ધાર્થ, યશ-વીકી સહિતના નામો સાથે આંખ ઉઘાડનારો અહેવાલ રજુ કરાયો હતો. હવે સત્તાવાર રીતે ફરીયાદમાં તેમના નામો આવવા પામી ગયા છે ત્યારે કચ્છઉદયના અહેવાલને વધુ એક વખત સચોટ સમર્થન મળવા પામયું છે.
........................
ગાંધીધામની કઈ બેંકોના તત્વો છે સામેલ ? તેનો પણ થવો જોઈએ ખુલાસો
ગાંધીધામ : પશ્ચીમ કચ્છ તથા પૂર્વ કચ્છમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડને લઈને સત્તાવાર ફરીયાદો થવા પામી રહી છે ત્યારે અહી સવાલ એ પણ થાય છે કે, બેંકોના પણ આળતીયા મળતીયા વિના આ મુજબનું કૌભાંડ આચરાઈ જ ન શકાય. જેમની ફરીયાદો થાય છે તે કેસોમાં તો સબંધિત બેંકોના જવાબદારોને આ કેસમાં તપાસના દાયરામાં લેવા જ ઘટે. તે જ રીતે સિદ્ધાર્થ અને વીકી જેવા તત્વો જે મ્યુલ એકાઉન્ટથી કરોડોના કૌભાંડો આર્થિક રીતે આચરી ગયા છે તેઓની આ સાથે પણ ગાંધીધામની કઈ બેંકોના કર્મચારીઓની આ કૌભાંડમાં મિલીભગત હતી, તે બાબતે પણ મોટા ખુલાસા થવાની શક્યતા જો સ્ટેટ સાયબર સેલ તપાસ કરે તો થવાની સેવાઈ રહી છે.
............
આ રીતે આચરાતું હતું કૌભાંડ
આરોપી સાહિલ શર્મા દલાલ છે અને મુખ્ય આરોપી યશ અને અલ્પેશ છે. અન્ય આરોપી દ્વારા રાપર, આડેસર, માધાપર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઓછા ભણેલા લોકો અને જરૂરિયાતમંદ લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે દુકાન ભાડે રાખવામાં આવતી અને આ ભાડાની દુકાનના આધારે ખોટું ઉધ્યમ સર્ટિફિકેટ બનાવવામાં આવતું હતું. વિજય રાણા નામનો શખ્સ વિવિધ બેંક ખાતામાં એકાઉન્ટ ચાલુ કરાવતો હતો. સિદ્ધાર્થ, ઈલુભા, વિશ્વરાજસિંહ, હાર્દિક સહિતના લોકો ગરીબ માણસોના દસ્તાવેજ લઈ સાહિલને આપતા અને તેના આધારે સાહિલ દુકાન ભાડે રાખતો હતો. બાદમાં યશ અને અલ્પેશ તેના આધારે વિજયને દસ્તાવેજ મોકલી બેંક ખાતા ખોલાવી તેમાં રૂપિયાની હેરફેર કરતા હતા.
..................
દુકાનનું ભાડું ન મળતા પોલીસની અરજી કરી અને ભોપાળુ ખુલ્યું
ગાંધીધામ : દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ ર૦ જાન્યુઆરીના
ગાંધીધામ પોલીસમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું કે, દુકાન ભાડે આપવા માટે સાહિલ શર્મા નામના દલાલને ચાવી આપી હતી. દુકાન કોઈને ભાડે આપી ન હતી. આ દરમિયાન મંડપ ડેકોરેશન વાળા આવ્યા અને કહ્યું કે, તમારી દુકાન જે લોકોએ ભાડે રાખી છે તેઓએ ભાડે સોફા રાખ્યા છે. જેનું ભાડું આપ્યું નથી જેથી દુકાને જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે, ૧૯ નવેમ્બરથી અહીં ઓફિસ ચાલુ કરી દેવામાં આવી હતી અને આ દરમિયાન યશ બેંકનું કુરિયર આવ્યું. જેમાં બેંક ખાતાની કિટ હતી. દુકાનના નામે બોગસ એકાઉન્ટ ખોલાવીને સાયબર ક્રાઈમ આચરાયું હોવાની શંકા સાથે પોલીસમાં અરજી કરવામાં આવતા પોલીસે તપાસ કરી અને ભોપાળું સામે આવ્યું હતું.
.....................
ગ્લોબલ સોલ્ટ કંપનીના નામે ઓફિસ ખોલાઈ હતી
ગાંધીધામમાં ગ્લોબલ સોલ્ટ કંપનીના નામે ઓફિસ શરૂ કરવામાં આવી હતી. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધ્ધાર યશ મુલચંદભાઈ ભાટિયા અને ટેક્ષ કન્સલ્ટન્ટ અલ્પેશ સુરેશભાઈ લુહાર છે. તેઓએ વિવિધ ગરીબ માણસોને વિશ્વાસમાં લઈ તેમના નામ અને દસ્તાવેજોના આધારે કંપનીઓના માલિક બતાવી ૮૧ બેંક ખાતા ખોલાવી તેમાં સાયબર ઠગાઈના ૧૮ર કરોડ જમા કરાવ્યા હતા. આ ૮૧ બેંક ખાતા પૈકી ૭૪ બેંક ખાતા પર સાયબર ક્રાઈમ ફરિયાદો થયેલી છે.
..................
રૂપિયાની હેરફેર માટે મળતું હતું કમીશન
ગાંધીધામ : આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ બેંક ખાતા ખોલાવી તેમાં સાયબર ક્રાઈમના રૂપિયા જમા કરાવતા અને આ બેંક ખાતાને વિગતો આપવા પેટે તેમને ખાતા દીઠ કમીશન મળતું હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટ ે તેઓ કમીશન એજન્ટ તરીકે કામ કરતા હતા. એચડીએફસી બેંક, એક્સીસ બેંક, સાઉથ ઈન્ડિયન બેંક, યશ બેંક, જાના બેંકમાંથી ખાતા ખોલવામાં આવ્યા હતા.

Comments