Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના રાજવી ફાટક ઓવરબ્રીજ  જુન સુધીમાં સંપન્ન થવાના ઉજળા સંકેત

17 February

હોળાષ્ટક બાદ કામનો ધમધમાટ શરૂ થવાની સંભાવના




બીએસએફને લગતી જરૂરી પરવાનગી કેન્દ્રીયસ્તરેથી આવી ગઈ છે, સર્વેની કાર્યવાહી હાથ ધરવામા આવશે, જમીનો આઈડેન્ટીફાઈ કર્યા બાદ જરૂર જંત્રી અનુસારની રકમ આર એન્ડ બી વિભાગ ભરી અને કામ યુદ્ધના ધોરણે આદરશે : જુન-જુલાઈ સુધી કામ પુરી કરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારત છે : 
શ્રી કલ્પેશ નાઈ(આર એન્ડ બી વિભાગ,)


દોઢદાયકાથી અદ્વરતાલ રહેલ ઓવરબ્રીજમાં ગુંચવણોનો અંતે, અંત આવ્યો હોવાના એંધાણ 



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેર સંકુલ માટે  ફાંસીના ફંદા રૂપ બની ગયેલ રાજવી ફાટક પાછલા દોઢ દાયકા જેટલા સમયથી અદ્વરતાલ અવસ્થામાં જ પડયો છે. અહી શિરદર્દ સમાન ટ્રાફીક સમસ્યા રેાજીંદી બની જવા પામી ગઈ છે. શહેરની જનતા ટ્રાફીકમાં પરેશાન બની જાય છે. કલાકો સુધી અહી પ્રજા ટ્રાફિકમાં પીડાઈ અને ઈંધણ તથા સમયનો રીતસરનો વેડફાટ જ કરી રહી હોવાની સ્થિતી સર્જી રહી છે. છતા પણ કોઈના પેટનું જાણે કે પાણી જ હાલતું ન હોય તેવી નિર્ભર સ્થિતી બની જવા પામી હતી. એકતરફ પ્રજામાં આક્રોશ બીજીતરફ તંત્ર દ્વારા જાણે કે, કેન્દ્ર ગૃહવિભાગ કક્ષાએથી એનઓસીની મંજુરીઓના જ રટણ કરવામા આવતા રહેતા હોવાથી લોકોની પીડા ઓર વધીરહી હતી. શું રાજવી ફાટક પરના ઓવરબરીજનો કેાઈ સુખદ ઉકેલ ટુંકા ભવિષ્યમાં આવશે જ નહી? તેવુ પ્રજામાં ચર્ચાવવા પામી ગયું હતુ. ઘણી વખત તો રાજવી ફાટક અને અદ્વરતાલ રહેલા ઓવરબ્રીજના લીધે દર્દીઓને સરકારની સૌથી મોટી રામબાગ સરકારી હોસ્પિટલમાં પહોચવું પણ કપરું બની જવા પામી રહ્યુ હતુ. દરમ્યાન જ હવે જાણવા મળતી વધુ વિગતો અનુસાર તંત્ર, પ્રજાકીય પ્રતિનિધીઓ, સરકાર, આર એન્ડ બી વિભાગ તથા સીમા સુરક્ષા દળ દ્વરા અંતે પ્રજાજનોની વેદનાને ધ્યાને લેવાઈ હોય તેમ આળસ ખંખેરાઈ અને સંકલન સાધતી એક બેઠક યોજવામા આવી હોવાનુ માલુમ પડી રહ્યું છે. 
આ બાબતે આર એન્ડ બીના શ્રી નાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, રાજવી ફાટકના નિર્માણમાં બીએસએફની જે જમીનો આવતી હતી તેને લઈને કેન્દ્રીય કક્ષાએથી મંજુરીઓ અટકવાયેલી હતી જે મામલે હવે મંજુરી -એનઓસી મળી જવા પામી છે અને તે બાદનીઆગળની કાર્યવાહી બધી હાથ ધરવામા આવી ગઈ છે. તેઓએ કહયુ હતુ કે, તુરંત જ સર્વેની કામગીરી હાથ ધરવામા આવશે. આર એન્ડ બી વિભાગ દ્વારા જ આ સર્વે કરવામા આવશે અને તેમાં બીએસએફની કેટલી જમીન આવી રહી છે તે સર્વે કર્યા બાદ જંત્રી અનુસારની રકમ આર એન્ડ બી વિભાગ દ્વારા ભરપાઈ કરવામા આવશે અને જમીન હસ્તાંતરીત કરવામા આવશે. સમાંતર રીતે બ્રીજના કામનો પણ ધમધમાટ આરંભી દેવામા આવશે. શ્રી નાઈએ જણાવયુ છે કે, હોળાષ્ટક બાદ રાજવી ફાટક ઓવરબ્રીજનું કામ પુરઝડપે આગળ ધપવા પામી જશે અને આગામી જુન અથવા તો જુલાઈ માસમાં તેણે પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક પણ નિર્ધારીત કરવામા આવ્યો છે અને આશા છે કે તે ટાઈમલાઈનમાં કામ પૂર્ણ કરી દેવાશે. પ્રજાજનો કહી રહયા છે કે, જો હકીકતમાં આ રીતનું રાજવી ફાટર પર ઓવરબ્રીજનું કામ હાથ ધરવામા આવશે તો તે ગાંધીધામ સંકુલની પ્રજાને માટે એક મોટી રાહતરૂપ ખબર જ બની રહે તેમ છે. રોજબરોજના ટ્રાફિક જામથી બચી શકાશે. ઈંધણ અને સમયનો પણ મોટો વેડફાટ થતો અટકશે. હવે જરૂર છે કે, તંત્ર કોઈ નવી આફત કે મુસીબતો કાઢી નઆવે અને જે રીતે ડીઝાઈન નકકી કરાઈ છે તે અનુસાર ઝડપથી કામગીરીનો ધમધમાટ હાથ ધરે.

Comments

COMMENT / REPLY FROM