મુંદરા કસ્ટમનો સપાટો : ખાનગી સીએફઅસમાં તપાસનો ધમધમાટ : દવાની આડમાં શું નીકળ્યું? રહસ્ય અકબંધ..!
પ્રતિબંધિત દવાઓ કે પછી ડ્રગ્સ? શંકાઓ તેજ
દિલ્હીની પાર્ટીએ દવાઓ એક્ષપોર્ટ કરવાના નામે પ્રતિબંધિત દવાઓની યાદીમાં મુકાયેલ જથ્થો નીકળ્યો હોવાની જામી ચર્ચા
ગાંધીધામ : ગુજરાત ફાર્માસયુકટીકલ ક્ષેત્રનું હબ બની ચુકયુ છે ત્યારે અહીથી અનેકવિધ અલગ અલગ દવાઓની મોટા પ્રમાણમાં બંદરો પરથી નિકાસ કરવામા આવી રહી છે. પરંતુ બીજીતરફ આ દવાની આડમાં પ્રતીબંધિત દવાઓ પણ ઘુસાડવાના પેંતરાઓ સમયાંતરે અજમાવતા રહેતા જ હોવાના ખુલાસા થવાપામતા રહે છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર મુંદરામાં ખાનગી સીએફએસમાં કસ્ટમ વિભાગની ટીમ દ્વારા જાગૃતીપૂર્વકની કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા તેજ બની રહી છે. કહેવાય છે કે, મુંદરાના ખાનગી સીએફએસમાં દવાઓ દર્શાવીને અવેલા જથ્થાનું સ્ટફીંગ એટલે કે કન્ટેઈનરમાં જયારે તેને ભરવામા આવતુ હતુ તે વખતે તપાસ કરવામાંઆવતા કયાંક ને કયાક પ્રતિબંધિત દવાઓની યાદીમાં રહેલો જથ્થો નીકળી પડયો હોવાનુ મનાય છે. જો કે, આ બાબતે હજુ સુધી સત્તાવાર સમર્થન મળવા પામ્યુ નથી.

Comments